માતા-પિતાને પોતાનું બાળક ખૂબ જ વ્હાલું હોય છે. સોશ્યલ મીડિયા (Social Media) પર નાના બાળકોના ક્યૂટ ફોટોઝ (Cute Photos) અને વિડીયો (Videos) જોવા મળે છે. જ્યારે કોઈ દંપતી પહેલીવાર માતા-પિતા બને છે, ત્યારે તેમના માટે બાળકનો ઉછેર (Parenting) કરવો તે ખૂબ જ પડકારજનક હોય છે. માતા-પિતા હંમેશા તેમના બાળકને ખુશ રાખવાનો અને તેમના બાળપણને યાદગાર બનાવવાનો પ્રયત્ન કરે છે. તાજેતરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પિતાએ તેના બાળકી જેવું જ બનવાનો નિર્ણય કર્યો હતો. બાપ-દીકરીનો આ ક્યૂટ ફોટો લોકોને ખૂબ જ પસંદ (Father-daughter Duo Delights Twitter Users ) આવી રહ્યો છે અને વાયરલ થઈ રહ્યો છે.
બાળકીની માતા એન્ના ગાઝમેરિયરન (Anna Gazmarian) રાઈટર અને એડિટર છે. બાળકીના પિતા બાળકી માટે કંઈક નવું કરવાનું વિચારી રહ્યા હતા. તેની માતાને પણ ખબર ન હતી કે બાળકીના પિતા બાળકી માટે કંઈક નવા કપડા વિશે વિચારી રહ્યા હતા. આ પરિવાર નોર્થ કેરોલિના (North Carolina)ના ડરહામ શહેરમાં રહે છે. બાળકી અને તેના પિતાએ કેળાના આઉટફિટ પહેરેલ ફોટો તેની માતાએ ટ્વિટર પર શેર કર્યો છે. તેમણે ફોટો શેર કરતા લખ્યું કે તે આ ક્યૂટ મોમેન્ટ જોવા માટે ગ્રોસરી સ્ટોરથી ઘરે પરત આવી છે. આ સુંદર પોસ્ટ સોશિયલ મીડિયા પર લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. આ પોસ્ટને 2000000 લાઈક મળી છે અને 800થી વધુ કમેન્ટ્સ મળી છે.
I heard my husband whispering to our daughter about ordering something on Amazon for her. Then I came home from the grocery today to this. pic.twitter.com/1AXk7rXBfJ
અનેક સોશિયલ મીડિયા યૂઝર્સે આ પોસ્ટ પર કમેન્ટ કરી છે અને શેર કરી છે. અન્ય ટ્વિટર યૂઝરને બાળકીની સ્માઈલ ખૂબ જ પસંદ આવી રહી છે. ટ્વિટર યૂઝરે કમેન્ટ કરી હતી કે તે પણ આ કેળાના આઉટફિટ ટ્રાય કરવા ઈચ્છે છે, પરંતુ બેકગ્રાઉન્ડમાં ટી-રેક્સ કોસ્ચ્યુમ્સ અને જુરાસિક પાર્ક થીમ પર મ્યુઝિક વાગી રહ્યું હતું. અન્ય ટ્વિટર યૂઝરે આ પોસ્ટ પર “a timeline cleanse" કમેન્ટ કરી હતી.
આ ક્યૂટ ફોટો પરથી અનેક માતા-પિતાને બાળક સાથે ફોટોશૂટ કરવાનો આઈડિયા મળ્યો છે. કેટલાક માતા-પિતાએ સોશ્યલ મીડિયા પર બાળકો સાથે મેચિંગ આઉટફિટના ફોટોઝ શેર કર્યા હતા. જે માતા-પિતા તેમના બાળકો સાથે આ પ્રકારનું ફોટોશૂટ અને મસ્તી કરવા ઈચ્છે છે, તે માતા-પિતાને આ ફોટાની મદદથી ફોટોશૂટ કરવાનો આઈડિયા મળ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર