અમારા લગ્નની વાત ચાલી રહી હતી, તે ઘણી ચૂપ ચૂપ અને ઉદાસ રહેતી હતી. એક દિવસ તેણે મને આવીને કહ્યું કે હું તમારી સાથે લગ્ન કરવા યોગ્ય નથી.
તે હંમેશા એકદમ ગભરાયેલી અને ઉદાસ રહેતી હતી. આ કહેવા માટે પણ તેણે ઘણી જ હિંમત રાખીને કહેવું પડ્યું હતું.
મેં તેને પૂછ્યું કે તે આવું કેમ કહે છે. પરંતુ તેણે પહેલા તો કંઇ ન કહ્યું. મેં જ્યારે ઘણીવાર પૂછ્યું ત્યારે તેણે એવું કહ્યું જાણે મારા પગ નીચેથી જમીન સરકી ગઇ.
તે બી.એ ફર્સ્ટ યરની વિદ્યાર્થીની હતી, તેની સાથે એક દૂર્ઘટના થઇ હતી. તે ઘણી નાજૂક , સુંદર અને ભલી છોકરી છે.
તેણે કહ્યું કે ગામના દબંગ છોકરાઓએ તેનું અપહરણ કરીને કેફી પદાર્થ ખવડાવી તેની સાથે અપહરણ કર્યું હતું. તેમણે ત્યારનો એક અશ્લિલ વીડિચો પણ બનાવ્યો હતો. જે બતાવીને તે છોકરાઓ આને બ્લેકમેઇલ કરતા હતાં અને જેમ પ્રસાદ હોય તેમ મિત્રો સાથે વહેંચતા હતાં. છોકરી ઘણી ડરેલી હતી. આ વાત તેના ઘરવાળાઓને પણ ખબર હતી. પરંતુ આ કુકર્મ કરનારા એટલા મોટા ઘરનાં નબીરા હતા કે છોકરી કે તેનો પરિવાર તેમની સાથે લડી પણ શકતો ન હતો. પરિવાર ઇચ્છતો હતો કે તેનું લગ્ન થઇ જાય.
છોકરી સાથે જે દૂર્ધટના બની હતી તેનાથી તે અંદરથી એકદમ તૂટી ગઇ હતી. આ ડરના કારણે તે લગ્ન માટે પણ તૈયાર ન હતી.
તેણે આખી વાત ધીરે ધીરે કહી. મારા માટે અને તેના માટે આ ઘણી જ મુશ્કેલ ક્ષણો હતી. આ બધી વાત મેં મારી માતાને કહી. ત્યારે તેણે જે જવાબ આપ્યો તેનાથી મારા મનનો ભાર એકદમ છૂ થઇ ગયો.
માતાએ કહ્યું કે તે છોકરીએ આપણને લગ્ન પહેલા, આ ઘરમાં આવતા પહેલા દરેક વાતની જાણ કરી દીધી. હવે તે તારી જવાબદારી છે કે તુ તેને માન સન્માનની સાથે સ્વીકારીને તેની સાથે લગ્ન કરી લે. તેની સાથે ન્યાયની લડાઇ પણ લડજે. તારી વગર તે એકલા લડી નહીં શકે.
મેં તેની સાથે લગ્ન કરી દીધા અને અત્યારે અમારે બે વર્ષનો છોકરો છે. અમે એકબીજાને ઘણો જ પ્રેમ કરીએ છીએ. આજે પણ તે ક્યારેક ક્યારેક ઉંઘમાંથી જાગી જાય છે અને ચોંકીને ઉઠી જાય છે, તો હું તેને સંભાળી લવ છું.
લગ્ન પછી મેં તેને કાયદાનો અભ્યાસ કરવાનું કહ્યું. જેથી હું તો અમારી લડાઇ લડી જ રહ્યો છું પરંતુ તે પણ પોતાની લડાઇ લડવા માટે સક્ષમ બની જાય. તે ઘરની સાથે, બાળકને પણ સંભાળે છે અને પોતાનો અભ્યાસ પણ કરે છે. તેણે પહેલું વર્ષ તો સારા અંક સાથે પાસ કરી લીધું છે અને બીજી પરીક્ષાની તૈયારી કરી રહી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર