Home /News /lifestyle /

ઉપવાસમાં પેટ-પૂજા કરાવો 'ફરાળી ફ્રુટ-વેજ કટલેટ' થી

ઉપવાસમાં પેટ-પૂજા કરાવો 'ફરાળી ફ્રુટ-વેજ કટલેટ' થી

    સામગ્રી

    પોણો કિલો બટેકા
    ૨૫૦ ગ્રામ શક્કરીયા
    ૨૦૦ ગ્રામ/ અડધી દુધી
    ૧/૨ બાઉલ દાડમના દાણા
    ૧/૩ બાઉલ કોપરાનું છીણ
    ૧/૨ બાઉલ કોથમીર
    ૧/૪ બાઉલ લીલા મરચા-આદુની પેસ્ટ
    ૧/૩ બાઉલ શીંગદાણાનો ભુક્કો
    ૧/૪ બાઉલ કાજુના ટુકડા
    ૧ બાઉલ પલાળેલા સાબુદાણા
    ૨-૩ ચમચા તપકીરનો લોટ (Potato Starch)
    ૩ ચમચી લાલ મરચું
    ૨-૩ ચમચી ખાંડ
    ૩ ચમચી જીરું પાઉડર
    મીઠું
    તપકીરનો લોટ કોટિંગ માટે
    તેલ

    રીત :

    *  સૌ પ્રથમ ત્રણેક કલાક સાબુદાણાને પલાળી લઇ કપડા પર પાથરી દેવા. પછી બટેકા, દુધી અને શક્કરીયાને બાફી લેવા. પછી છાલ નીકાળી એક મોટા વાસણમાં લેવું.
    *  પછી તેમાં દાડમ, કોથમીર, કોપરાનું છીણ, કાજુ, લીલા મરચા-આદુની પેસ્ટ, શીંગદાણાનો ભુક્કો, લાલ મરચું, જીરું પાઉડર, ખાંડ, મીઠું ઉમેરી હાથેથી હલાવતા જવાનું અને બટેકા, શક્કરીયા, દુધીનો છૂંદો કરતું જવાનું. પછી તેમાં સાબુદાણા અને તપકીરનો લોટ ઉમેરી મિક્ષ કરવું.
    *  પછી એક ડીશમાં તપકીરનો લોટ લઇ, હાથને તેલવાળા ગ્રીસ કરી નાની નાની કટલેટ વળી લેવી.
    *  પછી તેને તપકીરમાં રગદોળી નોનસ્ટીક પેનમાં થોડું તેલ મૂકી સેલો ફ્રાય કરવી. બને બાજુ ગુલાબી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકવી
    * તો તૈયાર છે ફરાળી ફ્રુટ વેજ કટલેટ સોસ જોડે સર્વ કરશું.

    નોંધ:

    1  તપકીરની બદલે રાજગરાનો, આરાલોટ લઇ શકાય.
    2  આમલીની કે લીલી ચટણી જોડે પણ સર્વ કરી શકાય.
    3  ચાખીને જેવું તીખું- ખારું- મીઠું ભાવતું હોય તે પ્રમાણે મસાલો વધઘટ કરી                શકાય.
    4  જૈન બનાવી હોય તો કાચા કેળા અને દુધીનો ઉપયોગ કરી બનાવી શકાય.
    First published:

    Tags: Cooking, Farali dish, Farali fruit veg cutlet, Farali recipe, ખોરાક, ફરાળી ફ્રુટ-વેજ કટલેટ, રેસીપી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन