Home /News /lifestyle /થોડા જ દિવસોમાં શરદીને કરશે છૂમંતર આ ડુંગળી-મધનું મિશ્રણ

થોડા જ દિવસોમાં શરદીને કરશે છૂમંતર આ ડુંગળી-મધનું મિશ્રણ

  આ વર્ષે જાન્યુઆરીમાં (January) આશ્ચર્યજનક ઠંડી પડી છે, હાલ ભારતભરમાં (India) ઠંડી (Winter) યથાવત્ છે. આવા વિવિધ હવામાનની આપણી રોગપ્રતિકારક (Immune System) શક્તિ પર ખરાબ અસર પડે છે. જેના કારણે આપણને સામાન્ય શરદીના અનેક લક્ષણો જોવા મળે છે. ડુંગળી-મધની (Onion - honey) સીરપ એક હર્બલ હોમમેડ (Homemade) ઉકાળો છે. જેનો ઉપયોગ ખાંસી અને શરદીના લક્ષણોની સારવાર માટે કરવામાં આવે છે અને તેના અન્ય ફાયદા (Benefits) પણ છે.

  આ સીરપ એક મોટી ડુંગળી અથવા બે નાની ડુંગળી લઈને બનાવવામાં આવે છે, જેને નાની સ્લાઈસમાં કાપો. તેને થોડા સમય માટે ધીમા તાપે મધ સાથે ગરમ કરો. જે બાદ ડુંગળીને બહાર કાઢી લો અને ઉકાળાને એક જારમાં ભરો. વૈકલ્પિક રીતે, કાચી ડુંગળીના ટુકડાને રાંધ્યા વિના મધથી ભરેલા જારમાં એક દિવસ માટે રાખી શકાય છે.

  ઇન્દિરા ગાંધીથી નરેન્દ્ર મોદી સુધી દેશના વડાપ્રધાનો કરી ચૂક્યા છે મા અંબાના દર્શન, જુઓ તસવીરો

  ડુંગળીના ફાયદા

  ડુંગળી હંમેશાં ઘરોમાં ઔષધીય હેતુઓ માટે વપરાય છે. વનસ્પતિમાં એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે, જે ચેપ સામે લડવામાં મદદ કરે છે. ડુંગળીમાં ફલેવોનોઈડ્સ અને એલ્કેનાઇલ સિસ્ટીન સલ્ફોક્સાઇડ્સ હોય છે, આ બે રાસાયણિક જૂથો એન્ટીઓકિસડન્ટ તરીકે કામ કરે છે અને મુક્ત રેડિકલ્સને બેઅસર કરે છે, જે ઓક્સિડેટીવ નુકસાનનું કારણ બને છે. આ સંયોજનો કાર્ડિયાક અને અન્ય માનવ રોગોની રોકથામમાં મદદ કરવા માટે જાણીતા છે.

  વજન ઘટાડવા માટે કયું ડાયટ છે ઉત્તમ? મેડિટેરિયન કે વેગન ડાયટ

  સામાન્ય શરદી

  સામાન્ય શરદીના ચેપ દરમિયાન, વાયરસ આપણા નાક અને ગળામાં બળતરાયુક્ત પ્રતિક્રિયા પેદા કરે છે. જેના કારણે નાક જામ થાય છે અને ગળામાં સોજો આવે છે. ડુંગળીમાં ફ્લેવોનોઇડ ક્યુરેસ્ટીન હોય છે, જે માત્ર એન્ટીઓકિસડન્ટ તરીકે જ નહીં, પરંતુ બળતરા વિરોધી એજન્ટ તરીકે પણ કામ કરે છે, જે ઠંડા લક્ષણોને સરળ બનાવવા અને રિકવરીમાં સહાય કરે છે.

  Strong Immune System: રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા આરોગો આ આહાર, આનાથી રહેજો એકદમ દૂર

  એલર્જી

  શિયાળાના મહિનાઓમાં પણ એલર્જીના કેસમાં વધારો જોવા મળે છે. જેનું કારણ છે કે આપણામાંના મોટાભાગના લોકો ઠંડા મહિનાઓ ઘરની અંદર ગાળે છે અને વધારે બહાર જતા નથી. આપણે ધૂળ, ધૂળની જીવાત, પરાગ, પાલતુ પ્રાણીના વાળ અને ત્વચાના મૃત ત્વચાના ટુકડાઓના સંપર્કમાં આવીએ છીએ જે એલર્જીક પ્રતિક્રિયા પેદા કરી શકે છે. ઉપર જણાવ્યા મુજબ, ફ્લેવોનોઇડ ક્યુરેસ્ટીનમાં એન્ટિહિસ્ટેમિનિક ગુણધર્મો હોવાનું જાણવા મળ્યું હતું, જે એલર્જિક બળતરા ઘટાડી શકે છે.
  " isDesktop="true" id="1070440" >

  મધના ફાયદા

  મધ ઉધરસને દૂર કરવા માટે સારવાર તરીકે ઉપયોગમાં લેવાય છે. મધમાં એન્ટિમાઇક્રોબાયલ પ્રવૃત્તિ છે. આ ઉપરાંત સંશોધનથી બહાર આવ્યું છે કે મધમાં એન્ટીઓકિસડન્ટ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ પણ છે, તે બધાં અન્ય બિમારીઓ સહીત કાર્ડિયાક બિમારીઓ અને કેન્સર સામે લડવામાં સામૂહિક મદદ કરે છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: COLD, Honey, Onion, Winter

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन