Home /News /lifestyle /

વજાઇનાની આસપાસનાં વાળ સાથે જોડાયેલી 5 રોચક વાતો, જે આપ નહીં જાણતા હોવ

વજાઇનાની આસપાસનાં વાળ સાથે જોડાયેલી 5 રોચક વાતો, જે આપ નહીં જાણતા હોવ

યોનીમાર્ગનાં વાળ અંગે જાણવાં જેવી વાતો

Vaginal Health: મહિલાઓનાં શરીરમાં ઘણી જગ્યાએ વણજોઇતા વાળ હોય છે. વજાઇનની આસ પાસ વાળ હોવા પણ મહિલાને કંઇ ખાસ પસંદ હોતું નથી. તેથી ઘણી મહિલાઓ બિકિની વેક્સને તેમનાં બ્યૂટી રૂટીનમાં શામેલ કરી દીધુ છે. પણ વજાઇનાની પાસે વાળ હોવા એક કુદરતી પ્રક્રિયા છે અને દરેક કુદરતી પ્રક્રિયાનું કંઇક ખાસ મહત્વ હોય છે.

વધુ જુઓ ...
  લાઇફ સ્ટાઇલ ડેસ્ક: સામાન્ય રીતે મહિલાઓને પ્યૂબિક એરિયામાં ઉગનારા વાળ અંગે ફક્ત એટલી જ માહિતી હોય છે કે આ હેર રિમૂવ કરવાંથી વજાઇના (Vajinal Health) ક્લિન રહે છે. બ્યૂટીશિયનો વજાઇનાનાં વાળ હટાવવા માટે ઘણાં વિકલ્પો પણ આપે છે. પણ શું તમને ખબર છે કે, વજાઇનાનાં વાળ (Hair Removal) અંગે વધુ ઉંડાણપૂર્વક જાણવાનો પ્રયાસ કર્યો છે. આ આર્ટિકલમાં અમે આપને પ્યૂબિક એરિયામાં ઉગનારા વાળ વિશે કેટલીક રોચક જાણકારી આપીશું. જે આપને પહેલાંથી માલૂમ નહીં હોય. ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર અંજલી કુમારે આ અંગે એક પોસ્ટ તેમનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે.

  વજાઇનલ હેરની લંબાઇ
  તરુણાવસ્થાની શરૂઆત સાથે, સ્ત્રીઓના પ્યુબિક એરિયામાં વાળ ઉગવા લાગે છે. વાળનો વિકાસ જાંઘની અંદરની બાજુથી શરૂ થાય છે અને પછી જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ વાળની ​​વૃદ્ધિ પ્યુબિક બોન સુધી વિસ્તરે છે. આ વાળ એ જ રીતે કામ કરે છે જે રીતે પાંપણો આંખો માટે કરે છે. જે રીતે પાંપણો આંખો માટે ફિલ્ટર છે, તેવી જ રીતે યોનિમાર્ગના વાળ કોઈપણ પ્રકારની ગંદકીને યોનિની અંદર જતા અટકાવે છે. યોનિનાં વાળ માથાનાં વાળની જેમ વધતા નથી તેની એક નિશ્ચિત લંબાઇ હોય છે તે બાદ તે વધતા નથી.

  આ પણ વાંચો- Zodiac Signs: કન્યા રાશિ માટે આ 4 રાશિનાં પાર્ટનર છે બેડરૂમમાં છે એકદમ પરફેક્ટ

  વજાઇનલ વાળ અને હાઇજીન
  ઘણી મહિલાઓનું માનવું છે કે, વજાઇનાને સાફ રાખવા માટે પ્યૂબિક એરિયાનાં વાળ રિમૂવ કરી દેવા જોઇએ. પણ આપને જણાવી દઇએ કે, આ વાળ હોવાથી વજાઇનાની સાફ-સફાઇમાં કંઇ અંતર આવતું નથી. પણ વજાઇનાની આસ પાસ વાળ હોય તો આપની વજાઇના વધુ સુરક્ષિત રહે છે કારણ કે આ વાળ ફિલ્ટરનું કામ કરે છે. તે ગંદકીને વજાઈનાની અંદર પ્રવેસતા રોકે છે.  વજાઇનામાંથી આવતી ગંધ વાળને કારણે હોય છે?
  આ એક મિથ્યા છે. વજાઇનાનાં વાળ ક્યારેય તેમાંથી આવતી ગંધનું કારણ ન હોઇ શકે. જો પ્યૂબિક એરિયામાં વાળ છે તો, તેમનાં હોવા કે ન હોવાનાં કારણે વજાઇનામાંથી ગંધ આવતી નથી. પણ એક શોધ એ પણ કહે છે કે, જેમ શરીરનાં અન્ય ભાગમાં પરસેવો થાય છે તેમ વજાઇનામાં પણ પરસેવો થાય છે અને આ ગંધ તે જ પરસેવાનાં કારણે ઉત્પન્ન થાય છે.

  આ પણ વાંચો- Pregnancy Sex: પ્રેગ્નેન્સી સમયે સેક્સ માણવું યોગ્ય કે નહીં?

  શું શેવિંગ કરવાથી યોનિમાર્ગના વાળની ​​લંબાઈ વધે છે?
  મહિલાઓમાં એક ગેરસમજ પણ છે કે જો તે યોનિમાર્ગના વાળ કપાવશે તો ત્યાં વધુ વાળ ઉગવા લાગે છે. એવું નથી કે યોનિમાર્ગના વાળ શેવ કર્યા પછી પણ તે તેની લંબાઈ પ્રમાણે વધશે. હા, એટલું ચોક્કસ કહી શકાય કે જ્યારે તમે પ્યુબિક એરિયા પર ઉગતા વાળને રેઝરની મદદથી દૂર કરો છો, તો જ્યારે વાળ ફરીથી ઉગવા લાગે છે, ત્યારે તે જગ્યામાં ખંજવાળ આવે છે અને વાળ વધુ સખત થઈ જાય છે, જેના કારણે તે તમને ચુભે છે.  શું આજીવન યોનિમાર્ગમાં રહે છે વાળ?
  પ્યુબિક એરિયામાં વાળ આજીવન રહે છે કે કેમ તે જાણવાની મહિલાઓમાં પણ ઉત્સુકતા જન્મી છે. એવું નથી, જેમ શરીર અને માથાના વાળ પાતળા થઈ જાય છે અથવા ઉંમર વધવાની સાથે અથવા કોઈ રોગને કારણે ખરવા લાગે છે, તેવી જ રીતે પ્યુબિક એરિયામાં ઊગતા વાળ પણ સમય જતાં પાતળા થવા લાગે છે અને ઘટવા લાગે છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Hair Removal, Vaginal hair, Vaginal health

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन