Home /News /lifestyle /આજે અને કાલે પણ નહીં..ઓઇલી સ્કિન છે તો ભૂલથી પણ આ 3 વસ્તુઓ લગાવશો નહીં, ખીલથી મોં ભરાઇ જશે
આજે અને કાલે પણ નહીં..ઓઇલી સ્કિન છે તો ભૂલથી પણ આ 3 વસ્તુઓ લગાવશો નહીં, ખીલથી મોં ભરાઇ જશે
કોકોનટ ઓઇલ લગાવશો નહીં.
What not to use for oily skin: ઓઇલી સ્કિનના લોકો અનેક વાર કંટાળી જતા હોય છે. ઓઇલી સ્કિનની કેર અનેક રીતે કરવી પડે છે. જો તમે ઓઇલી સ્કિનની કાળજી રાખતા નથી તો ખીલ જેવી અનેક સમસ્યાઓ થાય છે અને ફેસ ગંદો લાગે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: અનેક લોકોની સ્કિન ઓઇલી હોય છે. સામાન્ય કરતા ઓઇલી સ્કિનના લોકોને ફેસ તેમજ સ્કિનની અનેક સમસ્યાઓ થતી હોય છે. ઓઇલી સ્કિનના લોકો બાખીના સ્કિન ટોન કરતા વધારે દુખી હોય છે. આવું એ માટે કે દર વખતે ઓઇલી સ્કિનમાં સીરમનું પ્રોડક્શન રહેતું હોય છે. આનાથી સ્કિન પોર્સ પ્રભાવિત રહે છે અને ગંદકીને કારણે બંધ થઇ જાય છે. આ સમસ્યાને કારણે એક્ને અને ખંજવાળની સમસ્યા રહેતી હોય છે. આમ, તમે એ વાત ખાસ જાણી લો કે ઓઇલી સ્કિન પર શું લગાવશો અને શું નહીં. જો તમે કોઇ પણ વસ્તુ ઓઇલી સ્કિન પર લગાવો છો તો અનેક ઘણું નુકસાન થાય છે. તો જાણી લો કઇ વસ્તુઓ લગાવવાથી સ્કિનને નુકસાન થાય છે.
ઓઇલી સ્કિન પર આ વસ્તુઓ લગાવશો નહીં - Ingredients to avoid for oily skin
નારિયેળ તેલ
નારિયેળ તેલ ત્વચા માટે અનેક રીતે ફાયદાકારક છે, પરંતુ તમારી સ્કિન ઓઇલી છે તો તમારા માટે નારિયેળ તેલ નુકસાનકારક છે. જો કે નારિયેળ તેલની ગણતરી એક સારામાં થાય છે, પરંતુ ઓઇલી સ્કિનના લોકો માટે ખરાબ સાબિત થાય છે. ઓઇલી સ્કિનમાં પહેલાંથી જ ઓઇલનું પ્રોડક્શન વધારે રહે છે. આ સિવાય નારિયેળ તેલનો ઉપયોગ તમે કરો છો તો ખીલ થવાના ચાન્સિસ વધી જાય છે. નારિયેળ તેલમાં રહેલું ફેટી એસિડ તમારી સ્કિનને ચીકણી કરે છે જેના કારણે ખીલ થાય છે.
ચહેરા માટે સ્ક્રબ અનેક રીતે ફાયદાકારક છે, પરંતુ તમારી સ્કિન ઓઇલી છે તો તમારે સ્ક્રબનો ઉપયોગ કરવો જોઇએ નહીં. સ્ક્રબ તમારી સ્કિનને અનેક રીતે નુકસાન પહોંચાડે છે. એક્સફોલિએશન ત્વચાના રોમછિદ્રોમાં ઊંડાઇ સુધી જાય છે અને ત્વચાને ગંદકી અને અશુદ્ધિઓને દૂર કરે છે. એવામાં જો તમને બેસન અને ચોખાના લોટનો ઉપયોગ સ્ક્રબ તરીકે કરો છો તો સ્કિન અંદરથી ડેમેજ થાય છે અને નુકસાન પહોંચાડે છે.
ગ્લિસરીન અને પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ
પેટ્રોલિયમ જેલી જેવી વસ્તુઓ તમારી સ્કિનને અનેક રીતે નુકસાન પહોંચાડે છે. જેલ બેસ્ડ મોઇસ્યુરાઇઝર તમારી ત્વચા પર ચીકણું કરે છે અને જમા થઇ શકે છે. આ સાથે જ સ્કિન પોર્સને બંધ કરી દે છે. આ તમારી સ્કિનને ચીકણી બનાવે છે અને સાથે ખીલ થાય છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર