Home /News /lifestyle /

આજના દિવસે જ ભારતમાં થયું હતું સૌપ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, જાણો તે સર્જરીનો રસપ્રદ કિસ્સો

આજના દિવસે જ ભારતમાં થયું હતું સૌપ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, જાણો તે સર્જરીનો રસપ્રદ કિસ્સો

તસવીર- shutterstock

ભારત મેડિકલ ટુરિઝમનું હબ બનવા જઈ રહ્યું છે. દેશવિદેશમાંથી ઘણા લોકો ભારતમાં સારવાર કરાવવા આવે છે. અન્ય દેશોની સરખામણીએ ભારતમાં સારવાર સસ્તી છે. ખાસ કરીને લીવર, કિડની ટ્રાન્સપ્લાન્ટમાં ભારતે હરણફાળ ભરી છે.

  નવી દિલ્લી: ભારત મેડિકલ ટુરિઝમનું હબ બનવા જઈ રહ્યું છે. દેશવિદેશમાંથી ઘણા લોકો ભારતમાં સારવાર કરાવવા આવે છે. અન્ય દેશોની સરખામણીએ ભારતમાં સારવાર સસ્તી છે. ખાસ કરીને લીવર, કિડની ટ્રાન્સપ્લાન્ટમાં ભારતે હરણફાળ ભરી છે. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પણ થવા લાગ્યા છે. ત્યારે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન (Heart Transplantation) મામલે આજનો દિવસ ખૂબ ખાસ છે. 1994ના રોજ આજના દિવસે જ દેશમાં પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયું હતું

  1994 પહેલા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે ભારતીય નાગરિકોને વિદેશ જવું પડતું હતું. જે માત્ર ધનવાનોને પોસાય તેમ હતું. જેના કારણે ઘણા ગરીબ દર્દીઓને આ સારવાર મળી શકે તેમ નહોતી. આ દરમિયાન 1994ના હ્યુમન ઓર્ગન એકટ બન્યો હતો. ત્યારબાદ દેશના જાણીતા હૃદય રોગ (Heart Disease) તજજ્ઞ ડો. પી વેણુગોપાલ (P Venugopal)ની આગેવાનીમાં હૃદય રોગના નિષ્ણાંતોની ટુકડીએ દેશનું પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું. આ ટ્રાન્સપ્લાન્ટેશન સફળ રહ્યું હતું.

  કાયદો બન્યાના 1 મહિનામાં થયું ટ્રાન્સપ્લાન્ટ

  માનવીય અંગો માટે સરકારે 1994ની 7 જુલાઈએ કાયદો ઘડયો હતો. જેમાં માનવ અંગો કાઢવા, સાચવવા અને પ્રત્યારોપણ બાબતે નિયમો ઘડાયા છે. આ કાયદો લાગુ થયાના 1 મહિનામાં જ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાની સફળતા મળી હતી. આ સર્જરી માટે 20 જેટલા તજજ્ઞ સર્જનની ટીમ રોકાઈ હતી.

  આ પણ વાંચોઃ-Health tips: મહિલાઓમાં ગુપ્તાંગના ઇન્ફેક્શનને દૂર કરવા પ્રોબાયોટિક્સ છે ફાયદાકારક, આવી રીતે કરે છે કામ

  ટૂંકા ગાળામાં કઈ રીતે થયું ટ્રાન્સપ્લાન્ટ?

  સરકાર દ્વારા કાયદો ઘડવાની પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન જ વેણુગોપાલ અને એઇમ્સના કાર્ડિઓથોરૈકિક એન્ડ વસ્ફુલર સર્જરી વિભાગની તેમની ટીમે હૃદય ટ્રાન્સપ્લાન્ટેશનની ટેકનોલોજી પર કામ કરવાનું શરૂ કર્યું હતું. તે માટે તેમણે જાનવરો પર પણ પ્રયોગ કર્યા હતા. અહેવાલો મુજબ આ ટ્રાન્સપ્લાન્ટેશનમાં 59 મિનિટનો સમય લાગ્યો હતો.

  Research, Health, Heart Transplant, P Venugopal, Padmabhushan P Venugopal, first Heart transplant of India, Heart, AIIMS,

  કઈ રીતે થયું ટ્રાન્સપ્લાન્ટેશન?

  આ દર્દીનું નામ દેવીરામ હતું. જેની ઉંમર 40 વર્ષની હતી. તેઓ ઔદ્યોગિક કામદાર હતા. જેને કાર્ડિઓમાયોપેથીની બીમારી હતી. તેમને ટ્રાન્સપ્લાન્ટેશનના એક મહિના પહેલા હોસ્પિટલમાં ભરતી કરાયા હતા. તેમનું બ્લડ ગ્રુપ AB પોઝિટિવ હતું.

  15 વર્ષ વધુ જીવ્યા દેવીરામ

  તે સમયે બ્રેન હેમરેજથી મૃત્યુ પામેલી 35 વર્ષીય મહિલાને હોસ્પિટલમાં લવાઈ હતી. તે મહિલાના પરિવારજનોની મંજૂરી બાદ આ ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. દેવીરામ પાસે અન્ય કોઈ વિકલ્પ નહોતો. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન થયા બાદ 15 વર્ષ સુધી તેઓ જીવ્યા હતા. ત્યારબાદ તેમનું બ્રેન હેમરેજના કારણે મોત થયું હતું.

  આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: મિથુન રાશિના લોકોને લાગણીઓ ઉપર કાબુ રાખવો, જાણો રાશિફળ

  તે સમયે ઓપરેશન માટે વિદેશ જવું પડતું હતું

  તે સમયે ડોક્ટર વેણુગોપાલ કહ્યું હતું કે, તમામ ભારતીય સર્જનોએ ઓપરેશન માટે કામ આવનારી જાણકારી માટે તૈયાર રહેવાની જરૂરી છે. તે દિવસોમાં હૃદય ટ્રાન્સપ્લાન્ટેશન માટે દર્દીઓએ દેશની બહાર જવું પડતું હતું. વિદેશમાં પણ ટ્રાન્સપ્લાન્ટેશન માટે સરળતાથી હૃદય મળતા નહોતા. જેથી દર્દીઓને નિરાશા સાંપડતી હતી.

  ટ્રાન્સપ્લાન્ટેશનમાં ભારતની હરણફાળ

  આ સર્જરીના કારણે ભારત હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશનની સુવિધા હોય તેવા દેશમાં સામેલ થઈ ગયું હતું. ત્યારબાદ દેશના સફળ ટ્રાન્સપ્લાન્ટેશન થવા લાગ્યા હતા. ડો. વેણુગોપાલે 25 ટ્રાન્સપ્લાન્ટેશન કર્યા હતા. તેમને વર્ષ 1998માં પદ્મ ભૂષણથી સન્માનિત કરાયા હતા. હવે તો ખાનગી ક્ષેત્ર પણ આ દિશામાં આગળ વધી રહ્યું છે. વર્તમાન સમયે ભારતમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન પાછળ રૂ. 20 લાખથી રૂ. 25 લાખ જેટલો ખર્ચો થાય છે.

  આ પણ વાંચોઃ-Health tips: ચામાં માત્ર આ બે વસ્તુઓ ઉમેરો, ઈમ્યુનિટી બૂસ્ટરની જેમ કરશે કામ

  વિશ્વનું સૌપ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન ક્યાં અને ક્યારે થયું હતું?

  વિશ્વનું સૌપ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન 3 ડિસેમ્બર 1967ના રોજ દક્ષિણ આફ્રિકાના કેપટાઉન ખાતે ડો. ક્રિશ્ચિયન બર્નાર્ડ (સર્જન) દ્વારા કરાયું હતું. દર્દીનું નામ લુઇ વશકાંસ્કી હતું. તે સમયે ડો. ક્રિશ્ચિયન બર્નાર્ડની ટીમમાં 30 સભ્યો હતા અને ટ્રાન્સપ્લાન્ટેશન પાછળ 9 કલાક લાગ્યા હતા. જોકે, સફળ સર્જરીના 18 દિવસ બાદ દર્દીનું મોત થયું હતું.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Health આરોગ્ય, Heart Disease

  આગામી સમાચાર