Home /News /lifestyle /આપના ભૂલકાને પ્રથમવાર અનાજ આપવાની કરી રહ્યા છો શરૂઆત? અહીં જાણો માર્ચ મહિનામાં ‘અન્નપ્રાશન’ના શુભ મુહૂર્ત

આપના ભૂલકાને પ્રથમવાર અનાજ આપવાની કરી રહ્યા છો શરૂઆત? અહીં જાણો માર્ચ મહિનામાં ‘અન્નપ્રાશન’ના શુભ મુહૂર્ત

જો તમે એક નાના બાળકના માતાપિતા છો, જે પ્રથમ વખત અનાજ ગ્રહણ કરશે, તો તમારે અન્નપ્રાશન સંસ્કાર વિશે જાણવું જરૂરી છે. (પ્રતીકાત્મક તસવીર)

જો તમે એક નાના બાળકના માતાપિતા છો, જે પ્રથમ વખત અનાજ ગ્રહણ કરશે, તો તમારે અન્નપ્રાશન સંસ્કાર વિશે જાણવું જરૂરી છે

    નવી દિલ્હી. હિન્દૂ ધર્મ અનુસાર મનુષ્ય જીવનના પડાવોને 16 ભાગમાં વિભાજીત કરાયા છે. જેમાંથી એક છે "અન્નપ્રાશન સંસ્કાર' (Annaprashan Sanskar). જો તમે એક નાના બાળકના માતાપિતા છો, જે પ્રથમ વખત અનાજ ગ્રહણ કરશે, તો તમારે અન્નપ્રાશન સંસ્કાર વિશે જાણવું જોઈએ. અન્નપ્રાશન એ એક સંસ્કૃત શબ્દ છે. અન્નપ્રાશન (Annaprashan) એટલે કે નાના બાળકની પ્રથમ વખત અનાજ ગ્રહણ (grain initiation) કરવાની વિધિ. અન્નપ્રાશન પહેલા બાળક (Child) માત્ર માતાના દૂધ પર નિર્ભર રહે છે, જેથી આ સંસ્કારને મહત્વપૂર્ણ અવસર માનવામાં આવે છે.

    અન્નપ્રાશન સંસ્કારને પશ્ચિમ બંગાળમાં મુખે ભાત, કેરળમાં ચોરુંનું તેમજ ગરવાલ હિલ્સ વિસ્તારમાં ભાતખૂલ્લઈ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે આ સંસ્કાર વિધિ માટે માર્ચ મહિનામાં બે મહુર્ત છે, 14 માર્ચ અને 24 માર્ચ. દેશના વિવિધ વિસ્તારના હિન્દૂ ધર્મના લોકો અલગ-અલગ ધાર્મિક વિધિઓ ઉજવતા હોય છે. જોકે, અન્નપ્રાશન આવશ્યકપણે અનાજ બાળકની અનાજ દીક્ષા સ્વરૂપે ઉજવાય છે. ઉલ્લેખનીય છે કે, અન્નપ્રાશન બાળકના જન્મના પ્રથમ 6 મહિના બાદથી તેના પ્રથમ જન્મદિવસ દરમિયાન કોઈપણ દિવસે ઉજવી શકાય છે.

    આ પણ વાંચો, Gold Price Today: સોનું 12000 રૂપિયા થયું સસ્તું, ચેક કરો આજે ગોલ્ડ-સિલ્વરના લેટેસ્ટ રેટ!

    છોકરાઓ માટે અન્નપ્રાશન બેકી સંખ્યાના મહિનામાં ઉજવાય છે, જ્યારે છોકરીઓ માટે એકી સંખ્યાના મહિનામાં ઉજવવામાં આવે છે. આ વિધિ મંદિર કે ઘરે કરવામાં આવે છે. ઘરે આ સંસ્કાર વિધિ કરાવવા માટે પૂજારીને ઘરે બોલાવવામાં આવે છે. પૂજારી પાસેથી શુભ મુહૂર્ત માટે સમય લઈને તે દિવસે આ સંસ્કાર કરાવવામાં આવે છે.

    આ વર્ષે માર્ચ મહિનામાં અન્નપ્રાશન માટે મુહૂર્ત

    અન્નપ્રાશન માટે 15 માર્ચ એટલે કે સોમવારે સવારે 6.32થી બપોરે 1.44 વાગ્યા સુધી શુભ મુહૂર્ત છે. જયારે બીજું મુહૂર્ત 24 માર્ચના રોજ બુધવારે સવારે 6.21થી સવારે 10.24 વાગ્યા સુધી છે.

    આ પણ વાંચો, Jioના આ પ્લાનને ગ્રાહકો કરે છે સૌથી વધુ પસંદ, જાણો કયા પ્લાનમાં થાય છે સૌથી વધારે બચત
    " isDesktop="true" id="1079832" >

    મહત્ત્વનું છે કે, આ દિવસે બાળકને નવા કપડાં પહેરાવવામાં આવે છે. સંસ્કારની વિધિ પૂજા અને હવનથી શાંનરુ થાય છે, જેમાં બાળકના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવે છે. જે બાદ બાળકને પ્રથમ વખત અનાજ(પ્રસાદ) ખવડાવવામાં આવે છે.
    First published:

    Tags: Baby, Baby care, Child care, Lifestyle

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો