Home /News /lifestyle /Facewash Side Effect: શું તમને વારંવાર ચહેરો ધોવાની આદત છે? તો જાણી લો તેના ગેરફાયદા
Facewash Side Effect: શું તમને વારંવાર ચહેરો ધોવાની આદત છે? તો જાણી લો તેના ગેરફાયદા
વારંવાર ફેસ વોશ કરવાથી ત્વચા શુષ્ક થઈ જાય છે. (Image- Shutterstock)
Facewash Side Effects: વારંવાર ચહેરો ધોવાથી સ્કિનને ફાયદો નથી થતો, ઊલટું તેની સાઈડ ઇફેક્ટ્સ ચહેરા પર દેખાવા લાગે છે. વારંવાર ફેસ વોશ કરવાથી સ્કિન પરથી નેચરલ ઓઈલ નીકળી જાય છે.
Facewash Side Effects: ગંદકી અને ધૂળથી ચહેરાની ત્વચાને સુરક્ષિત રાખવા માટે ઘણાં લોકો દિવસમાં કેટલીય વાર ફેસવોશથી ચહેરો સાફ કરે છે. તેમને લાગે છે કે તેનાથી ચહેરાની સ્કિનમાં ગ્લો આવે છે. પરંતુ જણાવી દઈએ કે વારંવાર ચહેરો ધોવાથી સ્કિનને ફાયદો નથી થતો, ઊલટું તેની સાઈડ ઇફેક્ટ્સ ચહેરા પર દેખાવા લાગે છે. વારંવાર ફેસ વોશ કરવાથી સ્કિન પરથી નેચરલ ઓઈલ નીકળી જાય છે. જેને કારણે ઘણાં નુકસાન થઈ શકે છે. તમને જણાવીએ કે વારંવાર ફેસ વોશ કરવાથી તમને શું નુકસાન થઈ શકે છે.
નેચરલ ઓઇલ છે જરૂરી
સ્કિન પોતાની સેફ્ટી માટે પોતે નેચરલ ઓઇલ ઉત્પન્ન કરે છે. તે સ્કિન સેલ્સ માટે લુબ્રિકન્ટની જેમ કામ કરે છે અને સ્કિનને યંગ અને ગ્લોઇંગ રાખવામાં મદદ કરે છે. આ સાથે તે નવા સેલ્સના પ્રોડક્શનમાં પણ મદદરૂપ સાબિત થાય છે. જ્યારે વારંવાર ફેસ વોશ કરવામાં આવે તો સ્કિનનું આ નેચરલ ઓઇલ નીકળી જાય છે જેને કારણે સ્કિન ડ્રાય થવા લાગે છે.
આ નુકસાન થઈ શકે છે
- વારંવાર ચહેરો ધોવાથી ત્વચામાં ફાઇન લાઇન્સ બનવા લાગે છે. જેના કારણે ત્વચા પર કરચલીઓ દેખાવા લાગે છે.
- ઘણી વખત ચહેરો ધોવાને કારણે આંખોની આસપાસની ત્વચા પણ ઢીલી પડવા લાગે છે જેથી તમારી ઉંમર બહુ વધી ગયેલી લાગે છે.
- વારંવાર ફેશ વોશ કરવાથી ત્વચામાં શુષ્કતા વધી જાય છે, જેના કારણે ત્વચાની ચમક ફિક્કી થવા લાગે છે.
- ત્વચાનું pH બેલેન્સ પણ વારંવાર ફેશ વોશ કરવાથી ખોરવાઈ જાય છે. જેના કારણે તમને ત્વચાની અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે.
તમારી સ્કિન ડ્રાય હોય, ઓઈલી હોય કે પછી નોર્મલ, તમારે દિવસમાં ફક્ત બે જ વખત ફેસવોશ કરવું જોઈએ. તેનાથી સ્કિનમાં નેચરલ ઓઇલ જળવાઈ રહે છે અને ત્વચા શુષ્ક પણ નથી થતી. જો તમારી સ્કિનમાં ડ્રાયનેસ વધી જાય તો તમે આ માટે દહીં અને મધની મદદ લઈ શકો છો. આ માટે દરરોજ બે ચમચી દહીં અને અડધી ચમચી મધ ભેળવીને ચહેરાનો મસાજ કરવો જોઈએ. આમ કરવાથી ત્વચાની શુષ્કતા દૂર થશે અને સ્કિનમાં ગ્લો પણ આવશે.
જો તમને ઘણી વાર ચહેરો ધોવાની આદત હોય તો તમે પાણીને બદલે બીજી કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમને સંતોષ પણ મળશે અને તમારા ચહેરાને નુકસાન થવાને બદલે ફાયદો થવા લાગશે. આ માટે તમે એક વાર પોતાનો ફેસ એલોવેરા જેલથી સાફ કરો. તો બીજી વખત ત્વચાને મોઈશ્ચરાઈઝરથી સાફ કરીને થોડો સમય મસાજ કરો. જો તમે ઇચ્છો તો ચહેરાને સાફ કરવા માટે ગુલાબજળનો ઉપયોગ પણ કરી શકો છો અથવા કાચા દૂધમાં કોટન બોળીને પણ ચહેરો સાફ કરી શકો છો.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર