Home /News /lifestyle /#કામની વાતઃ શું બધાએ કોન્ડોમનો ઉપયોગ કરવો જ જોઈએ?

#કામની વાતઃ શું બધાએ કોન્ડોમનો ઉપયોગ કરવો જ જોઈએ?

કોન્ડમનો ઉપયોગ બધાએ કરવો જ પડે કે નહિં? જાણો શું કહે છે એક્સપર્ટ

ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ)

સમસ્યા: માનનીય ડોક્ટર સાહેબ મારી ઉંમર 21 વર્ષની છે. 6 મહિના પછી મારા લગ્ન લેવાવના છે. મારે એ જાણવું છે કે કોન્ડમનો ઉપયોગ એ બધા કરવો જ પડે કે પછી જેને એક જ સ્ત્રી જોડે (પત્ની) સંબંધ હોય તે ના કરે તો ચાલે? અને જો વાપરવો પડે તો શા માટે એનો મને ખ્યાલ આવતો નથી.

ઉકેલ: કોન્ડમ-નિરોધ એ અત્યંત પાતળું રબ્બરનું આવરણ છે જેને સંભોગ પૂર્વે ઉતેજીત ઇન્દ્રિય પર સરકાવાનું હોય છે. આમ કરવાથી વિર્યસ્ખલન નિરોધની અંદર થાય છે. અને બાળક રહેતું નથી. નિરોધને આ હેતુથી બનાવવામાં આવેલ સાથે સાથે નિરોધના ઉપયોગથી જાતિય સમાગમથી થતી બિમારીઓ અને એઇડ્રસ જેવા ગંભીર-જીવલેણ રોગ સામે પણ રક્ષણ મળે છે. માટે જેને બાળક ના જોઇતુ હોય અથવા લગ્નજીવન બહાર કે સજાતીય સંબંધ હોય તે દરેક વ્યક્તિએ નિરોધનો ઉપયોગ કરવો જ જોઇએ. આ લોકો માટે નિરોધ સેક્સ અને મોતની વચ્ચે દિવાલ જેવું કામ કરે છે. નિરોધના ઉપયોગથી જાતિય આનંદ ધટી જાય છે તે એ ખોટી માન્યતા છે. છતાં પણ આનંદ ઓછો થયેલ લાગે તો તે માત્ર માનસિક કારણ વંશ હોવાની શક્યતા વધારે છે.
First published:

Tags: Condom, Dr paras shah, Kaam ni vat, Sex advice, Sexologist, કામની વાત