Home /News /lifestyle /Fitness Funda: ઓફીસ વર્ક સમયે કમર અને ગરદનના દુ:ખાવાથી રાહત મેળવવા ખુરશી પર બેઠા બેઠા કરો આ કસરત

Fitness Funda: ઓફીસ વર્ક સમયે કમર અને ગરદનના દુ:ખાવાથી રાહત મેળવવા ખુરશી પર બેઠા બેઠા કરો આ કસરત

Work From Homeની કેટલાક આડઅસરો પણ છે, જેમાં કમર અને ગરદનના દુ:ખાવાની સમસ્યા સૌથી મોટી છે, આ કસરત આપશે રાહત

Work From Homeની કેટલાક આડઅસરો પણ છે, જેમાં કમર અને ગરદનના દુ:ખાવાની સમસ્યા સૌથી મોટી છે, આ કસરત આપશે રાહત

Fitness Funda: કોરોના મહામારી દરમિયાન વર્ક ફ્રોમ હોમ (Work From Home)નું ચલણ વધ્યું છે. મોટાભાગની કંપનીઓ કર્મચારીઓ પાસે ઘરેથી જ કામ કરાવી રહી છે. કર્મચારીઓને પણ ધીમે ધીમે વર્ક ફ્રોમ હોમ માફક આવ્યું છે. જોકે, વર્ક ફ્રોમ હોમની કેટલાક આડઅસરો પણ છે. જેમાં કમર (back pains) અને ગરદનના દુ:ખાવા (neck pains)ની સમસ્યા સૌથી મોટી છે. આ તકલીફ રોકવા માટે યોગ્ય મુદ્રામાં બેસવું અને સમયાંતરે સ્ટ્રેચિંગ કરવું જરૂરી છે. આ ઉપરાંત દુઃખાવો ઓછો કરવા માટે ઘણી પદ્ધતિઓનો ઉપયોગ થઈ શકે છે. જેથી તમે ખુરસી પર કે ડેસ્ક નજીક રહી કરી શકો તેવા આસન અંગે અહીં વિગતો આપવામાં આવી છે.

ગરદન ફેરવવી (Neck rotation): સામાન્ય ગતિએ શ્વાસ લઈને ગરદનને ધીમે ધીમે ફેરવો. પહેલા ઘડિયાળ ચાલતી હોય તે દિશામાં અને ત્યારબાદ તેની ઊંઘી દિશામાં ફેરવો. આવું કરવાથી તણાવ તરત જ ઓછો થઈ જશે અને તમે લેપટોપ સામે બેસી થોડો વધુ સમય તાજગીથી કામ કરી શકશો. આવી જ રીતે તમે ખભાની પણ કસરત કરી શકો છો. જેને શોલ્ડર રોલ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં તમારે ખભાને પહેલા કલોકવાઇસ અને ત્યારબાદ એન્ટીકલોકવાઇસ ફેરવવાના હોય છે.

બેકબેન્ડ અને ફોરવર્ડ બેન્ડ સ્ટ્રેચ (Backbend and forward bend stretch): લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસીને કામ કરવાથી અગાઉથી રહેલા બેક પેઈન અને નેક પેઈન વધી શકે છે. આવું ન થાય તે માટે કામની વચ્ચે વચ્ચે બ્રેક લેવી જોઈએ અને બેકબેન્ડ અને ફોરવર્ડ બેન્ડ સ્ટ્રેચ કરવું જોઈએ. બેકબેન્ડ સ્ટ્રેચમાં આંગળીઓને ઈન્ટરલોક કર્યા બાદ તમારા હાથની હથેળીઓને ઉપરની તરફ ઉઠાવવી અને પછી તમારા પગને ખસેડ્યા વિના તમારા શરીરના ઉપલા ભાગને પાછળ વાળવાનો પ્રયાસ કરવો. જ્યારે ફોરવર્ડ બેન્ડ સ્ટ્રેચમાં આગળની તરફ નમીને પગની આંગળીઓને સ્પર્શ કરવાનો હોય છે. જેમ બને તેમ નીચેની તરફ નમ્યા હોય તો પગની આંગળીઓને સ્પર્શ ના થાય તો પણ ચાલે.

બટરફ્લાઈ વીંગ્સ (Butterfly wings): કમરના દુઃખાવાથી છુટકારો મેળવવા આ પણ સરળ ઉપાય છે. આ કસરત માટે ખુરશી પર ટટ્ટાર બેસો પણ શરીરને કડક ન થવા દો. ત્યારબાદ આંગળીથી ખભાને સ્પર્શ કરો. કોણીને બંને બાજુઓ રાખો. ત્યારબાદ બંને બાજુએ કોણીને નાના નાના વર્તુળ બને તેમ ફેરવો. આવું પાંચ વખતે ક્લોકવાઇસ અને એન્ટી ક્લોકવાઇસ કરો.

આ પણ વાંચો, Thyroid Symptoms: વાળ ખરવા કે વજનમાં ફેરફાર જેવી સમસ્યા દેખાય તો તુરંત કરાવો થાઇરોઈડ ટેસ્ટ
" isDesktop="true" id="1123066" >

શોલ્ડર શ્રગ્સ (Shoulder shrugs): શોલ્ડર શ્રગ્સ ટ્રેપ્ઝિયસ મસલ્સમાં કોઈપણ સમસ્યાને દૂર કરે છે. આ કસરત તમારી ખુરશી પર બેસીને કરી શકાય છે. આ કસરત કોઈને ખભા ઊંચા કરી ના પડતા હોય તેવી છે. જેમાં પહેલા તમારા ખભાને ધીમે ધીમે તમારા કાન સુધી લાવો અને થોડી સેકંડ સુધી ત્યાં રાખો. ત્યારબાદ ધીમે ધીમે ખભાને જ્યાં હતા ત્યાં પાછા આવવા દો. હવે થોડી પળ માટે રિલેક્સ થાવ અને ફરીથી આ અમુક વાર આ સ્ટેપ્સ કરો.
First published:

Tags: Back Pain, Exercise, Fitness Tips, Health Tips, Neck Pain, Work from home

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन