Home /News /lifestyle /

Fitness: ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ માટે અત્યંત લાભકારી છે મોર્નિંગ વોક, જાણો તેના અદ્ભુત ફાયદા

Fitness: ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ માટે અત્યંત લાભકારી છે મોર્નિંગ વોક, જાણો તેના અદ્ભુત ફાયદા

ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ માટે અત્યંત લાભકારી છે મોર્નિંગ વોક

Walk Health Benefits: જો દિવસની શરૂઆત વોકથી કરવામાં આવે તો તમે દિવસભર એનર્જીથી ભરપૂર અનુભવ કરી શકો છો. આજે આપણે અહી ચાલવાથી શું ફાયદાઑ થશે અને તેના શું સ્વાસ્થ્ય લાભ મળી શકે છે તેના વિશે જાણીશું

    The Benefits of Morning Walk:જ્યારે તમે સવારે મોર્નિંગ વોક (Morning Walk) માટે નીકળો છો ત્યારે તમે મોટી સંખ્યામાં લોકોને વોક કરતા જોયા જ હશે. મોર્નિંગ વોક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને આ જ કારણ છે કે દરેક વ્યક્તિએ ફિટ રહેવા માટે તેને પોતાની રૂટિનમાં સામેલ કરવી જોઈએ. મોર્નિંગ વોક માત્ર તમારા શારીરિક સ્વાસ્થ્યને સુધારે છે, પરંતુ તે તમારા માનસિક સ્વાસ્થ્યને પણ મજબૂત બનાવે છે (Benefits of Morning walk). દરરોજ લગભગ 30 મિનિટ ચાલવાથી તમે ઘણી બીમારીઓથી બચી શકો છો. આજે અમે તમને મોર્નિંગ વોકના કેટલાક ફાયદાઓ વિશે જણાવી રહ્યા છીએ.

    એનર્જીમાં થાય છે વધારો


    હેલ્થલાઇનના રિપોર્ટ અનુસાર, મોર્નિંગ વોક કરવાથી તમે દિવસભર એનર્જીથી ભરપૂર અનુભવો છો. ઘણા અભ્યાસોમાં એવું પણ સામે આવ્યું છે કે લગભગ 20 મિનિટ સુધી ઘરની બહાર ચાલવું ફાયદાકારક છે. એટલા માટે વોક હંમેશા બહાર જ કરવું જોઈએ. 10-મિનિટની ચાલ કોફીના કપ કરતાં વધુ ઊર્જા આપે છે.

    આ પણ વાંચો: પૂરતી ઊંઘ લીધા પછી પણ દિવસભરનો થાક નથી થતો ઓછો? અપનાવો આ મોર્નિંગ સ્ટ્રેચિંગ એકસરસાઈઝ

    મૂડ થાય છે સારો


    મોર્નિંગ વોક તમને માનસિક લાભ પણ આપે છે. તે તમારા મૂડને સુધારે છે, તણાવ અને ચિંતા ઘટાડવામાં મદદ કરે છે. વોક ડિપ્રેશનથી બચાવવામાં મદદરૂપ સાબિત થાય છે અને થાક પણ દૂર થાય છે. એકંદરે, આ સાથે તમારું માનસિક સ્વાસ્થ્ય મજબૂત બને છે.

    વજન ઘટાડવામાં કરે છે મદદ (Weight loss by Morning walk)


    હાલમાં વજન ઘટાડવા માટે ઘણા લોકો અવનવી પદ્ધતિઓ અપનાવે છે, પરંતુ તેનો ફાયદો મળતો નથી. તમને જાણીને નવાઈ લાગશે કે દરરોજ 30 મિનિટ મોર્નિંગ વોક કરવાથી 150 કેલરી બર્ન થાય છે અને તમને વજન ઘટાડવામાં ઘણો ફાયદો થાય છે. તેનાથી તમારી માંસપેશીઓ મજબૂત થાય છે અને વજન નિયંત્રણમાં રહે છે.

    હૃદય રોગના જોખમને કરે છે ઓછું


    ઘણા અભ્યાસોમાં એ વાત સામે આવી છે કે દરરોજ મોર્નિંગ વોક કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને હૃદય રોગનું (Heart Diseases) જોખમ ઓછું થાય છે. આ સિવાય ડાયાબિટીસ, કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ અને કેન્સરથી બચવામાં પણ ચાલવું ફાયદાકારક છે. ચાલવાથી અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓ દૂર થાય છે.

    આ પણ વાંચો: Fitness: સવાર સવારમાં માત્ર 5 મિનિટ કરો આ કસરત, પ્લસ સાઇઝને કહેશો Bye Bye

    સારી ઊંઘ લેવામાં મળે છે લાભ


    જે લોકોને રાત્રે ઊંઘ નથી આવતી, તેમણે દરરોજ ચાલવું જોઈએ. 2017ના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો સવારે અથવા સાંજે ચાલતા હોય છે તેઓને રાત્રે સારી ઊંઘ આવે છે. સારી ઊંઘ આવવાથી શરીર ફિટ રહે છે અને તમે માનસિક રીતે મજબૂત રહે છે.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Lifestyle, Morning Walk

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन