નવી દિલ્હી : એલપીજી ગેસ સિલિન્ડર (LPG Gas cylinder) નો ઉપયોગ દરેક ઘરમાં રસોઈ બનાવવા માટે થાય છે અને આજના સમયમાં એલપીજી ગેસ (LPG Gas)દરેક ઘરની મુખ્ય જરૂરિયાતોમાંની એક છે. આ ગેસ સિલિન્ડર (Gas cylinder)કેટલા દિવસ ચાલશે અને ક્યારે ખતમ થશે તેનો અંદાજ પરિવારોની સંખ્યાને ધ્યાનમાં રાખીને જ લગાવી શકાય છે. કેટલાક લોકોના ઘરમાં LPG ગેસ સિલિન્ડર 40થી 45 દિવસ સુધી ચાલે છે. તે જ સમયે કેટલાક લોકોના ઘરમાં ગેસ 20થી 25 દિવસમાં સમાપ્ત થઈ જાય છે. ગેસની ટાંકી 14.2 કિલો એલપીજી ગેસથી ભરેલી હોય છે, જે સામાન્ય પરિવાર માટે 35થી 40 દિવસ સુધી ચાલે છે. દર વખતે ગેસ સિલિન્ડર ઉપાડવાથી એલપીજી ગેસ ક્યારે ખતમ થઈ જશે (how much gas in LPG cylinder) તે અનુમાન લગાવવું શક્ય નથી, તેથી આજે અમે તમને એક એવી ટ્રિક (Tricks & Tips) જણાવી રહ્યા છીએ, જેની મદદથી તમે જાણી શકશો કે ગેસ સિલિન્ડર ક્યારે ખતમ થઈ જશે.
ગેસ સિલિન્ડર ક્યારે ખતમ થઇ જશે તેની આપણને ખબર નથી હોતી. ક્યારેક તો ઘરે આવેલા મહેમાનો સામે અકળામણનો સામનો કરવો પડે છે. કેટલીકવાર એવી સ્થિતિ પણ આવે છે કે આપણે રસોઈ બનાવીએ છીએ અને અધવચ્ચે જ ગેસ ખતમ થઈ જાય છે. ક્યારેક એવું બને છે કે રાત્રીનો સમય છે અને ગેસ સમાપ્ત થઈ જાય છે. પરંતુ અમે તમને જે ટ્રિક જણાવવા જઇ રહ્યા છીએ તેને ફોલો કરીને તમે આ સમસ્યાથી છૂટકારો મેળવી શકશો.
તમારે એ જાણવું છે કે ગેસ સિલિન્ડરમાં કેટલો ગેસ બચ્યો છે તો તેના માટે એક મોટું કપડું લો કે તમારો ગેસ સિલિન્ડર ઢંકાઈ જાય. કપડાને ભીનું કરીને નિચોવી લો. તેને આખા સિલિન્ડર પર લપેટો અને થોડા સમય પછી તેને દૂર કરો. તમે જોશો કે ખાલી ભાગ ઝડપથી સુકાઈ જશે અને જ્યાં ગેસ છે તે ધીમે ધીમે સુકાઈ જશે. અહીં તમે ચોકથી નિશાન કરી શકો છો.
શું કહે છે તેની પાછળનું સાયન્સ
સિલિન્ડરમાં ભરેલો LPG ગેસ ઠંડો હોય છે, અને જ્યાં ગેસ ભરેલો હોય તે વિસ્તાર પ્રમાણમાં ધીરે ધીરે સુકાય છે અને જ્યાં ગેસ નથી તે વિસ્તાર થોડો ગરમ થવાથી ઝડપથી સુકાઈ જાય છે.
ક્યારેય ન કરશો આ ભૂલ
ઘણી વખત તમે નોટિસ કર્યુ હશે કે ગૃહિણી ગેસ સિલિન્ડર ખતમ થવાનો અંદાજ તેમાં સળગી રહેલી જ્વાળા દ્વારા લગાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ આ રીત સાચી નથી. તે વાત સાચી છે કે જ્યારે ગેસ ખતમ થવાના આરે હોય ત્યારે જ્વાળાનો રંગ બદલાય છે. ઘણા લોકો ગેસ ખતમ થવા પર સિલિન્ડરને ઉલટો રાખીને વાપરે છે. પરંતુ આમ કરવાથી દુર્ઘટનાની સંભાવના વધી જાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર