દાઢે વળગે તેવો 'મગની દાળનો શીરો' બનાવવાની ફટાફટ નોંધીલો Recipes

News18 Gujarati
Updated: March 12, 2020, 11:02 PM IST
દાઢે વળગે તેવો 'મગની દાળનો શીરો' બનાવવાની ફટાફટ નોંધીલો Recipes
ફાઈલ તસવીર

આમતો શીરો અનેક પ્રકારના હોય છે. લગ્ન પ્રસંગોમાં પણ મોટા ભાગે શીરો જોવા મળ્યો હોય છે. લગ્ન પ્રસંગે મગની દાળનો શીર વધારે જોવા મળતો હોય છે. આજે મગના દાળનો શીરો બનાવવાની રીત લઈને આવ્યા છીએ. તો ફટાફટ નોંધી લો મગની દાળનો શીરો બનાવવાની Recipes

  • Share this:
લાઈફસ્ટાઈલ ડેસ્કઃ આમતો શીરો અનેક પ્રકારના હોય છે. લગ્ન પ્રસંગોમાં પણ મોટા ભાગે શીરો જોવા મળ્યો હોય છે. લગ્ન પ્રસંગે મગની દાળનો શીર વધારે જોવા મળતો હોય છે. આજે મગના દાળનો શીરો બનાવવાની રીત લઈને આવ્યા છીએ. તો ફટાફટ નોંધી લો મગની દાળનો શીરો બનાવવાની Recipe

મગની દાળનો શીરો બનાવવાની રીત

સામગ્રી :

અડધો કપ મગની દાળ
અડધો કપ ઘી
અડધો કપ માવોપોણો કપ ખાંડ
વીસ કાજુ
ચાર એલચીનો પાઉડર
પાંચ બદામ

રીત :

મગની દાળને ધોઈને 4-5 કલાક પલાળી રાખો. પલાળેલી દાળને નિતારી લો અને તેને મિક્સરમાં ઝીણી પીસી લો. કડાઈમાં ઘી ગરમ કરી તેમાં ક્રશ કરેલી દાળ ઉમેરી મધ્યમ તાપે શેકો. શેકતી વખતે દાળને હલાવતા રહેવુ. 20-25 મિનીટમાં તે શેકાઈ જશે.  શેકાયેલી દાળ કડાઈ સાથે ચોંટતી નથી અને ઘીથી અલગ દેખાવા લાગે છે એટલે શેકાયેલી દાળને ગેસ પરથી ઉતારી સાઈડમાં મુકી દો.

પછી કડાઈમાં માવો ધીમા તાપે શેકી લો. તેને શેકેલી દાળ સાથે મિક્સ કરી લો. એક વાસણમાં ખાંડ જેટલું જ પાણી મિક્સ કરી તેને ગેસ પર રાખો. પાણી ઉકળી જાય પછી તેને બીજી 2-3 મિનીટ સુધી ઉકળવા દો. ચાસણી તૈયાર છે. દાળમાં આ ચાસણી મિક્સ કરો. કાજુ અને બદામ પણ ઉમેરો. હવે દાળને ગેસ પર ધીમા તાપે પકાવવા મુકો. દાળમાંથી પાણી બળી જાય અને લચકા પડતું મિશ્રણ રહેશે તૈયાર છે મગની દાળને શીરો. તેમાં એલચી પાઉડર મિક્સ કરી દો. બદામની કતરણથી ગાર્નિશ કરીને ગરમા-ગરમ પીરસો. વધેલા શીરાને 7 દિવસ સુધી ફ્રિજમાં સ્ટોર કરીને રાખો.
First published: March 12, 2020
વધુ વાંચો
अगली ख़बर