Transformation journey: 2 બાળકોની માએ જીમ ગયા વગર ઘટાડ્યું 30 કિલો વજન, 89થી થઇ 59 કિલોની
Transformation journey: 2 બાળકોની માએ જીમ ગયા વગર ઘટાડ્યું 30 કિલો વજન, 89થી થઇ 59 કિલોની
જુઓ કેવી રીતે ફેટ ટૂ ફિટ થઇ પંંજાબી મહિલા ઘટાડ્યું 30 કિલો વજન
Fitness Journey: એક હાઉસ વાઇફ અને 2 બાળકોની માતાએ ડાયટ અને હોમ એક્સરસાઇઝથી 1.5 વર્ષમાં તેનું વજન 30 કિલો વજન ઘટાડી દીધુ છે. તે વનજ ઓછુ કરવાની દરમિયાન કેલરીને ધ્યાનમાં રાખતી અને ચોકલેટ અને જંક ફૂડ પણ ક્યારેક ક્યારેક ખાઇ લેતી. વેઇટ લોસ દરમિયાન તેણે ડાયટ અને વર્કઆઈઉટ કર્યું હતું.
Weight loss Journey: આ વાત તો સૌ કોઇ જાણે છે કે, વધેલું વજન ઘટાડવું એટલું સરળ નથી. વધેલાં વજનથી શારીરિક સમસ્યાઓ સાથે સાથે દરરોજનાં કામ કરવાથી ક્ષમતા ઘટી જાય છે જલદી થાકી જવાય છે અને માર્કેટમાં સાઇઝનાં કપડાં સરળતાથી મળતા નતી એ વાત અલગ. લોકો વધેલાં વજનનું મજાક ઉડાવે છે તે અલગ. જે લોકોનું વજન વધુ હોય છે તેમને થાક પણ જલદી લાગી જાય છે.
ત્યારે અમે આપને એક મહિલાની વેઇટલોસ જર્નીથી રૂબરૂ કરાવીએ. 2 બાળકોની માતાએ વેટ લોસ સ્ટોરી જણાવી છે. તેણે વજન ઘટાડવા માટે જિમ જોઇન નથી કર્યું પણ તેણે ઘરે જ વર્કઆઉટ કરી અને ચાલીને તેનું 30 કિલો વજન ઘટાડ્યું છે. જે મહિલાની અમે વાત કરી રહ્યાં છીએ તેને બે બાળકો છે એટલે મહિલાઓ માટે આ એક ઉદહારણ છે. તો આવો તેમની વેઇટલોસ જર્ની વિશે વાત કરીએ.
દિવ્યા બર્મન પંજાબી ફેમિલીથી આવે છે. આ કારણે છોલે-ભટૂરે, પરાઠા, એક્સ્ટ્રા ચીઝ, લસ્સી બધુ તેનાં ઘરમાં ખુબજ સામાન્ય હોય છે. આ કારણથી વજન વધવું અને વધેલું વજન ઘટવું તેનાં માટે અઘરુ હતું. તેનું વજન 89 કિલો સુધી પહોંચી ગયું હતું. તે સમયે તેણે તેનાં વજન પર એટલું ધ્યાન ન આપ્યું. પણ જ્યારે તે નોયડા રહેવા આવી ત્યારે તે 17માં માળ પર રહેતી હતી .લિફ્ટ ખરાબ થવાને કારણે તેને એક વખત સીડીઓ ચડવી પડી અને તે એ હદે થાકી ગઇ કે તેને સીડી ચડવી મુશ્કેલ થઇ ગઇ હતી. માંડ માંડ તે તેનાં ઘરે પહોંચી હતી. તે તેનાં બાળકને ઉચકીને ચાલી નહોતી શકતી તેને કમરનો દુખવા થવા લાગ્યો. આ બધી બાબતોએ તેનાં જીવનમાં ટર્નિંગ પોઇન્ટ સાબિત થઇ. તેણે પોતાનું વજન ઉતારવાનો મક્કમ મન બનાવી લીધુ. હવે તેને વજન ઘટાડવું જ હતું. પણ વજન ઘટાડવાની શરૂઆત કેવી રીતે કરે. આ તેનાં માટે બહું મોટો પડકાર હતો.
દિવ્યા બર્મન કહે છે કે, સૌથી પહેલાં તેણે ઇન્ટરનેટ પર વીડિયો જોવાનું શરૂ કર્યું જેમાં ડાયટ અને વર્કઆઉટ સંબંધિત જાણકારી મળતી. વીડિયો જોઇને તે સમજી કે, તેણે બેઝિક શરૂઆત કેવી રીતે કરવી. સૌથી પહેલાં તેણે તેનું ડાયટ સુધારવું પડસે. મેન્ટન્સ કેલરીથી ઓછી કેલરી ખાવી પડશે અને ફિઝિકલ એક્ટિવિટી કરવી પડશે.પછી જેમ તેણે તેનાંમાં આવેલાં બદલાવ કર્યાં તો તેનું રિઝલ્ટ 2 મહિનામાં જોવાં મળ્ચું. તેણે તેનું વજન 1.5 વર્ષમાં તેનું વજન 30 કિલો ઘટાડ્યું છે. હવે દિવ્યા એક સર્ટિફાઇડ ન્યૂટ્રિશિયનિસ્ટ છે.
દિવ્યાનું હતું ખાસ ડાયટ- દિવ્યા દિવસની 1200 કેલરીનું જ સેવન કરતી હતી. જેમાં સમય મસય પર બદલાવ કરતી હતી. ડાયટમાં સામાન્ય ફેરકર્યાં તેણે માત્ર ઘરેલુ ફૂડ જ ડાયટમાં શામેલ કર્યું. એટલેકે તે માત્ર પ્લાન ફોલો નહોતી કરતી પણ તેનું મન હોય તો તે ચોકલેટ કે જંક ફૂડ પણ ખાઇ લેતી. તે દિવસમાં 12-15 ગ્લાસ પાણી પીતી તેનાં દિવસની શરૂઆત 2 ગ્લાસ ગરમ પામીથી થતી હતી. તે દિવસમાં પાંચ વખત નાના નાના મિલ્સ લેતી. જે આ પ્રકારનાં હતાં.
બ્રેકફાસ્ટ (Breakfast)
•બોઇલ્ડ એગ/ઓમલેટ/પોહા/બેસનનાં ચીલ્લા/ ભરવાં પરાઠા/ વેજ સેન્ડવિચ
• ઓછી કે વગર ચા વાળી એક કપ ચા સ્નેક્સ (Snacks)
•ડ્રાય ફ્રૂટ કે બિસ્કિટ (ઘઉ કે મલ્ટીગ્રેન)•ચા વગરની ચા
લંચ (Lunch)-
• 1 કપ દાળ
• 10 ગ્રામ ધી (રોટલી કે દાળની ઉપર
• 2 રોટલી કે ભાત
• લીલા શાકભાજી/ સલા
સાંજનો નાસ્તો- (Evening Snacks)
• 2 બેસ્કિટ ઘઉ કે મલ્ટીગ્રેનનાં બિસ્કિટ/ મખાના
• ખાંડ વગરની ચા
ડિનર (Dinner)
• તેલ વગરનું લેમન ચિકન/ખિચડી/ શાકભાજી/ પુલાવ કે પછી એક રોટી
વજન ઘટાડવાનો સૌથી મોટો ઉફાય છે નાના લક્ષ્યથી શરૂઆત કરો. સૌથી લહેલાં ચાલવાનું શરૂ કરો પછી ધીમે ધીમે આગળ વધો. વજન ઘટાડવા માટે મેન્ટન્સ કેલરીથી ઓછું ખાવાનું શરૂ કરો. બાળકો સાથે તેમની એક્ટિવિટીમાં શામેલ થાઓ અને શરીરને મૂવમેન્ટ કરો. પાર્કમાં બાળકોની સાથે ફરવાનું શરૂ કરો.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર