મેથીનાં દાણાનાં આ સરળ પ્રયોગ Weight lossની સાથે અનેક સમસ્યાઓમાં છે ફાયદાકારક

News18 Gujarati
Updated: February 4, 2020, 2:42 PM IST
મેથીનાં દાણાનાં આ સરળ પ્રયોગ Weight lossની સાથે અનેક સમસ્યાઓમાં છે ફાયદાકારક
આયુર્વેદ પ્રમાણે મેથી સ્વાદમાં કડવી, તીખી, ગરમ, પિત્તવર્ધક, ભૂખ લગાડનાર, પચવામાં હળવી, બળપ્રદ, હૃદય માટે હિતકારી છે.

આયુર્વેદ પ્રમાણે મેથી સ્વાદમાં કડવી, તીખી, ગરમ, પિત્તવર્ધક, ભૂખ લગાડનાર, પચવામાં હળવી, બળપ્રદ, હૃદય માટે હિતકારી છે.

  • Share this:
લાઇફસ્ટાઇલ ડેસ્ક : આપણાં વડીલો સલાહ આપે છે કે રોજ એક ચમચી મેથીનાં દાણા ખાવાથી ઘણાં ફાયદા થાય છે. આયુર્વેદ પ્રમાણે મેથી સ્વાદમાં કડવી, તીખી, ગરમ, પિત્તવર્ધક, ભૂખ લગાડનાર, પચવામાં હળવી, બળપ્રદ, હૃદય માટે હિતકારી અને મળને અટકાવનાર છે. તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્ર્ટ, ચરબી, જળ, લોહ, સોડિયમ, પોટેશિયમ, વિટામિન વગેરે આવશ્યક માત્રામાં રહેલાં છે.ભારતમાં આપણે મેથીના દાણાનો મસાલામાં ઉપયોગ કરીએ છીએ. તો આજે આપણે જોઇએ આ નાનકડા મેથીનાં દાણાનો રોજીંદા જીવનમાં ઉપયોગ કરવાથી વજન નિયંત્રિત થવાની સાથે સાથે અનેક ફાયદા થાય છે.

  • મેથીનાં દાણા ખાવાથી કે તેનો પાવડર પાણી સાથે ફાકી જવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. આ ઉપરાંત જે લોકોને વધારે ભૂખ લાગે છે તે લોકોએ વારંવાર મેથીના દાણા ખાય તો તે લોકોને ભૂખ લાગવાની સમસ્યા ઓછી થઇ જાય છે અને તેમા ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે.


  • મેથીના દાણાને પીસી લો અને તેનો પાવડર બનાવી લો. વહેલી સવારે ભૂખ્યા પેટે તેને નવશેકા પાણીની સેવન કરો.

  • એક મુઠ્ઠી મેથીનાં દાણાને આખી રાત પલાળીને રાખવા. તે બાદ તે પાણી નીકાળીને દાણાનું સેવન કરો. જેનાથી ભૂખ લાગતી નથી અને તમારું વજન પણ નિયંત્રિત રહે છે.

  • એક કપ ઉકળતા પાણીમાં મેથીના દાણા ઉમેરી લો. તેમા તજ અને પીસેલું આદું ઉમેરો. આ ચા પીવાથી બલ્ડપ્રેશર કંટ્રોલમાં રહે છે અને ખાવાનું સહેલાઇથી પચી જાય છે.
  • મેથી વાયુને દૂર ભગાડે છે અને ભૂખ લગાડે છે, પાચનશક્તિ વધારે છે અને શરીરને પુષ્ટ કરે છે. ખીચડીમાં મેથી નાંખી શકાય, વઘારમાં એ વાપરી શકાય. મેથીનો સંભારો કરીને પણ રોજ લઈ શકાય. કોઈ પણ રીતે આહારમાં મેથીનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ. મેથીને ઘીમાં સેકીને એનો લોટ બનાવવો. પછી એના લાડુ બનાવી રોજ એક લાડુ ખાવો. આઠ-દસ દિવસમાં જ વાયુને કારણે થતી હાથ-પગની પીડામાં લાભ થશે.

  • અંકુરિત મેથીમાં વિટામીન અને મિનરલ્સ હોય છે તેને સવારે ખાલી પેટે ખાવાથી વજન ઓછું થાય છે.

  • એક કપ ગ્રીન ટીમાં મધ અને લીંબુનો રસ મિક્સ કરો. તેમા ઉપરથી મેથીનો પાવડર ઉમેરી રોજ ભૂખ્ય પેટે પીવાથી સડસાડાટ તમારુ વજન ઘટવા લાગશે. વાયુને દૂર કરે છે.


આ પણ વાંચો : ફ્રેન્ચ ફ્રાઈઝને આ રીતે બનાવો થોડી ચીઝી, બધા જ ચટાકા લઇને ખાશે

આ પણ વાંચો : આદુનું પાણી અનેક બીમારીઓમાં છે રામબાણ ઇલાજ, જાણો તેના પ્રયોગ
First published: February 4, 2020
વધુ વાંચો
अगली ख़बर