Home /News /lifestyle /Health: ઉતારવાં છે ફટાફટ ચરબીનાં થર, તો રૂટિનમાં પીવાનું શરૂ કરો વરિયાળીનું પાણી

Health: ઉતારવાં છે ફટાફટ ચરબીનાં થર, તો રૂટિનમાં પીવાનું શરૂ કરો વરિયાળીનું પાણી

ચરબીનાં થર ઘટાડશે આ ઉપાય

Fennel Water Benefits: હિટ સ્ટ્રોક, ડિહાઇડ્રેશન અને ત્વચા સંબંધિત સમસ્યાઓથી બચવા ઉપરાંત, તમારે દરરોજ સવારે ખાલી પેટ એક ખાસ પીણું પીવું (Miracle remedies for Summer) જોઇએ. જે વરિયાળીના પાણીથી તૈયાર થાય છે.

  લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ગરમીમાં કસરત (Exercise) કરવી અને પરસેવો પાડવો એ બહુ અઘરું કામ છે. ઘણી વખત થોડી કસરત કર્યા પછી મન અને શરીર બંને થાકી જાય છે, આવી સ્થિતિમાં ઉનાળામાં આહાર (Summer Diet) પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. ઉનાળામાં પેટ સંબંધિત તમામ સમસ્યાઓ (Stomach Problem) થવા લાગે છે. હિટ સ્ટ્રોક, ડિહાઇડ્રેશન અને ત્વચા સંબંધિત સમસ્યાઓથી બચવા ઉપરાંત, તમારે દરરોજ સવારે ખાલી પેટ એક ખાસ પીણું પીવું (Miracle remedies for Summer) જોઇએ. જે વરિયાળીના પાણીથી તૈયાર થાય છે.

  વરિયાળીનું પાણી (fennel Water) દિવસમાં ગમે ત્યારે લઈ શકાય છે અને તેને વારંવાર પી શકાય છે, કારણ કે તેના ઘણા ફાયદા છે. તો ચાલો વરિયાળીના પાણીના છુપાયેલા ગુણો (Benefits of Fennel Water) અને કઇ રીતે તે પેટની ચરબી (Fennel Water for Fat loss) ઘટાડવામાં મદદરૂપ થાય છે તે અંગે જાણીએ.

  ભૂખને ઓછી કરે છે

  વરિયાળીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે અને જો રોજ ચાવવાની આદત બનાવો તો તે વજન ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી છે, કારણ કે તેને ખાધા પછી ભૂખ ઓછી લાગે છે. તે ભૂખ મટાડે છે અને પેટને ઠંડક આપે છે.

  શરીરને કરશે ડિટોક્સીફાઇ

  વરિયાળી કુદરતી ડિટોક્સિફાયર કહેવાય છે. શરીરની ગંદકી બહાર કાઢવાની સાથે તે લીવર અને કીડનીનું કામ પણ હળવું કરે છે. તેનું પાણી જમ્યા પછી પીવું જોઈએ. આ પાચન પ્રક્રિયામાં સુધારો કરશે.

  આ પણ વાંચો-ભારતી સિંહે આ રીતે ઘટાડ્યું વજન, જાણો આ તેનો ક્વિક Weight Loss Plan

  ચરબી ઓગાળશે

  વરિયાળીનું પાણી ખાવાથી તમારા શરીરની ચરબી ઘટાડવામાં મદદ મળે છે. વિટામિન્સ અને મિનરલ્સના શરીરના શોષણમાં સુધારો કરીને તે ચરબી ઓગળવાનું શરૂ કરે છે.

  ફૂલાયેલા પેટને કરશે અંદર

  વરિયાળીમાં ફોસ્ફરસ, સેલેનિયમ, ઝિંક, મેંગેનીઝ જેવા એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે શરીરને ફ્રી રેડિકલથી બચાવવાનું કામ કરે છે. ફ્રી રેડિકલ ઓક્સિડેટીવ તણાવ પેદા કરે છે અને આ ઓક્સિડેટીવ તણાવ સ્થૂળતાનું કારણ બને છે.

  આ પણ વાંચો-આલિયા ભટ્ટે લગ્નમાં પહેર્યો અનકટ ડાયમંડ, સાડીથી લઇ ઘરેણા સુધી સબ્યાસાચીએ જણાવી એક-એક Detail

  મેટાબોલિઝમને કરશે મજબૂત

  વરિયાળીનું સેવન કરવાથી મેટાબોલિઝમની પ્રક્રિયા ઝડપી બને છે, ખાસ કરીને જ્યારે ખાલી પેટે લેવામાં આવે છે.

  આ ઉપરાંત એસિડિટી અને ગેસથી રાહત આપે છે. હાયપરએસીડીટીથી પીડિત લોકો માટે વરિયાળીનું પાણી વરદાન છે. ગેસની સમસ્યામાં પણ તે ખૂબ જ ઉપયોગી છે.

  લૂથી બચાવશે

  વરિયાળીનું પાણી પેટને ઠંડુ કરે છે અને હીટ સ્ટ્રોક કે હીટ સ્ટ્રોકથી બચાવે છે. જ્યારે પણ તમે ઘરની નીકળો છો, ત્યારે વરિયાળીનું પાણી પીઓ અને તેને બોટલમાં ભરીને તમારી સાથે રાખો અને સમયાંતરે પીતા રહો.

  કઇ રીતે બનાવવું વરીયાળીનું પાણી?

  વરિયાળીનું પાણી બનાવવા માટે 1-2 ચમચી વરિયાળી લો અને તેને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરીને આખી રાત રહેવા દો. સવારે આ પાણી પીવો અને વરિયાળી ખાઓ. જો તમે ઈચ્છો તો વરિયાળીનું પાણી ઉકાળીને પી શકો છો.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Fat, Fennel Water, Health Tips, Weight loss

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन