Father's Day 2021 Google Doodle: આજે દુનિયાભરમાં ફાધર્સ ડે (Father's Day 2021)ની ઉજવણી થઈ રહી છે. કોરોના કાળમાં ભલે તેને ઉજવવાનો અંદાજ બદલાઈ ગયો હોય પરંતુ આ ખાસ અવસરને ધ્યાનમાં રાખીને ગૂગલ (Google)એ તમામ પિતાઓ માટે એક સ્પેશલ ડૂડલ (Doodle) બનાવ્યું છે. ફાધર્સ ડે પર રજૂ કરવામાં આવેલા આ ડૂડલ પિતાઓ પ્રત્યે સન્માન વ્યક્ત કરે છે. યૂઝર્સ આ ડૂડલના માધ્યમથી વર્યૂબ3અલ કાર્સ્ન બનાવીને પોતાના પિતાને મોકલી શકે છે. બીજી તરફ, આ ડૂડલ તે સમયની યાદ અપાવે છે, જ્યારે આ પ્રકારના પ્રસંગે લોકો પોતે કાર્સ્g તૈયાર કરતા હતા.
નોંધનીય છે કે, ફાધર્સ ડે દર વર્ષે જૂનના ત્રીજા રવિવારે ઉજવવામાં આવે છે. આ વખતે ગૂગલે GIF ગ્રીટીંગ કાર્ડના એક ઇનોવેટિવ ગૂગલ-ડૂડલની સાથે ફાધર્સ ડેની શુભકાનનાઓ આપી છે. આ વર્ષે પિતા અને તેના સ્નેહનું સન્માન કરવા માટે આજે ફાધર્સ ડે ઉજવવામાં આવી રહ્યો છે.
વર્ષ 1910માં પહેલીવાર વોશિંગટનમાં ફાધર્સ ડે ઉજવવામાં આવ્યો હતો. વોશિંગટનાના સ્પોકન શહેરમાં રહેનારી સોનોરા ડૉડે ફાધર્સ ડેની શરૂઆત કરી હતી. ફાધર્સ ડે, પેન્ટ્સ બોન્ડનું સન્માન કરવા અને પોતાના બાળકોના જીવનમાં તેમના તમામ પ્રયાસો અને યોગદાન માટે એક પિતાના વખાણ કરવાનો દિવસ છે. આ દિવસે પોતાના પિતા માટે પ્રેમને વ્યક્ત કરવાનો અવસર હોય છે અને પોતાની ભાવનાઓ વ્યક્ત કરો.
દુનિયાના અલગ-અલગ દેશોમાં ફાધર્સ ડેની તારીખ અલગ-અલગ હોય છે જ્યારે ભારત અમેરિકાની તારીખનું પાલન કરે છે. પોર્તુગલ, સ્પેન, ક્રોએશિયા, ઈટલી જેવા કેથલિક યૂરોપિયન દેશોમાં ફાધર્સ ડે 19 માર્ચે ઉજવવામાં આવે છે, જે સેન્ટ જોસેફ દિવસ છે. બીજી તરફ, ઓસ્ટ્રેલિયામાં તેને સપ્ટેમ્બરના પહેલા રવિવારે ઉજવવામાં આવે છે. નોર્વે, સ્વીડન અને ફિનલેન્ડમાં ફાધર્સ ડે નવેમ્બરમાં બીજા રવિવારે ઉજવવામાં આવે છે. રશિયામાં તેને 23 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર