Home /News /lifestyle /દરેક મહિલા ખાસ વાંચે: પહેલાંની જેમ થઇ જાવો ફિટ એન્ડ ફાઇન, અને ફિગર મસ્ત બનાવો આ ઘરેલું નુસ્ખાઓથી

દરેક મહિલા ખાસ વાંચે: પહેલાંની જેમ થઇ જાવો ફિટ એન્ડ ફાઇન, અને ફિગર મસ્ત બનાવો આ ઘરેલું નુસ્ખાઓથી

આ રીતે મહિલાઓ શરીરની નબળાઇ દૂર કરો

Weakness And Fatigue: મોટાભાગની સ્ત્રીઓને શરીરમાં નબળાઇ લાગતી હોય છે. શરીરમાં નબળાઇ આવવાને કારણે મહિલાઓ જલદી થાકી જાય છે. સતત ઘરના કામમાં વ્યસ્ત રહેતી મહિલાઓ પોતાના સ્વાસ્થ્યનું બરાબર ધ્યાન રાખી શકતી નથી.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: મહિલાઓ ઘર પરિવારનો સૌથી વધારે ખ્યાલ રાખતી હોય છે, પરંતુ મહિલાઓ એમના સ્વાસ્થ્ય પ્રત્યે બહુ કાળજી રાખતી હોતી નથી. આ બધી બાબતો વચ્ચે મહિલાઓ એમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકતી નથી જેના કારણે એ શરીર બહુ થાકી જાય છે. મહિલાઓ મોટાભાગે 30 થી 40 વર્ષની ઉંમરમાં શરીરમાં થાક વધારે અનુભવે છે જેના કારણે અનેક બીમારીઓ શરીરમાં એન્ટ્રી કરવા લાગે છે. થાક અને નબળાઇને દૂર કરવા માટે પોષણની બહુ જરૂર હોય છે. આમ, તમારે એક સ્ત્રી તરીકે રોજ વ્યાયામ કરવો ખૂબ જરૂરી છે. આ સિવાય મહિલાઓએ રોજ ખાવા-પીવાની બાબતનું પણ ધ્યાન રાખવું જોઇએ. તો જાણી લો તમે પણ મહિલાઓના શરીરમાં લાગતો થાક અને નબળાઇ કેવી રીતે દૂર કરશો.

    આ પણ વાંચો: નેચરલી સ્પર્મ કાઉન્ટ વધારવા ખાઓ આ બીજ

    ખાવામાં ડ્રાય ફ્રૂટ્સ એડ કરો


    મહિલાઓએ એમના રૂટિનમાં ડ્રાય ફ્રૂટ્સ ખાવા જોઇએ. ડ્રાય ફ્રૂટ્સ ખાવાથી અનેક પ્રકારના પોષક તત્વો શરીરને મળી રહે છે. આ સાથે જ ડ્રાય ફ્રૂટ્સ ખાવાથી શરીરમાં એનર્જી રહે છે અને સાથે નબળાઇ દૂર થાય છે. આ સાથે જ શરીરમાં વિટામીન અને પ્રોટીનની ઉણપ પૂરી થાય છે. ડ્રાય ફ્રૂટ્સ ખાવાથી શરીરને આયરન મળે છે. તમે ડ્રાય ફ્રૂટસને દૂધ તેમજ ફ્રાય કરીને પણ ખાઇ શકો છો.

    પગમાં ગરમ પાણીનો શેક કરો


    આખા દિવસનો થાક ઉતારવા માટે તમે રાત્રે પગમાં ગરમ પાણીનો શેક કરો. ગરમ પાણીનો શેક પગમાં કરવાથી આખા દિવસનો થાક ઉતરી જાય છે.

    આ પણ  વાંચો: જાણો દેસી ઘી દૂધમાં નાંખીને પીવાથી શું થાય છે ફાયદાઓ

    ફ્રૂટ્સ ખાઓ


    દિવસમાં એકથી બે ફ્રૂટ્સ ખાઓ. ફ્રૂટ્સ ખાવાથી શરીરને પોષણ મળે છે અને સાથે અનેક બીમારીઓ પણ દૂર થાય છે. કેળા અને સંતરા સૌથી બેસ્ટ છે. કેળા અને દૂધ તમે સાથે ખાઓ છો તો કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં મળી રહે છે. કેળામાં કાર્બોહાઇડ્રેટ હોય છે જે શરીરને એનર્જી આપે છે.


    ખજૂર ખાઓ


    ખજૂર અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ માટે ખજૂર ખાવાથી સ્વાસ્થ્યને અનેક ઘણાં ફાયદા થાય છે. ખજૂરમાં કેલરી, કાર્બ્સ, ફાઇબર, પ્રોટીન, મેગ્નેશીયમ અને કોપરની માત્રા ભરપૂર હોય છે. આ સિવાય ખજૂરમાં આયરન અને વિટામીન પણ સારા એવા પ્રમાણમાં હોય છે. ખજૂર ખાવાથી શારિરિક તાકાત વધે છે અને સાથે નબળાઇ દૂર થાય છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Health Tips, Life style

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन