Home /News /lifestyle /

Fitness: તમારા સ્નાયુઓ પર કેવી અસર કરે છે હાઇ-ઇન્ટેન્સિટી વર્કઆઉટ? નવા સંશોધનમાં થયો ખુલાસો

Fitness: તમારા સ્નાયુઓ પર કેવી અસર કરે છે હાઇ-ઇન્ટેન્સિટી વર્કઆઉટ? નવા સંશોધનમાં થયો ખુલાસો

તમારા સ્નાયુઓ પર કેવી અસર કરે છે હાઇ-ઇન્ટેન્સિટી વર્કઆઉટ? નવા સંશોધનમાં થયો ખુલાસો

માસ સ્પેક્ટ્રોમેટ્રી નામની તકનીકનો ઉપયોગ કરીને ટીમે અભ્યાસ પહેલા અને તાલીમ પૂર્ણ કર્યા પછી આ પુરૂષોની જાંઘોમાંથી એકત્ર કરાયેલ પેશીના નમૂનાઓમાં 3,168 પ્રોટીનની રચનામાં ફેરફારો જોયા.

  'eLife' નામના જર્નલમાં પ્રકાશિત થયેલા પુરુષો પરના અભ્યાસ (study on men published in the journal eLife) અનુસાર, વૈજ્ઞાનિકોએ માનવ હાડપિંજરના સ્નાયુઓ પર હાઈ-ઈન્ટેન્સિટી ઈન્ટરવલ ટ્રેઈનિંગ (effects of HIIT on human skeletal muscle)ની અસરો પર નવો પ્રકાશ પાડ્યો છે. અભ્યાસના તારણો સૂચવે છે કે HIIT હાડપિંજરના સ્નાયુઓમાં પ્રોટીનના પ્રમાણમાં વધારો (HIIT boosts the number of proteins) કરે છે જે એનર્જી મેટાબોલિઝમ અને સ્નાયુઓના (metabolism and muscle contraction) સંકોચન માટે જરૂરી છે. કેમિકલી તે કી મેટાબોલિક પ્રોટીનમાં ફેરફાર કરે છે. આ પરિણામો મેટાબોલિઝમ પર HIITની ફાયદાકારક અસરોને (beneficial effects of HIIT on metabolism) દર્શાવે છે અને કસરતથી આ પ્રક્રિયાઓ પર કેવી અસર થાય છે તે શોધતા અમુક અભ્યાસો માટે નવા માર્ગો ખોલી શકે છે.

  ડેનમાર્કની યુનિવર્સિટી ઓફ કોપનહેગનમાં ન્યૂટ્રીશન, એક્સરસાઇઝ અને સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટના એસોસિયેટ પ્રોફેસર, કો-રેસ્પોન્ડિંગ લેખક મોર્ટન હોસ્ટ્રપ કહે છે કે,"કસરતની ઘણી ફાયદાકારક અસરો છે જે મેટાબોલિક રોગોને રોકવા અને સારવાર કરવામાં મદદ કરી શકે છે અને આ સંભવતઃ હાડપિંજરના સ્નાયુઓ દ્વારા એનર્જીના વપરાશમાં થતા ફેરફારનું પરિણામ હોય શકે છે.

  આ પણ વાંચો: How to stop smoking: શું તમને પણ છે સ્મોકીંગની આદત ? ધૂમ્રપન છોડવા અપનાવો આ ઘરેલુ નુસ્ખા

  અમે જણાવવા માંગીએ છીએ કે કસરત કઇ રીતે મસલ્સના પ્રોટીન કન્ટેન્ટ પર અસર કરે છે અને તે એસિટિલેશન નામની કેમિકલ પ્રતિક્રિયા દ્વારા આ પ્રોટીનની પ્રોસેસ કેવી રીતે નિયંત્રિત કરે છે." એસિટિલેશન ત્યારે બને છે જ્યારે નાના મોલેક્યુલ ગૃપના કણો, એસિટિલ, અન્ય કણોઓ સાથે જોડાય છે અને પ્રોટીનની સામાન્ય વર્તણૂકને અસર કરે છે.

  આ અંગે અભ્યાસ કરવા માટે ટીમે પાંચ અઠવાડિયાની હાઇ-ઇન્ટેન્સિટી સાયકલિંગ ટ્રેનિંગ પૂર્ણ કરવા માટે 8 તંદુરસ્ત પુરૂષોને સામેલ કર્યા હતા. પુરુષોએ દર અઠવાડિયે ત્રણ વખત વર્કઆઉટ કર્યું હતું. તેમના મહત્તમ હાર્ટ રેટના 90% કરતા વધુના ટાર્ગેટ રેટથી ચાર મિનિટ સુધી સાયકલ ચલાવી અને ત્યારબાદ બે મિનિટનો આરામ કરતા હતા. તેઓ આ પેટર્નને વર્કઆઉટ દીઠ ચારથી પાંચ વખત રીપીટ કરતા હતા.

  માસ સ્પેક્ટ્રોમેટ્રી નામની તકનીકનો ઉપયોગ કરીને ટીમે અભ્યાસ પહેલા અને તાલીમ પૂર્ણ કર્યા પછી આ પુરૂષોની જાંઘોમાંથી એકત્ર કરાયેલ પેશીના નમૂનાઓમાં 3,168 પ્રોટીનની રચનામાં ફેરફારો જોયા. તેઓએ 464 એસિટિલેટેડ પ્રોટીન પર 1,263 લાયસિન એસિટિલ-સાઇટ્સને લગતા ફેરફારોની પણ પુષ્ટિ કરી હતી.

  તેમના વિશ્લેષણોએ મિટોકોન્ડ્રિયા બનાવવા માટે ઉપયોગમાં લેવાતા પ્રોટીનના ઉત્પાદનમાં પણ વધારો દર્શાવ્યો હતો. જે કોશિકાઓમાં એનર્જી ઉત્પન્ન કરે છે. ટીમે સેલ્યુલર ઊર્જાના ઉત્પાદનમાં સામેલ મિટોકોન્ડ્રીયલ પ્રોટીન અને એન્ઝાઇમ્સમાં વધેલા એસિટિલેશનની પણ ઓળખ કરી હતી. વધુમાં, તેઓએ પ્રોટીનની સંખ્યામાં પણ ફેરફારો જોયા હતો, જે હાડપિંજરના સ્નાયુની કેલ્શિયમ સંવેદનશીલતાને ઘટાડે છે, જે સ્નાયુ સંકોચન માટે આવશ્યક છે.

  આ પણ વાંચો: Tobacco Effects: જાણો તમાકુ સ્ત્રીની પ્રજનન ક્ષમતાને કેવી રીતે અસર કરે છે

  એટલું જ નહીં આ પરિણામોમાં કસરત પછી થતા હાડપિંજરના સ્નાયુ પ્રોટીનમાં કેટલાક જાણીતા ફેરફારોની પુષ્ટિ કરવામાં આવી છે. કોપનહેગન યુનિવર્સિટીના નોવો નોર્ડિસ્ક ફાઉન્ડેશન સેન્ટર ફોર બેઝિક મેટાબોલિક રિસર્ચના એસોસિએટ પ્રોફેસર, કો-કોરેસ્પોન્ડિંગ લેખક અતુલ દેશમુખે જણાવ્યું હતું કે, "અત્યાધુનિક પ્રોટીઓમિક્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને અમારો અભ્યાસ હાડપિંજર સ્નાયુ કસરત અંગે કેવી રીતે અનુકૂલન કરે છે તે વિશે નવી માહિતી પ્રદાન કરે છે. જેમાં નોવેલ એક્સરસાઇઝ, રેગ્યુલેટેડ પ્રોટીન અને એસિટિલ-સાઇટ્સની ઓળખનો સમાવેશ થાય છે."
  First published:

  આગામી સમાચાર