Fact Check: દિવસમાં 3 વાર હર્બલ ચા પીવાથી કોરોનાથી ઇમ્યૂન થઈ શકાય?

News18 Gujarati
Updated: May 11, 2020, 3:39 PM IST
Fact Check: દિવસમાં 3 વાર હર્બલ ચા પીવાથી કોરોનાથી ઇમ્યૂન થઈ શકાય?
વળી સવારે ખાલી પેટે ચા પીવાથી ઓરલ હેલ્થને પણ નુક્શાન થાય છે. જેના કારણે મોં માંથી ગંદી સ્મેલ આવવા લાગે છે. જો સવારે ચા પીવાની આદત હોય તો તેને બદલવી જોઇએ.

આયુષ મંત્રાલયની સલાહ મુજબ લોકોને ખાસ આયુર્વેદિક જડીબુટ્ટીઓથી બનેલો ઉકાળો પીવો જોઈએ

  • Share this:
નવી દિલ્હીઃ સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર ભારતમાં કોરોના વાયરસ (Coronavirus)ના 67 હજારથી વધુ કેસ સામે આવ્યા છે જેમાંથી 2200થી વધુ લોકોનાં મોત પણ સામેલ છે. એક તરફ વૈજ્ઞાનિક તેની દવાના રિસર્ચમાં લાગ્યા છે તો બીજી તરફ સોશિયલ મીડિયા (Social Media) અને ત્યાં સુધી કે ટીવી ઉપર પણ એવા દાવા કરવામાં આવી રહ્યા છે જેના કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. આયુષ મંત્રાલયની સલાહ મુજબ લોકોને ખાસ આર્યુર્વદીક જડીબુટ્ટીઓથી બનેલો ઉકાળો પીવો જોઈએ. મંત્રાલયનું કહેવું છે કે તેનાથી શરીરની બીમારીઓ સામે લડવાની તાકાત વધી જાય છે. બીજી તરફ એક્સપર્ટ્સ અનુસાર આવા કોઈ પુરાવા હજુ સુધી નથી મળ્યા.

આયુષ મંત્રાલયે શું 4 સલાહ આપી?

તેમાં આયુર્વેદ, યોગ, નેચરોપેથી, યૂનાની, સિદ્ધ અને હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિઓ આવે છે. આયુષ મંત્રાલયે ઘરગથ્થૂ ઉપાયોની વાત કરી હતી જેથી સંક્રમણથી બચાવ માટે શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા સારી રહે. તે હેઠળ આપવામાં અવેલી 4 સલાહોમાં ગરમ પાણી પીવું, હર્બલ ચા, ઉધરસ થતાં ફુદોનો કે કોથમીરનો નાસ લેવો અને ચ્યવનપ્રાશ ખાવાની સલાહ સામેલ હતી.

આયુષ મંત્રાલય અનુસાર હર્બલ ચા ઇમ્યૂનિટી વધારવા માટે ઘણી સારી સાબીત થઈ શકે છે. (પ્રતીકાત્મક તસવીર)


શું છે આ હર્બલ ચા?

આ એક ખાસ પ્રકારનો ઉકાળો છે જે તુલસી, મરી, તજ, આદુ, કિશમિશ જેવી ચીજોને મેળવીને ઉકાળતાં તૈયાર થાય છે. મંત્રાલય મુજબ તે ઇમ્યૂનિટી વધારવા માટે ઘણી સારી હોઈ શકે છે. જોકે યેલ યુનિવર્સિટી ની ઇમ્યૂનોલોજિસ્ટ Akiko Iwasaki મુજબ આ પ્રકારના દાવાઓ પાછળ કોઈ પ્રમાણ નથી. ત્યાં સુધી કે ભારત સરકારની ફેક્ટ ચેકિંગ સંસ્થા PIBએ જ ટ્વિટ પર આવા જ એક દાવાને ખોટો ગણાવ્યો છે. એક દાવા અનુસાર ગરમ પાણમાં મીઠું અને વિનેગર મેળવીને પીવાથી કોરોના ખતમ થઈ જાય છે. ટ્વિટર પર PIBએ લોકોને આવા કોઈ પણ ભ્રામક જાણકારીથી દૂર રહેવાની સલાહ આપી હતી.

આ પણ વાંચો, શિશુને કોરોના સંક્રમણથી બચાવીને રાખે છે માતાનું દૂધઃ રિસર્ચમાં દાવો

આમ તો હર્બલ ચા પીવાથી કોરોના વાયરસથી બચી શકાય છે એવી ભ્રામક માહિતી કોરોનાના ઉદભવ સ્થાન ચીનથી જ આવી છે. આ જાણકારીમાં તે ભૂતપૂર્વ ચીની ડૉક્ટર Li Wenliangનો હવાલો આપવામાં આવી રહ્યો છે, જેઓએ કેટલાક ડૉક્ટર્સની સોથ મળી સૌથી પહેલા કોરોનાની જાણકારી સામે લાવવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં Li Wenliang પોતે જ કોરોનાના દર્દીઓની દેખભાળ દરમિયાન સંક્રમિત થઈ ગયા અને જીવ ગુમાવી બેઠા. સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા દાવા અનુસાર ડૉક્ટરે પોતે એક કેસ ફાઇલમાં હર્બલ ચા વિશે લખ્યું હતું. ચામાં એક પ્રકારનું તત્વ methylxanthines હોય છે જે વાયરસની અસરને ઘણે અંશે ઓછી કરે છે. ભ્રામક પોસ્ટ્સમાં એવું પણ લખ્યું હતું કે ચીનની હૉસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને દિવસમાં ત્રણ વાર હર્બલ ચા આપવામાં આવી રહી છે.

ડૉક્ટર Li Wenliangને કોરોનાના હીરો તરીકે રજૂ કરવામાં આવી રહ્યા છે.


તપાસમાં જાણવા મળ્યું કે ચામાં methylxanthines નામનું તત્વ હોય તો છે પરંતુ એ વાતનો કોઈ પુરાવો નથી કે મૃત ડૉક્ટર ચાની અસર પર કોઈ પ્રકારનું રીસર્ચ કરી રહ્યા હતા. જેમાં એવો નિષ્કર્મ જોવા મળતો હતો. વુહાની જ સેન્ટ્રલ હૉસ્પિટલના તેઓ આંખોના ડૉક્ટર હતા, ન કે વાયરોલોજી એક્સપર્ટ. તેનાથી એ વાતની શક્યતા ખતમ થઈ જાય છે કે વાયરસ પર રિસર્ચ કરી રહ્યા હશે. આમ તો ડૉક્ટરના મોત ઉપર પણ આશંકાઓ છે અને દેશની સૌથી મોટી એન્ટી-કરપ્શન એજન્સી National Supervisory Commission તેમના મોત અંગે તપાસ કરી રહી છે.

આ પણ વાંચો, સાવધાનઃ ધરતી પર બીજા ગ્રહથી લાવેલા સેમ્પલથી વધુ શકે છે વાયરસનો ખતરો!
First published: May 11, 2020, 3:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading