Home /News /lifestyle /Infertility test: લગ્ન અને ફેમિલી પ્લાનિંગમાં નથી ઈચ્છતા કોઈ પ્રોબ્લમ તો પુરૂષોએ કરાવવા જોઇએ આ ટેસ્ટ...
Infertility test: લગ્ન અને ફેમિલી પ્લાનિંગમાં નથી ઈચ્છતા કોઈ પ્રોબ્લમ તો પુરૂષોએ કરાવવા જોઇએ આ ટેસ્ટ...
લગ્ન અને ફેમિલી પ્લાનિંગ પહેલા પુરૂષો કરાવે આ ટેસ્ટ
Tests for Men Before Family Planning: ટેસ્ટિક્યુલર ડેમેજ, ઇરેક્ટાઇલ ડિસફંક્શનનો સામનો કરી રહેલા લોકોએ ફર્ટિલિટી ટેસ્ટ કરાવવો જ જોઈએ. આ સાથે જો કોઈ વ્યક્તિ કેન્સરની સારવાર લઈ રહી હોય અથવા તેણે મૂત્રમાર્ગની સર્જરી કરાવી હોય તો તેણે પણ ફર્ટિલિટી ટેસ્ટ કરાવવા જોઈએ.
આજકાલની વ્યસ્ત અને બેફામ લાઇફસ્ટાઇલ (LIFESTYLE) ના કારણે લોકોના સ્વાસ્થ્ય અને પ્રજનન ક્ષમતા (Fertility) પર ખરાબ અસર પડી રહી છે. સ્ત્રી હોય કે પુરૂષ, દરેક માટે ફર્ટિલિટી ટેસ્ટ (Fertility Test) કરાવવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો વંધ્યત્વના (Infertility) કોઈ લક્ષણો દેખાઈ નહીં તો પણ તમે ફર્ટિલિટી સંબંધિત ટેસ્ટ કરાવો (Tests for Men Before Family Planning) અને વંધ્યત્વના કારણો શોધો એ મહત્વપૂર્ણ છે. જો કોઈ પણ પુરૂષને વંધ્યત્વની સમસ્યા સંબંધિત કોઈપણ મેડિકલ હિસ્ટ્રી રહી હોય તો તેમણે ફર્ટિલિટી ટેસ્ટ કરાવવો જોઈએ.
હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે, ટેસ્ટિક્યુલર ડેમેજ, ઇરેક્ટાઇલ ડિસફંક્શનનો સામનો કરી રહેલા લોકોએ ફર્ટિલિટી ટેસ્ટ કરાવવો જ જોઈએ. આ સાથે જો કોઈ વ્યક્તિ કેન્સરની સારવાર લઈ રહી હોય અથવા તેણે મૂત્રમાર્ગની સર્જરી કરાવી હોય તો તેણે પણ ફર્ટિલિટી ટેસ્ટ કરાવવા જોઈએ.
આજતકના અહેવાલ મુજબ એક ઈન્ટરવ્યુમાં ડૉ. રિતુ હિન્દુજા, ફર્ટિલિટી કન્સલ્ટન્ટ, નોવા IVF ફર્ટિલિટી, મુંબઈએ પુરુષોમાં પ્રજનન ક્ષમતા શોધવા માટેના કેટલાક ટેસ્ટ વિશે જણાવ્યું છે. ચાલો તે અંગે જાણીએ.
મેડિકલ હિસ્ટ્રી ચકાસવી - આ ટેસ્ટમાં ડૉક્ટર્સ પુરુષોમાં અકસ્માત, બીમારી, સર્જરી જેવા વંધ્યત્વની સમસ્યાના ઘણા કારણો વિશે કહી શકે છે. આ સિવાય ડૉક્ટર લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલી ઘણી એવી બાબતો વિશે પણ જણાવી શકે છે, જેને સુધારીને તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.
વીર્ય વિશ્લેષણ- વીર્ય વિશ્લેષણ એટલેકે સીમન એનાલિસિસ પુરુષોના શુક્રાણુ સ્વાસ્થ્ય (Sperm Health) અને તેના વિકાસની સંભાવનાની ખાતરી કરે છે. વીર્યનું પરીક્ષણ ત્રણ મુખ્ય રીતે માપવામાં આવે છે, જેમાં શુક્રાણુઓની સંખ્યા, શુક્રાણુનું કદ અને શુક્રાણુની હિલચાલનો સમાવેશ થાય છે.
જેનેટિક ટેસ્ટિંગ - જો વીર્ય પરીક્ષણમાં શુક્રાણુઓની સંખ્યા ઘણી ઓછી છે, તો તેનો અર્થ એ છે કે તમે આનુવંશિક (Genetic) કારણોસર વંધ્યત્વની સમસ્યાનો સામનો કરી રહ્યા છો. આ પરીક્ષણ માટે તમારા શુક્રાણુના નમૂના લેવામાં આવે છે.
હોર્મોન લેવલ બ્લડ ટેસ્ટ - હોર્મોન્સ આપણા શરીરમાં ખૂબ જ મહત્વપૂર્ણ કેમિકલ્સ હોય છે, જે શુક્રાણુના ઉત્પાદનને નિયંત્રિત કરે છે. આ સિવાય હોર્મોન્સ સેક્સ કરવાની ઈચ્છા અને ક્ષમતા પર પણ અસર કરે છે. હોર્મોન્સ વધુ કે ઓછા હોવાને કારણે સ્પર્મ પ્રોડક્શન અને સેક્સમાં સમસ્યા આવી શકે છે.
પ્રજનન માટે બે પ્રકારના હોર્મોન્સ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન (FSH) અને ટેસ્ટોસ્ટેરોન છે. આવી સ્થિતિમાં ઈનફર્ટિલિટી / વંધ્યત્વ ચકાસવા માટે ડોકટરો બ્લડ ટેસ્ટ દ્વારા આ બંને હોર્મોન્સનું પ્રમાણ શોધી કાઢે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર