સ્ત્રીઓને લગ્ન કે પાર્ટીમાં તેમની સુંદરતાના વખાણ થાય તે ગમતું હોય છે. આ કારણ કે જ્યારે પણ પાર્ટીમાં જવાનું હોય ત્યારે મહિલાઓ બ્યૂટીપાર્લરની મુલાકાત લઇ જ આવે છે. જેથી તેમનો ચહેરો સુંદર અને ખીલેલો દેખાય. પણ દર વખતે બ્યૂટીપાર્લરના મોંઘા ખર્ચા કરતા જો ઘરમાં રહેલી વસ્તુઓથી જ સુંદરતા વધે તેવી ઇચ્છા હોય તો અમે તમારા માટે એક ખાસ ફેસપેક લાવ્યા છીએ. જે તમામ પ્રકારની ત્વચા માટે સારું રિઝલ્ટ આપે છે. અને તેના ઉપયોગ માટે તમારે વધુ ખર્ચો પણ નહીં કરવો પડે.
જો તમારી ત્વચા વધુ પડતી ઓઇલી ના હોય તો તમે આ લગ્ન કે પાર્ટી પહેલા આ ફેશપેકનો ઉપયોગ કરી ચહેરાની રંગત વધારી શકો છો. આ માટે તમારે એક કેળું, મધ અને એક ચપટી હળદળની જરૂર પડશે. અડધા કેળાને વાટકામાં બરાબર મેસ કરી લોત તેમાં અડધી ચમચી મધ અને ચપટી હળદળ મેળવો. અને તે પછી આ તમામ વસ્તુઓ ભેગી કરીને એક મિશ્રણને તૈયાર કરો. તમારો ચહેરો સાફ કરો. થાય તો થોડું સ્ક્રબ કરી લો. અને તે પછી આ પેસ્ટને ચહેરા પર લગાવીને 10 મિનિટ રહેવા દો. તે પછી 5 મિનિટ હળવા હાથે મસાજ કરો. અને તે બાદ ચહેરો સાફ કરી દો.
આ મિશ્રણ તમારા ચહેરાને નેચરલ ગ્લો આપશે. સાથે જ જો તમારી ત્વચા ઓઇલી હોય તો કેળાની સાથે ગુલાબજળ ભેંગુ કરી ઉપરોક પ્રક્રિયા કરો. જેથી તમારા ચહેરા પર પાર્ટી કે લગ્ન પહેલા એકદમ નેચરલ ગ્લો આવશે. ચહેરો મુલાયમ અને સુંદર બનશે. અને બ્યૂટીપાર્લરનો ખર્ચો પણ બચશે. ઉલ્લેખનીય છે કે આ જાણકારી સર્વ સામાન્ય માહિતી દ્વારા મેળવવામાં આવી છે. ન્યૂઝ 18 ગુજરાતી તેની પુષ્ટી નથી કરતું. ઉપયોગ કરતા પહેલા જાણકારોની સલાહ લેવી.
Published by:Chaitali Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર