જેના શરીર પર જામેલાં છે ચરબીના થર, તેનું થઈ શકે છે આ બીમારીથી મોત

આ રિસર્ચ મુજબ ફેફસાનાં એરવેઝ એટલે કે ઓક્સિજનની અવરજવર કરવાની જગ્યાએ જ ફેટ જમા થવાના કારણે અસ્થમા થવાનું જોખમ વધે છે.

આ રિસર્ચ મુજબ ફેફસાનાં એરવેઝ એટલે કે ઓક્સિજનની અવરજવર કરવાની જગ્યાએ જ ફેટ જમા થવાના કારણે અસ્થમા થવાનું જોખમ વધે છે.

 • Share this:
  આપણે દિવસમાં કોઈક ને કોઈ પાસેથી તો સાંભળતા જો હોઈશું કે રોજ કસરત કે વર્ક આઉટ કરવું કેટલું જરૂરી છે. ઘણાં લોકો તો તેમની ફીટનેસ પાછળ ઘણી મહેનત પણ કરતા હોય છે. તો ઘણાં લોકો ફક્ત પોતાના ડાયટ ઉપર જ વધુ ધ્યાન રાખતા હોય છે. તો ઘણાં લોકો ભખ્યા રહીને પણ પોતાના શરીરને ફીટ અને હેલ્ધી રાખવાનો પ્રયત્ન કરતા હોય છે. કારણ કે આ બધી બાબતોનું સરખી રીતે ધ્યાન રાખવામાં ન આવે તો શરીર પર ચરબીના થર જામતા વાર પણ નથી લાગતી. આમ તો મેદસ્વિતા સાથે ઘણા રોગો સંકળાયેલા છે. તેથી શરીરનું વજન જાળવી રાખવું એ ખૂબ જ આવશ્યક બાબત છે. મેદસ્વિતા ધરાવતા લોકોમાં કાર્ડિયોવાસ્ક્યુલર રોગનાં જોખમ સાથે ફેફસા પર પણ તેની અસર થાય છે. ફેફસામાં ચરબી જમા થવાના કારણે અસ્થમા થવાનું જોખમ વધે છે.

  'યુરોપિયન રેશ્પિરેટોરી' નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં એક રિસર્ચમાં આ વાત સામે આવી છે. આ રિસર્ચ મુજબ ફેફસાનાં એરવેઝ એટલે કે ઓક્સિજનની અવરજવર કરવાની જગ્યાએ જ ફેટ જમા થવાના કારણે અસ્થમા થવાનું જોખમ વધે છે. શરીરમાં બોડી માસ ઇન્ડેક્સની વધારે માત્રાથી એરવેઝ પર ફેટ જમા થવાનું જોખમ વધે છે. અને આ એરવેઝ પર ફેટ જમા થવાથી ઓક્સિજનના પ્રવાહને તે અસર કરે છે.

  ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા આ રિસર્ચમાં પોસ્ટમોર્ટમ માટેનાં ફેફસાના 52 સેમ્પલ્સ લઈ તેના પર કરવામાં રિસર્ચ કરવામાં આવ્યું હતું. તેમાંથી 15 લોકોને અસ્થમા હતો અને 37 લોકોને અસ્થમા ન હતો. તેમાંથી 21 લોકો તો એવા હતા જેમના મૃત્યુનું કારણ કંઈક બીજું જ હતું.

  આ રિસર્ચમાં જાણવા મળ્યું હતું કે ફેફસાનાં એરવેઝ પર ફેટ જમા થાય છે. રિસર્ચમાં માઈક્રોસ્કોપની મદદથી ફેફસામાં રહેલાં 1373 એરવેઝનું અવલોકન કરવામાં આવ્યું હતું. આ એરવેઝમાં રહેલાં ફેટનાં પ્રમાણની સરખામણી વ્યક્તિનાં બોડી માસ ઇન્ડેક્સ સાથે કરવામાં આવી હતી. તેમાં સામે આવ્યું કે શરીરમાં બોડી માસ ઇન્ડેક્સની વધારે માત્રાથી એરવેઝ પર ફેટ જમા થવાનું જોખમ વધે છે. રિસર્ચમાં શામેલ વૈજ્ઞાનિક નોબલ જણાવે છે કે, ફેફસાના એરવેઝ પર ફેટ જમા થવાથી ઓક્સિજનના પ્રવાહને તે અસર કરે છે. જેના કારણે અસ્થમા થાય છે.

  SBI ના બચત ખાતા પર વ્યાજનો દર ઘટ્યો, વધારે નફા માટે અહીં રોકાણ કરો

  સરકારની મદદથી 2 લાખ રૂપિયામાં શરૂ કરો આ ધંધો, કરશે મોટી કમાણી

  પેટમાં ગૅસ થવાના આ છે 5 કારણો, આજે જ બદલો આ આદત
  Published by:Bansari Shah
  First published: