Home /News /lifestyle /કોલેસ્ટ્રોલથી જડમૂળમાંથી ખતમ કરે છે આ પાન, સુગર પણ કંટ્રોલમાં રહે છે, જાણો અઢળક ફાયદાઓ
કોલેસ્ટ્રોલથી જડમૂળમાંથી ખતમ કરે છે આ પાન, સુગર પણ કંટ્રોલમાં રહે છે, જાણો અઢળક ફાયદાઓ
મેથીના પાન અનેક ગુણોથી ભરપૂર હોય છે.
Fenugreek leaves best for good health: મેથીના પાન હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. મેથીના પાન ઠંડીની સિઝનમાં એકદમ ફ્રેશ મળે છે. આ પાનનું સેવન તમે યોગ્ય રીતે કરો છો તો શરીરમાંથી અનેક બીમારીઓને દૂર કરી શકો છો. તો જાણો આ વિશે વધુમાં..
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઠંડીની સિઝનમાં મેથી એકદમ તાજી આવે છે. મેથીમાં અનેક પ્રકારના ગુણો રહેલા છે. મેથીમાં સામાન્ય રીતે કડવાશ હોય છે જે હેલ્થ માટે અનેક રીતે ગુણકારી છે. મેથીનું તમે આ પ્રોપર રીતે સેવન કરો છો તો અનેક બીમારીઓમાંથી તમે બચી શકો છો. મેથીના પાનમાં કમાલની શક્તિ હોય છે. મેથી બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવાનું કામ કરે છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના એક અધ્યયનમાં સાબિત થયુ છે કે મેથીમાં બ્લડ સુગરને ખતમ કરવાની ક્ષમતા હોય છે. મેથીમાં પોષક તત્વોનું ખજાનો છુપાયેલો છે. મેથીમાં ફોલિક એસિડ, રાઇબોફ્લેબિન, કોપર, પોટેશિયમ, કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ, વિટામીન એ, બી, બી6 જેવા અનેક પ્રકારના તત્વો હોય છે.
મેથી માત્ર બ્લડ સુગરને જ નહીં, પરંતુ આર્થરાઇટિસના દુખાવામાંથી પણ રાહત અપાવવાનું કામ કરે છે. મેથીના પરાઠા બનાવીને ખાઓ છો તો પણ મજા આવે છે. આ સિવાય મેથીમાંથી તમે અનેક પ્રકારની રેસિપી બનાવી શકો છો.
જાણો મેથીના પાનના ફાયદાઓ
ડાયબિટીસ કંટ્રોલ કરે
મેથીના પાન ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી બેસ્ટ છે. તમને ડાયાબિટીસની તકલીફ છે અને તમે મેથીના પાનનું સેવન કરો છો તો અનેક રીતે ફાયદો થાય છે. મેથીના પાનનું નિયમિત સેવન કરવાથી પ્રી-ડાયબેટિક સ્ટેજના સુગરના દર્દીઓને જડમૂળમાંથી ખતમ કરવાનું કામ કરે છે.
એનસીબીઆઇ અનુસાર જર્નલ ઓફ ડાયબેટ્સ એન્ટ મેટાબોલિક ડિસઓર્ડરમાં જણાવવામાં આવ્યુ છે કે, અભ્યાસ પરથી એ વાત સાબિત થઇ ચુકી છે કે મેથી ટાઇપ 2 ડાયાબિટીસના જોખમને ઓછુ કરી દે છે. અધ્યયન અનુસાર જે લોકોને પૂરી રીતે હાલમાં ડાયાબિટીસ નથી તેઓ પ્રી ડાયબેટિક સ્ટેજમાં છે. આમ, જો આ લોકો મેથીના પાનનું સેવન કરે છે તો ડાયાબિટીસના જોખમ ટળી જાય છે.
બેડ કોલેસ્ટ્રોસલ ઓછુ કરે
અધ્યયન અનુસાર મેથીના પાનનું સેવન રેગ્યુલર કરવાથી બેડ કોલેસ્ટ્રોલ લેવલ ધટી જાય છે. અધ્યયન અનુસાર જે લોકો મેથીના પાનનું સેવન કરે છે એમનામાં ફાસ્ટિંગ પ્લાઝમા ગ્લૂકોઝ અને પોસ્ટપ્રાંડિયલ પ્લાઝમા ગ્લુકોઝ ઓછુ થઇ ગયુ. આટલું જ નહીં આ લોકોમાં ડેન્સિટી લાઇપોપ્રોટીન એટલે કે બેડ કોલેસ્ટ્રોલ પણ ઓછુ થઇ ગયુ જેના કારણે બ્લડ પ્રેશર ઓછુ થઇ જાય.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર