Home /News /lifestyle /ટેટૂ કરાવવું પડશે ભારે...સ્કિન પર થઇ શકે છે આ ટાઇપનું ભયંકર ઇન્ફેક્શન, ખાસ જાણી લો
ટેટૂ કરાવવું પડશે ભારે...સ્કિન પર થઇ શકે છે આ ટાઇપનું ભયંકર ઇન્ફેક્શન, ખાસ જાણી લો
સ્કિન ઇન્ફેક્શન થાય છે.
Reasons For Infection Due To Tattoo: ફેશનની દુનિયામાં અનેક લોકો ટેટૂ કરાવવાના શોખીન હોય છે, પરંતુ તમને જણાવી દઇએ કે તમે ટેટૂ કરાવો છો તો સ્કિન ઇન્ફેક્શન થવાના ચાન્સિસ સૌથી વધારે રહે છે. આમ, જો તમે પણ ટેટૂ કરાવવાનું વિચારી રહ્યા છો તો પહેલાં ખાસ જાણી લો આ ઇન્ફેક્શન વિશે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજની આ ફેશનની દુનિયામાં અનેક લોકો ટેટૂ કરાવવાના શોખીન હોય છે. તમને ધ્યાન હશે તો અનેક લોકોના હાથ પર, પગની પાની તેમજ શરીરના બીજા અંગો પર ટેટૂ જોવા મળશે. જો કે આ ટેટૂનો શોખ સમય જતા ભારે પડી શકે છે. ટેટૂ ઘણાં વર્ષો પહેલાંથી લોકો કરાવતા આવ્યા છે, પરંતુ આજે એનો ક્રેઝ ખૂબ વધી ગયો છે. આ સાથે જ તમને એક વાત જાણીને નવાઇ લાગશે કે આજકાલ જે લોકો ટેટૂ કરાવે છે તેઓ ઇન્ફેક્શનનો ભોગ વધારે બને છે. ટેટૂ કરાવવાથી સ્કિન ઇન્ફેક્શન થવાના ચાન્સિસ ખૂબ વધી જાય છે.
ટેટૂ એક રીતે સ્કિન ઇન્ફેક્શન હોય છે, જેમાં સ્કિનમાં અનેક નાની-નાની રીતે શાઇ જાય છે. આ સંક્રમણ ત્યારે થાય છે જ્યારે જૂની શાહી ઇફેક્ટેડ થઇ ગઇ હોય. જો કે સ્કિન ઇન્ફેક્શન થવા પાછળ બીજા કારણો પણ જવાબદાર હોઇ શકે છે. તો જાણો આ વિશે તમે પણ..
ટેટૂ ઇન્ફેક્શનનું કારણ
ટેટૂ ઇન્ફેક્શન થવા પાછળ અનેક કારણો જવાબદાર હોઇ શકે છે. ક્લીવલેંડ ક્લિનીક અનુસાર મોટાભાગના કેસમાં ઇન્ફેક્શન શાહી એટલે કે ઇંકને કારણે થાય છે.
ઘણી વાર ટેટૂ બનાવવા માટે જૂની ઇન્કનો ઉપયોગ કરવામાં આવે છે. આમ, જો ઇન્ક વધારે જૂની હોય તો એમાં બેક્ટેરિયા થઇ શકે છે, જે ઇન્ફેક્શનનું કારણ બની શકે છએ. આ સિવાય શાહીના કન્ટેનરમાં પણ બેક્ટેરિયા અને બીજા પદાર્થ મળીને ઇન્ફેક્શનની સ્થિતિ ઉતપન્ન કરી શકે છે.
મોટાભાગની ઇન્કમાં એનિમલ બેસ્ડ એડિટિવીઝ, કેલીગ્રાફી ઇન્ક, કેમિકલ્સ, મેટલ સોલ્ટ, પેન્ટર ટોનર અને કાર પેન્ટર હોય છે જે સ્કિન માટે હાનિકારક સાબિત થઇ શકે છે.
શાહીને પાતળી કરવા અને કલરને મિક્સ કરવા માટે નોનસ્ટરલાઇડ વોટરની જરૂર પડે છે, પરંતુ નળનું પાણી અને ડિસ્ટિલ્ડ વોટરના યુઝથી ઇન્ફેક્શનનો ખતરો વધી જાય છે. આ માટે ટેટૂ બનાવવામાં દર વખતે નવા પાણીની જરૂર પડે છે.
નોનસ્ટરલાઇડ નિડલ
ટેટૂને નિડલ દ્રારા સ્કિન પર દબાણ આપીને બનાવવામાં આવે છે. ઘણી વાર લોકો અનપ્રોફેશનલ ટેટૂ આર્ટિસ્ટ સાથે ટેટૂ બનાવતા હોય છે જેઓ જૂની નિડલનો ઉપયોગ કરતા હોય છે. જૂની અને નોનસ્ટરલાઇડ નિડલ પણ ઇન્ફેક્શનનું કારણ બની શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર