પ્રાણીઓમાં કોરોનાનો પહેલા કેસ આવ્યો સામે, આ રીતે રાખો પોતાના PETSનું ધ્યાન

News18 Gujarati
Updated: April 8, 2020, 1:22 PM IST
પ્રાણીઓમાં કોરોનાનો પહેલા કેસ આવ્યો સામે, આ રીતે રાખો પોતાના PETSનું ધ્યાન
પ્રતિકાત્મક તસવીર

તમે પ્રાણીઓને સ્પર્શો છો તો પોતાના હાથને સાબુથી જરૂર સાફ કરો.

  • Share this:
અત્યાર સુધી તેવું માનવામાં આવતું હતું કે કોરોના વાયરસ ખાલી માણસોને જ થાય છે. અને તે માણસથી બીજા માણસ સુધી જતી બિમારી છે. અને આ માટે જ કહેવાતું હતું કે પ્રાણીઓ આનાથી સુરક્ષિત છે. જો કે અમેરિકામાં એક જંગલી પ્રાણીને કોવિડ 19થી સંક્રમિત જોવા મળ્યો. આમ માણસોથી પ્રાણીઓમાં કોરોના વાયરસ ફેલાવાનો પહેલો કેસ સામે આવ્યો છે. નાડિયા નામની એક વાઘણને ન્યૂયોર્ક શહેરના બ્રોન્ક્સ પ્રાણીસંગ્રહાલયમાં આ કેસ સામે આવ્યો છે. રિપોર્ટ મુજબ આ પ્રાણીસંગ્રહાલયના એક કર્મચારીને કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અને તે પછી આ વાઘણને કોરોના જેવા જ લક્ષણો દેખાવા લાગ્યા છે.

જે પછી પ્રાણીસંગ્રહાલયના 3 વાઘોની સૂકી ખાંસીની તપાસ કરવામાં આવી.. જેમાંથી એક વાઘણનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો. તેનામાં કોરોના લક્ષણ 27 માર્ચથી દેખાવાના શરૂ થઇ ગયા હતા. તે પછી તે ચર્ચાએ જોર પકડ્યું કે શું કોરોના વાયરસ પાળતું પ્રાણીઓને પણ થઇ શકે છે. WHO આ મામલે કેટલીક ગાઇડલાઇન આપી છે. જે મુજબ પાળતૂ પ્રાણીઓને સ્પર્શ કર્યા પછી હાથ સાબુથી સારી રીતે સાફ કરવા જોઇએ. જેથી તમે અને તે અન્ય બેક્ટેરિયા અને વાયરસના સંક્રમણથી બચી શકે.

શું પ્રાણીમાં ફેલાઇ શકે છે કોરોના વાયરસ?

કોરોના વાયરસ પ્રાણીઓથી ફેલાયેલી બિમારી છે. ચીનના વુહાન શહેરમાં પહેલીવાર કોરોના વાયરસનો મામલો સામે આવ્યો છે. અને તે જાણવા મળ્યું હતું કે આ પ્રાણીઓથી ફેલાતો રોગ છે. આ પછી આ રોગ માણસોમાં ફેલાયો. સેન્ટર ફોર ડિસીજ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન રિપોર્ટ મુજબ કોરોના વાયરસના અનેક પ્રકાર છે. જેમાંથી કેટલાક પ્રાણીઓને પણ પ્રભાવિત કરી શકે છે. નવા કોરોના વાયરસ એટલે કે કોવિડ 19ના પ્રાણીઓમાં ફેલાવવાના કિસ્સા નથી આવ્યા પણ સીડીસી પણ એજ કહે છે કે તમે પ્રાણીઓને સ્પર્શો છો તો પોતાના હાથને સાબુથી જરૂર સાફ કરો.

ગાઇડલાઇન
આ સિવાય CDCએ બિમારી દરમિયાન પાળતૂ પ્રાણીઓની સાર સંભાળ માટે કેટલીક ગાઇડલાઇન્સ જાહેર કરી છે. જે મુજબ જો કોઇ વ્યક્તિને કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તો તેણે પોતાના ઘરના વ્યક્તિ, પાળતૂ પ્રાણીના સીધા સંપર્કમાં ન આવવું જોઇએ. અને પાળતૂ પ્રાણીની જવાબદારી ઘરના અન્ય વ્યક્તિને સોંપવી જોઇએ. બિમાર વ્યક્તિએ ના તો તે પ્રાણી સાથે રમવું જોઇએ, ના તો તેની કિસ કે પોતાનું એઠું ખાવાનું તેને આપવું જોઇએ. વળી બિમાર વ્યક્તિ જો પાળતૂ પ્રાણીનું ધ્યાન રાખે છે તો તેણે હાથ સાફ કરીને મોં પર માસ્ક પહેરીને તેને ખાવા આપવું જોઇએ.
First published: April 8, 2020, 1:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading