મોરૈયો તેમજ સાબુદાણાને અલગ અલગ વાસણમાં 5 - 6 કલાક પલાળી પછી મિક્સરમાં પીસીને તેનું ખીરું તૈયાર કરી તેમાં મીઠુ તેમજ સાજીના ફૂલ નાંખવા તેના પુડલા બનાવવા.
તાંસળામાં તેલ ગરમ થાય એટલે જીરાનો વઘાર કરી તેમાં હળદર ,લીમડાનાં પાન, આદુ-મરચાંની પેસ્ટ, સિગદાણાનો ભૂકો તેમજ કોબિજનું છીણ નાંખી થોડીવાર સાંતળવું .ત્યારબાદ તેમાં જીણા સમારેલા બટાકા તેમજ મીઠુ, લીંબુ, ખાંડ નાંખી હલાવીને ગેસ પરથી ઉતારી લેવું.ખીરા માંથી તૈયાર થયેલા ઢોંસાના પુડલામા આ પૂરણ પૂરવું.
સાંભાર માટે :
દહીંમાં રાજગરાનો લોટ નાંખી બ્લેન્ડરથી મીક્ષ કરવું. તપેલીમાં તેલ ગરમ મૂકી લવિંગ, જીરાનો વઘાર કરી, લીમડાનાં પાન, આદુ- મરચાંની પેસ્ટ તેમજ હળદર નાંખી કઢી વઘારવી. તેમાં મીઠું તેમજ ખાંડ નાંખી પાંચ મિનિટ સુધી કઢી ઉકાળી લેવી.