Home /News /lifestyle /

મહિલાઓને જો શરીરમાં દેખાય આ લક્ષણો તો તાત્કાલિક કરાવો ટેસ્ટ, હોઇ શકે છે જીવલેણ બીમારી

મહિલાઓને જો શરીરમાં દેખાય આ લક્ષણો તો તાત્કાલિક કરાવો ટેસ્ટ, હોઇ શકે છે જીવલેણ બીમારી

મહિલાઓને જો શરીરમાં દેખાય આ લક્ષણો તો તાત્કાલિક કરાવો ટેસ્ટ, નહિતર...

Women Health: ભારત સહિત ઘણા દેશોમાં મહિલાઓ સર્વાઇકલ કેન્સર (Cervical Cancer)નો શિકાર બની રહી છે અને છેલ્લા ઘણા વર્ષોમાં આ આંકડા ઝડપથી વધ્યા છે. ગર્ભાશય સર્વિક્સ (Uterine Cervix)એ ગર્ભાશયનો નીચેનો ભાગ છે, જે યોનિમાર્ગ અને ગર્ભાશય (Uterus)ને જોડે છે. હ્યુમન પેપિલોમા વાયરસ (HPV) બાળકના મોઢાના કેન્સર માટે જવાબદાર છે.

વધુ જુઓ ...
    આપણે સૌ જાણીએ છીએ કે કેન્સર (Cancer) એક જીવલેણ રોગ છે, જો પ્રારંભિક તબક્કે તેની જાણ ન થાય, તો જીવન બચાવવું અત્યંત મુશ્કેલ બની જાય છે. કેન્સર શબ્દ સાંભળતા જ ઘણા લોકો ડઘાઇ પણ જાય છે. ત્યારે ભારત સહિત ઘણા દેશોમાં મહિલાઓ સર્વાઇકલ કેન્સર (Cervical Cancer)નો શિકાર બની રહી છે અને છેલ્લા ઘણા વર્ષોમાં આ આંકડા ઝડપથી વધ્યા છે. ગર્ભાશય સર્વિક્સ (Uterine Cervix)એ ગર્ભાશયનો નીચેનો ભાગ છે, જે યોનિમાર્ગ અને ગર્ભાશય (Uterus)ને જોડે છે. હ્યુમન પેપિલોમા વાયરસ (HPV) બાળકના મોઢાના કેન્સર માટે જવાબદાર છે. આ રોગ સામાન્ય રીતે જાતીય રીતે સંક્રમિત (Sexually Transmitted) કારણોથી થાય છે. જો પહેલા તબક્કામાં તેની ઓળખ થઈ જાય તો પીડિતાનો જીવ બચાવી શકાય છે.

    સર્વાઇકલ કેન્સરને કઇ રીતે ઓળખશો?


    સર્વાઇકલ કેન્સર સામાન્ય રીતે પ્રથમ તબક્કે શોધી શકાતું નથી અને તેના સંકેતોને વિકસિત થવામાં ઘણા વર્ષો લાગી શકે છે. જો કે, તમને વોર્નિંગ સાઇન દેખાય છે, તો તેને બિલકુલ અવગણશો નહીં અને તરત જ નિષ્ણાંત ડોક્ટરનો સંપર્ક કરો.

    આ પણ વાંચો: સિંગલ લોકોમાં આ ખતરનાક રોગથી મૃત્યુની સંભાવના છે સૌથી વધારે, જાણો કયો છે આ ગંભીર રોગ

    સર્વાઇકલ કેન્સરના મુખ્ય લક્ષણ


    - જાતીય સંભોગ દરમિયાન તીવ્ર દુખાવો થવો.

    - મહિલાઓના પ્રાઇવેટ પાર્ટમાંથી દુર્ગંધ આવવી.

    - સેક્સ માણ્યા બાદ પ્રાઈવેટ પાર્ટ્સમાંથી લોહી નીકળવું.

    - પીરિયડ્સમાં અનિયમિતતા અને અચાનક રક્તસ્રાવ.

    - મળના રસ્તામાંથી બ્લીડિંગ.

    - થાક લાગવો.

    - વજન ઘટવું.

    - ભૂખ ન લાગવી.

    - પેટમાં દુખાવો.

    - યૂરીન પાસ કરવામાં દુખાવો.

    - ડાયરિયા

    લક્ષણો જણાતા કરાવો ટેસ્ટ


    ગાયનેકોલોજીને લગતા કેટલાક ટેસ્ટ છે, જેની મદદથી કેન્સર પહેલાના સ્ટેજને જાણી શકાય છે. આવી સ્થિતિમાં સર્વાઇકલ કેન્સરને વધતું અટકાવવું સહેલું છે. હ્યુમન પેપિલોમા વાયરસ મોલેક્યુલર ટેસ્ટ એકદમ અસરકારક છે. એન્ડોકર્વિક સારવાર એક એવી ટેકનિક છે, જેમાં કોશિકાઓના સેમ્પલ લઈને બાયોપ્સી કરવામાં આવે છે અને આ ખતરનાક અને જીવલેણ રોગની ખબર પડે છે.

    આ પણ વાંચો: Eye Care: જો તમારી આંખોમાં પણ આ પ્રકારની સમસ્યા છે, તો તે આપે છે ગંભીર બિમારીનો સંકેત

    સર્વાઇકલ કેન્સરથી બચવાના ઉપાયો


    અન્ય મોટા રોગોની જેમ સર્વાઇકલ કેન્સરથી પણ જાગૃતિ દ્વારા બચી શકાય છે, તેમજ મોલેક્યુલર ટેસ્ટ અને પેપ સ્મીયર ટેસ્ટ દ્વારા આ રોગની વહેલી તકે જાણ થઇ જાય છે અને આમ કરવાથી અનેક મહિલાઓનો જીવ બચાવી શકાય છે.
    First published:

    Tags: હેલ્થ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन