વજન ઉતારવાથી માંડી સાંધાનો દુખાવ તમામ દર્દ દૂર કરશે મેથીનાં દાણા

મેથીનાં દાણા વર્ષો જુની કબજીયાત દૂર કરે છે. પાચન શક્તિ વધારે છે અને સાથે સાથે પેટની અન્ય તકલીફોનો પણ તે ઇલાજ છે

મેથીનાં દાણા વર્ષો જુની કબજીયાત દૂર કરે છે. પાચન શક્તિ વધારે છે અને સાથે સાથે પેટની અન્ય તકલીફોનો પણ તે ઇલાજ છે

 • Share this:
  લાઇફસ્ટાઇલ ડેસ્ક: કહેવાય છે ને કે કડવી મેથીનાં મીઠા ગૂણ.. ખરેખરમાં આ વાત સાચી છે. પ્રોટીન થી ભરપુર મેથીમાં આ ઉપરાંત ફોસ્ફેટ, લેસીથિન, વિટામીન ડી અને લોહ તત્વ હોય છે. જે તમારા શરીરને ઘણી બધી રીતે ઇમ્યુન કરે છે. તમારા શરીરનાં સાંધાનાં દુખાવાથી માંડીને ચહેરાની ચમક લાવવા સુધી તેમજ ડાયાબિટીસથી માંડીને વધતુ વજન અટકાવવા સુધીની ઘણી બધી સમસ્યાનું સમાધાન મેથીનાં દાણામાં છે.

  -મેથીનાં દાણા વર્ષો જુની કબજીયાત દૂર કરે છે. પાચન શક્તિ વધારે છે અને સાથે સાથે પેટની અન્ય તકલીફોનો પણ તે ઇલાજ છે.
  -મેથીનાં દાણાનું નિયમિત સેવન લોહીની ખામી દૂર કરે છે. લોહી શુદ્ધ કરે છે
  -દરરોજ સવારે નાયણાંકોઠે મેથીનાં પલાળેલા દાણા ખાવામાં આવે તો સાંધાનાં દુખાવાની સમસ્યા જડમૂળથી મટી જાય છે.
  -કડવી મેથીનું નિયમિત સેવન ડાયાબિટીસની સમસ્યા પણ દૂર કરે છે.
  -મેથીનાં દાણા વાટીને તેનો લેપ ચહેરા પર લગાવવાથી સ્કિન મુલાયમ થાય છે. સાથે સાથે તે ખિલ અને ફોડલી જેવી સમસ્યા પણ દૂર કરે છે.
  -સગર્ભા સ્ત્રીઓ માટે મેથી વરદાનરૂપ છે. તેનાંથી બાળકનાં જન્મ સમયે સરળતા રહે છે.
  -મેથી ગેસની સમસ્યા અને એસીડીટીની સમસ્યાનો પણ ઉત્તમ ઇલાજ છે.
  -સવારે ખાલી પેટ અડધી ચમચી મેથીના દાણામાં મધ મિક્સ કરીને ખાવાથી ફાયદો થાય છે. મેથીના દાણા મૂળરૂપે ગરમ હોય છે એટલે ઉનાળામાં તેને ઓછા પ્રમાણમાં અને શિયાળામાં વધુ ખાવા જોઇએ.
  -મેથીનાં નિયમિત સેવનથી તમારા બોડીનું મેટાબોલિઝમ વધશે. સાથે સાથે તમારી બોડીની ઇમ્યુનિટી પણ વધશે. જેથી તમે વધુ સ્ફુર્તિલા અને ચુસ્ત રહેશો.
  Published by:Margi Pandya
  First published: