Home /News /lifestyle /Facebookએ પણ માન્યુ કે ખતરનાક છે 'સોશિયલ મીડિયા'

Facebookએ પણ માન્યુ કે ખતરનાક છે 'સોશિયલ મીડિયા'

શું સોશિયલ મીડિયા યૂઝર્સ માટે ખતરનાખ છે? શું સોશિયલ મીડિયાથી યૂઝર્સની મેન્ટલ હેલ્થ પર અસર થાય છે? શું કોઈ પણ પોસ્ટ પર હજારો-લાખો કમેન્ટસ આવવાથી યૂઝર્સનું માનસિક શોષણ થઈ શકે છે? બની શકે કે સોશિયલ મીડિયા સાથે જોડાયેલા હોવાથી આપણને ખુદ્દને આ સવાલો થયા. ફેસબૂક ખુદ્દ માને છે કે સોશિયલ મીડિયા પર વધારે સમય વિતાવવાથી યૂઝર્સના માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થઈ શકે છે.

શું સોશિયલ મીડિયા પર યૂઝર્સનું શોષણ થાય છે?
નવેમ્બરમાં ફેસબુકના પહેલા પ્રેસિડેન્ટ શોન પાર્કરે સોશિયલ મીડિયાને લઈને સખ્ત નિવેદન આપ્યું હતું. જેને દુનિયાભરમાં સોશિયલ મીડિયા અને સોસાયટીને લઈને નવી ચર્ચા ઉભી કરી. પાર્કરે સ્પષ્ટ કહ્યું કે સોશિયલ મીડિયા પર યૂઝર્સ માનસિક રીતે પીડાય છે. સોશિયલ મીડિયા યૂઝર્સનું શોષણ કરી રહ્યું છે. સોશિયલ મીડિયા પર થતી ટિપ્પણીઓ લોકોને યાતના આપે છે.

પાર્કરે સોશિયલ મીડિયા પર બાળકો પર થતી અસરને લઈને પણ પોતાની પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે આપણા બાળકોના બ્રેન સાથે સોશિયલ મીડિયા શું કરી રહ્યું છે. આ માત્ર ભગવાનના જ જાણે છે? આ નિવેદન બાદ ફેસબૂકના પૂર્વ કાર્યકારી ચમથ પાલિહપતિયાએ પણ પોતાનું ચોંકાવનારૂ નિવેદન આપ્યું.

સમાજને નષ્ટ કરી રહ્યું છે સોશિયલ મીડિયા?
ફેસબૂકના પૂર્વ કાર્યકારીએ કહ્યું કે સોશિયસ મીડિયા નેટવર્ક સોસાયટીને નષ્ટ કરી રહી છે. તેમણે કહ્યું કે સમાજનું કામ કરવાની રીત સોશિયલ મીડિયાને લઈને નષ્ટ થઈ રહી છે. ત્યારે બંને અધિકારીઓના નિવેદન પર ફેસબૂકે એક બ્લોગ પોસ્ટ કરીને જવાબ આપ્યો છે.

ફેસબૂકે બ્લોગ પોસ્ટ કરી સ્વીકાર કર્યો છે કે સોશિયલ મીડિયાથી યૂઝર્સની માનસિક સ્થિતિ પર અસર થઈ શકે છે. ફેસબૂકે લખ્યુ છે કે ઇન્ટરનેટએ લોકોની સામાજિકતાને ખત્મ કરી છે. જોકે ફેસબૂકે એ પણ કહ્યું છે કે સોશિયલ મીડિયાના પોઝિટિવ પોઇન્ટસ પણ છે.

ફેસબૂકે કહ્યું કે, સોશિયલ મીડિયા પર યૂઝર્સને વારંવાર સૂચનાઓ આપવામાં આવે છે. જેનાથી તેમનો મુડ ખરાબ થઈ શકે છે. ફેસબૂકે મિશિગન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર થયેલી શોધનો હવાલો આપ્યો. સેન ડિએગો અને યેલ યુનિવર્સિટીના રિસર્ચનું કહેવું છે કે જો કોઈ પર્સન કોઈ લિંક પર એવરેજથી ચાર ગણું વધારે લાઈક કરે છે તે તો તેમના માનસિક સ્વાસ્થય પર અસર પડે છે. ફેસબૂકે કહ્યું કે સોશિયલ મીડિયા સમય વિતાવવા માટે નથીં. પરંતુ સોશિયલ ઇન્ટરેક્શન માટે છે.
First published:

Tags: CEO Mark Zuckerberg, Facebook, Social media

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन