Home /News /lifestyle /

Fat loss: 100 કિલોની મહિલાએ બિસ્કિટ, ઘી-બટર ખાઈને પણ ઉતાર્યું 40 કિલો વજન

Fat loss: 100 કિલોની મહિલાએ બિસ્કિટ, ઘી-બટર ખાઈને પણ ઉતાર્યું 40 કિલો વજન

આ મહિલાએ 40 કિલો વજન ઘટાડ્યું

Weight Loss Tips: દિપાનું કહેવું છે કે, વજન ઘટાડવાને બદલે દરેકે પોતાની ફિટનેસ પર ધ્યાન આપવું જોઈએ. તમને જે પસંદ છે તે ખાઓ પણ કેલેરી બેલેન્સ કરીને ચાલો. ક્યારેય તમારા મનને ન મારો. ફિઝીકલ એક્ટિવિટી પણ કરો.

  લાઇફ સ્ટાઇલ ડેસ્ક:  વજન ઘટાડવા (Weight Loss) માટે તમારે ઓછું ખાવાની જરૂર નથી. પરંતુ તમારે યોગ્ય આહાર (Diet) લેવાની જરૂર છે. આ વાત બિલકુલ સાચી છે. ઘણા લોકો વજન ઘટાડવા માટે ખાવાપીવાનું છોડી દે છે કારણ કે તેઓ માને છે કે વજન ઘટાડવા માટે ખાવાપીવાનું છોડવું જરૂરી છે. પરંતુ આ ધારણા એકદમ ખોટી છે. જો કોઇ વ્યક્તિ વજન ઘટાડવા માંગે છે તેણે બેલેન્સ અને હેલ્થી ડાયટ (Healthy Diet for Weight Loss) લેવાની જરૂર છે. પ્રોટીન, કાર્બ્સ, હેલ્થી ફેટ યોગ્ય માત્રામાં રહેલા હોય અને ડાયટ વિટામિન, મિનરલ્સ, એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય તેવો ખોરાક લેવાનો રહે છે. આજે અમે તમને એક એવી ફિટનેસ જર્ની (Transformation journey) વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જેણે બેલેન્સ ડાયટ અને વર્કઆઉટથી પોતાનું 40 કિલો વજન ઘટાડ્યું છે.

  110 કિલોમાંથી 60 કિલો સુધીની સફર

  આજતકના અહેવાલ મુજબ દિલ્હીની રહેવાસી દિપા સોનીએ જણાવ્યું કે, હું પહેલાથી જ હેલ્થી હતી. હું સ્પોર્ટપર્સન હતી અને જૂડો મારી પ્રિય રમત હતી. પરંતુ ગેમ્સમાં મારા વધેલા વજનને કારણે મને ક્યારેય કોઈ સમસ્યા પડી નહોતી. તેથી મેં ક્યારેય વજન ઉતારવાનો વિચાર કર્યો ન હતો. મેં દિલ્હીમાં જોબ કરી અને 2009માં મેં લગ્ન કર્યા હતા. બાળકીના જન્મ બાદ મારું વજન લગભગ 100 કિલો સુધી પહોંચી ગયું હતું.
  જો કે, મેં વજન ઘટાડવા માટે ઇન્ટરનેટ પર જણાવેલ કેટલાક ડાયટનું પાલન કર્યું હતું, જેના કારણે મારું વજન લગભગ 95 કિલો જેટલું થઇ ગયુ હતું. પરંતુ તે સમયે પણ, મારું વજન ખૂબ જ વધારે હતું અને તેના કારણે મને સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ શરૂ થઈ ગઈ હતી. મને મારી કમરમાં દુ:ખાવો હતો અને મારા ઘૂંટણમાં પણ દુ:ખાવો થઈ રહ્યો હતો. ડોક્ટરે પણ મને વજન ઘટાડવાની સલાહ આપી હતી.

  આ પણ વાંચો-દૂધ સાથે ખાઓ આ 4 ફળો થશે અદ્ભુત ફાયદાઓ, આ ફળ મિક્સ કરવાથી સ્નાયુના દુખવામાં મળશે રાહત

  2012માં વર્કઆઉટ કરવાનું શરૂ કર્યું હતું અને તેનાથી મારૂ વજન 75 કિલો સુધી આવી ગયું હતું. પરંતુ મારા શરીર પરથી ચરબી એટલી ઘટી નહોતી. ત્યાર બાદ મેં ફિટનેસ કોમ્યુનિટી જોઇન કરી અને પર્સનલ ટ્રેનર હાયર કર્યો હતો. તેણે મને ડાયટ અને વર્કઆઉટ પ્લાન તૈયાર કરીને આપ્યો અને 3 જ મહિનામાં મેં 11 કિલો વજન ઘટાડ્યું હતું. આ સાથે જ મારૂ ફેટ પણ ઘણું ઓછું થઇ ગયું હતું. હું ઘણો આત્મિવશ્વાસ અનુભવતી હતી અને હાલ મારૂ વજન 60 કિલો છે.
  વજન ઘટાડવા ફોલો કર્યુ આ ડાયટ

  દિપાએ જણાવ્યું કે તે દિવસમાં 4 વખત ખાતી હતી, જેમાં બ્રેકફાસ્ટ, લન્ચ, સ્નેક્સ અને ડિનર સામેલ છે. તેની કુલ કેલેરી 1600 છે અને તે 200 કેલેરી ઓછી એટલે કે 1400 કેલેરી લેતી હતી..

  નાસ્તો

  10 ગ્રામ ખાંડ (કોફી/ચા સાથે)

  200 મિલી લો ફેટ દૂધ (કોફી/ચા સાથે)

  10 ગ્રામ બટર

  2 એગ્સ

  3 એગ વ્હાઇટ

  લંચ

  5 ગ્રામ ઘી

  50 ગ્રામ લોટ

  100 ગ્રામ લીલા શાકભાજી

  40 ગ્રામ દાળ/ છોલે/ રાજમા

  સ્નેક્સ

  4 પારલે જી બિસ્કીટ

  1 સ્કૂપ વ્હે પ્રોટીન

  ડિનર

  5 ગ્રામ ઘી

  80 ગ્રામ પનીર

  50 ગ્રામ લોટ

  દિપાને જ્યારે મન થતુ ત્યારે તે આઇસ્ક્રિમ પણ ખાતી હતી. પરંતુ તે પોતાની કેલેરીને બેલેન્સમાં રાખતી હતી.

  વર્કઆઉટ પ્લાન

  દીપાએ કહ્યું, તે ઘરનું કામ જાતે જ કરે છે, જેથી તે આખો દિવસ એક્ટિવ રહી શકે. ઉપરાંત, તે ક્યારેય વર્કઆઉટ કરવાનું ભૂલતી નથી. વર્કઆઉટમાં તે પુશ-પુલ-લેગ કરે છે. સપ્તાહના પહેલા દિવસે તે પુશ એક્સરસાઇઝ જેમાં શોલ્ડર, ચેસ્ટ અને બાઇસેપ્સ એક્સરસાઇઝ કરે છે. બીજા દિવસે પુલ એક્સરસાઇઝમાં બેક અને ટ્રાઇસેપ્સ એક્સરસાઇઝ કરે છે. ત્રીજા દિવસે લેગ્સ એક્સરસાઇઝ કરે છે. ત્યાર બાદ અન્ય 3 દિવસ ફરી જ રૂટિન ફોલો કરે છે અને સાતમાં દિવસે રેસ્ટ કરે છે.

  વજન ઘટાડવા માટે ટીપ્સ

  દીપાએ કહ્યું કે, વજન ઘટાડવાને બદલે દરેકે પોતાની ફિટનેસ પર ધ્યાન આપવું જોઈએ. તમને જે પસંદ છે તે ખાઓ પણ કેલેરી બેલેન્સ કરીને ચાલો. ક્યારેય તમારા મનને ન મારો. ફિઝીકલ એક્ટિવિટી પણ કરો.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Fat loss, Weight loss, આરોગ્ય

  આગામી સમાચાર