Home /News /lifestyle /

તણાવ અને ચિંતા દૂર કરવા છે તો લખો ડાયરી, થશે અનેક ફાયદા

તણાવ અને ચિંતા દૂર કરવા છે તો લખો ડાયરી, થશે અનેક ફાયદા

ડાયરી લખવાની આદત નિરાશામાંથી બહાર આવવામાં મદદરૂપ થાય છે. (Image/Shutterstock)

ડાયરી લખવાની આદત નિરાશામાંથી બહાર આવવામાં મદદરૂપ થાય છે

આપણામાંથી ઘણા લોકોને રોજ ડાયરી લખવાની (Diary Writing) આદત હોય છે. પરંતુ અહીં સવાલ એ છે કે આપણે આપણા વિચારો, યાદો, સપના, ચિંતાઓ અને ખુશીઓને કાગળ પર લખવાની જરૂર શા માટે પડે છે? શું આપણા ભૂતકાળને આ રીતે સાચવીને રાખવો જરૂરી છે કે પછી આપણે અમુક ખાસ વસ્તુઓ, ઘટનાઓ યાદ રાખવા માટે એક રેકોર્ડ તરીકે રાખીએ છીએ. હકીકતમાં ડાયરી લખવાને તમે કોઇની આદત તરીકે જોઇ શકો છો અથવા તો પછી તેના દ્વારા લોકો પોતાના ખાસ ક્ષણોને સાચવીને રાખે છે. ઘણા જાણીતા રાષ્ટ્રપ્રમુખો અને લેખકો ડાયરી લખવાની આદત રાખતા હતા.19મી સદીના નાટ્યકાર ઓસ્કર વાઇલ્ડે કહ્યું કે, હું મારી ડાયરી વગર યાત્રા કરતો નથી. ટ્રેનમાં વાંચવા માટે મારે હંમેશા કંઇક જોઇએ.

જોકે આજકાલના ડિજિટલ યુગમાં લોકો પોતાના જીવનની ખાસ પળોને સોશ્યલ મીડિયામાં શેર કરવાનું વધુ પસંદ કરે છે. પરંતુ આજે પણ એવા લોકો છે જે પોતાના અનુભવોની ડાયરી લખે છે. એકલા રહેતા લોકો માટે ડાયરી લખવું તે કોઇને પોતાના મનની વાત કહેવા સમાન છે. ડાયરી લખવાથી મનમાં રહેલો ભાર ઓછો થઇ જાય છે અને શાંતિ મળે છે. તો આવો જાણીએ ડાયરી લખવાના આવા જ અનેક ફાયદાઓ-

તણાવ દૂર કરવામાં મદદરૂપ

પોતાની ભાવનાઓને લખવાથી તમને ચિંતાઓ, વિચારો અને દુખ દૂર કરવામાં મદદ મળે છે. કાગળ પર પોતાનો ગુસ્સો, નિરાશા કે દુખને વ્યક્ત કરવાથી આપણી ભાવનાઓની તીવ્રતા ઓછી થઇ જાય છે અને આપણને શાંતિનો અનુભવ થાય છે. જેનાથી આપણને વધુ સ્પષ્ટતા મેળવવામાં અને તર્ક સંગત નિર્ણય લેવામાં મદદ મળે છે. તે આપણી અંદર રહેલી નકારાત્મકતાને દૂર કરે છે અને તેના હાનિકારક પ્રભાવો ઓછા કરે છે. મનોવૈજ્ઞાનિક અને શોધકર્તા જેમ્સ પેનબેકરનું માનવું છે કે, તણાવપૂર્ણ ઘટનાઓ વિશે લખવાથી આપણને તેમાંથી બહાર આવવામાં મદદ મળે છે. આ રીતે તે આપણા શારીરિક સ્વાસ્થ્ય પર થનારા તણાવની અસર ઓછી કરે છે.

આ પણ વાંચો, જો આપની પાસે છે 1 રૂપિયાનો આ સિક્કો તો આપને મળશે દોઢ લાખ રૂપિયા, જાણો કેવી રીતે

યાદશક્તિ વધે છે

જ્યારે તમે તમારી ડાયરીમાં તમારા જીવનની મહત્વની જાણકારીઓને લખો છો, તો તેનાથી તમને વાતો યાદ રાખવામાં મદદ મળે છે. સાથે જ દિવસ અને તારીખ લખેલા હોવાથી જરૂર પડ્યે તમે તે દિવસ વિશે યાદ રાખી શકો છો અને તે જાણકારી જોઇ શકો છો.

એકલતાપણું થશે દૂર

ડાયરી આપણને આપણા વિચારોને વ્યવસ્થિત કરવામાં મદદ કરે છે. તેમાં તમે તમારા અમુક અંગત અનુભવો કે વિચારો લખી શકો છો. સાથે જ દૈનિક ઘટનાઓ, વિચારો ને ભાવનાઓને તેમાં લખીને સાચવી શકો છો. તેનાથી તમે માનસિક રીતે હળવાશ અનુભવશો. તો ડાયરી લખવાની આદતના કારણે તમે પોતાને એકલા અનુભવતા નથી અને કોઇ સાથીની જેમ ડાયરી પર પોતાના દિલની વાત લખી શકાય છે.

આ પણ વાંચો, લાગણીઓને મનમાં ન રાખો તેને બહાર આવવા દો, જેનાથી તણાવ દૂર થશે: કંચન રાય

લખવાની આદતથી થશે સુધાર

જો તમે તમારી લખવાની રીત અને અક્ષરોમાં સુધાર કરવા માંગો છો તો પણ ડાયરી લખવી તમારા માટે એક સારો વિકલ્પ છે. શરૂઆતમાં બની શકે કે તમારી પાસે સારો વિષય ન હોય. તેના માટે તમે જીવનની દરેક વાતને ડાયરીમાં લખવાની શરૂઆત કરી શકો છો. તેવામાં જેટલું વધુ તમે લખશો તેટલો જ તમારી લેખનશૈલીમાં સુધારો થશે.

લક્ષ્ય પર હંમેશા નજર રાખો

તમારું લક્ષ્ય, મહત્વકાંક્ષા, ઇચ્છાઓ અને તમારા સંકલ્પોને લખવા માટે ડાયરી એક સારો વિચાર છે. તમે વર્ષ દરમિયાન કરવા ઇચ્છતા હોય તેવી યોજનોને પણ ડાયરીમાં લખીને પોતાની પ્રગતિ પર નજર રાખી શકો છો. જ્યારે તમે કોઇ યોજના લખીને એક લક્ષ્ય નક્કી કરો છો તો તે તમને તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રીત કરવા પ્રેરણ પૂરી પાડશે.
First published:

Tags: BenefitS, Daily, Diary Writing, Lifestyle, Mental health, Stress, Tips

આગામી સમાચાર