આ રીતે કરો સાચી બ્રા ની પસંદગી, મોટાં બ્રેસ્ટ ધરાવતી મહિલા માટે ખાસ ટીપ્સ

 • Share this:
  આ રીતે કરો સાચા ઈનરવેરની પસંદગી, આ વાતો રાખો ધ્યાનમાં

  કપડાની પસંદગી કરવી એક વખત સરળ હોઈ શકે છે, પરંતુ સાચા ઈનરવેરની પસંદગી કરવી એ વાસ્તવમાં અઘરી બાબત છે. ઘણી વખત એવું બને છે આઈડ્યા ન હોવાના કારણે મહિલાઓ ખોટી બ્રાની પસંદગી કરી લે છે. જેના કારણે તે આખો દિવસ કમ્ફર્ટેબલ નથી અનુભવતી. આ કારણે ઘણી વખત તેઓ પોતાના કપડા સરખાં કરતા જ રહી જાય છે. જે મહિલાઓના બ્રેસ્ટ હેવી હોય છે, તેમને તો ઘણી સમસ્યાઓ આવે છે. પરંતુ જો તમે સાચી બ્રા નથી પહેરતા, તો આખો દિવસ અનકમ્ફર્ટેબલ જાય છે. પરંતુ સાચી સાઈઝની બ્રા પહેરવાથી આત્મવિશ્વાસ પણ ઘણો વધે છે. આવો જાણીએ કેવી રીતે કરશો સાચી બ્રાની પસંદગી?

  - ઘણી વખત બ્રા ખરીદતા સમયે મહિલાઓ ખોટી સાઈઝની પસંદગી કરે છે. જેમની બ્રેસ્ટ હેવી હોય તેમણે આકાર નાનો અને ફર્મ બતાવવા માટે પોતાની બ્રેસ્ટ સાઈઝ કરતાં ઓછાં નંબરની બ્રા ની પસંદગી કરવી જોઈએ. ઘણી વખત બ્રા ની પસંદગી સાચી હોય તો મહિલાઓ બ્રા કપ ની સાઈઝ ઉપર ધ્યાન નથી આપતી. આમ કરવાથી દિવસભર બ્રા ટાઈટ લાગે છે. બ્રા ખરીદતા સમયે પહેલાં બ્રાની સાઈઝ અને બ્રા નો સાચો નંબર તપાસ્યા બાદ ખરીદો.  ઘણી વખત સ્ત્રીઓ બ્રા ની સ્ટ્રેપ્સ પર વધુ ધ્યાન આપે છે. તે દરમિયાન, તે અંડરવાયરની કાળજી નથી લેતી. સ્ટોરમાં કામ કરતી મહિલા કર્મચારીઓની મદદથી સાચી બ્રા પસંદ કરી શકાય છે.

  આ 3 બીમારીઓમાં દર્દીનો જીવ લઈ શકે છે કાચી ડુંગળી..

  આ રીતે પેટ પર હાથ ફેરવવાથી મટી જશે આટલી તકલીફો

  બ્રા પસંદ કરતી વખતે, ધ્યાનમાં રાખો કે તેના બેન્ડ ખૂબ નરમ અને સહાયક હોય, જે તમારા સ્તનોને સારી રીતે ટેકો આપી શકે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે તે આરામદાયક હોય. ખૂંચે તેવી કે ટાઈટ ન હોવી જોઈએ.

  બ્રા ખરીદતી વખતે, તેના છેલ્લા હૂકનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો, જેથી જ્યારે બ્રા ની ઈલાસ્ટિક ઢીલી થઈ જાય તો તમે બીજા હૂકનો પણ ઉપયોગ કરી શકો. તેમજ બ્રા ના કપ પસંદ કરતી વખતે, ધ્યાનમાં રાખો કે કપ ખૂબ નરમઅને સંપૂર્ણ રીતે ફીટ થાય તેવા છે. કોઈ જગ્યા બાકી ન રહે. આ ઉપરાંત, કાળજી રાખો કે સ્તનને પાછળથી, આગળ અને બાજુથી સંપૂર્ણ પણે ટેકો મળવો જોઈએ. જેથી તે બેકાર ન દેખાય.  હેવી બ્રેસ્ટ વાળી મહિલાઓ ઘણી વખત પેડેડ બ્રા પહેરવાથી મોં ફેરવી લે છે એ સમજીને કે બ્રેસ્ટ હેવી લાગશે. હકીકતમાં આવી બ્રા વધુ સપોર્ટિવ હોય છે. આ તેમને એક પરફેક્ટ અને ફીટ લૂક આપવામાં મદદ કરે છે.

  તેથી આ બાબતોને ધ્યાનમાં રાખીને જ સાચી બ્રા ની પસંદગી કરવી ખૂબ જ જરૂરી છે. તેમજ મોટી બ્રેસ્ટ ધરાવતી મહિલાઓએ પણ આ ખાસ ટીપ્સ ધ્યાનમાં રાખવી જોઈએ, જેથી કરીને તેમનો આત્મવિશ્વાસ પણ વધે અને એક સારો અને ડિસન્ટ લૂક તે મેળવી શકે. સાચી બ્રા પહેરવાથી કમ્ફર્ટ-ઝોન પણ વધી જાય છે.

  બેડરૂમમાં જાતીય ક્ષણો માણતી વખતે ના ભૂલશો આ પ્રવૃત્તિ
  Published by:Bansari Shah
  First published: