Face mask: જાસૂદના ફૂલ વાળની સાથે સ્કીન માટે પણ છે ફાયદાકારક, જાણો કેવી રીતે કરવો ઉપયોગ
Face mask: જાસૂદના ફૂલ વાળની સાથે સ્કીન માટે પણ છે ફાયદાકારક, જાણો કેવી રીતે કરવો ઉપયોગ
જાસૂદના ફૂલ વાળની સાથે સ્કીન માટે પણ છે ફાયદાકારક, જાણો કેવી રીતે કરવો ઉપયોગ
મોટાભાગના લોકો ઔષધીય તત્વો ધરાવતા જાસૂદના અન્ય મૂળભૂત ગુણધર્મોથી અજાણ છે. ત્યારે અમે આજે વાળને મજબૂત બનાવવામાં અને ઉનાળામાં ચમકતી ત્વચા માટે જાસૂદના ફૂલોનો ઉપયોગ કઈ રીતે શકે ? ચાલો તે જાણીએ..
જાસૂદના ઝાડ મોટાભાગના લોકોના વાવતા હોય છે. જાસૂદના ફૂલો (Hibiscus Flower)નો ઉપયોગ પણ અલગ-અલગ રીતે થાય છે. પૂજાની થાળીથી લઈને વાળની સંભાળ સહિતના બાબતોમાં જાસૂદના ફૂલોનો ઉપયોગ એકદમ સામાન્ય છે, તમે સ્કીન કેર માટે પણ જાસૂદના ફૂલોનો ઉપયોગ કરી શકો છો. વાળને ખરતા રોકવા માટે રામબાણ ગણાતા જાસૂદનાનું ફૂલ ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
મોટાભાગના લોકો ઔષધીય તત્વો ધરાવતા જાસૂદના અન્ય મૂળભૂત ગુણધર્મોથી અજાણ છે. ત્યારે અમે આજે વાળને મજબૂત બનાવવામાં અને ઉનાળામાં ચમકતી ત્વચા માટે જાસૂદના ફૂલોનો ઉપયોગ કઈ રીતે શકે તે અંગે જાણકારી આપીશું.
જાસૂદના ફૂલો સાથે દહીંનો ફેસ પેક
ઉનાળામાં ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે જાસૂદના ફૂલોને સૂકવીને પીસી લો. હવે 1 ચમચી જાસૂદના ફ્લાવરના પાવડરમાં 1 ચમચી દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને 15 મિનિટ પછી સ્વચ્છ પાણીથી ધોઈ લો. જાસૂદના ફૂલ અને દહીંનું મિશ્રણ ત્વચાને મોઈશ્ચરાઈઝ કરીને ગ્લો આપવામાં મદદરૂપ થાય છે.
જાસૂદના ફૂલ અને લવંડર ફેસ પેક
એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-સેપ્ટિક ગુણો ધરાવતી આ રેસીપી ચહેરા પરના ખીલ અને પિમ્પલ્સથી છુટકારો મેળવવામાં પણ મદદરૂપ છે. તેને બનાવવા માટે 1 ચમચી જાસૂદના ફ્લાવર પાવડર, 2 ચમચી દહીં અને 2-3 ટીપાં લવંડર એસેન્શિયલ ઓઈલ મિક્સ કરો અને તેને ચહેરા પર લગાવો. ત્યારબાદ 15-20 મિનિટ બાદ ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. સારા પરિણામ માટે અઠવાડિયામાં બે વાર આ ફેસ પેક અજમાવો.
આ ફેસ પેક બનાવવા માટે 1 ચમચી જાસૂદના ફૂલનો પાવડર લો. હવે તેમાં 1 ચમચી મધ ઉમેરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને 15 મિનિટ પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. આ ફેસ માસ્ક ચહેરાના મૃત ત્વચાના કોષોને રિપેર કરીને ત્વચામાં ભેજ જાળવી રાખવામાં મદદ કરશે.
જાસૂદના ફૂલ અને એલોવેરાનું ફેસ પેક
ઔષધીય તત્વોથી ભરપૂર આ ફેસ પેક તમારી ત્વચાની કરચલીઓ, ફાઈન લાઈન્સ અને ડાઘ-ધબ્બા દૂર કરવામાં અસરકારક છે, જેના માટે તમારે 1 ચમચી જાસૂદના ફૂલોમાંથી બનાવેલ પાવડર લો. તેમાં 1 ચમચી એલોવેરા જેલ ઉમેરીને પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને કોટન બોલ વડે ચહેરા પર લગાવો અને સુકાઈ ગયા પછી ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો.
ઉનાળામાં ઓઈલી સ્કીનથી છુટકારો મેળવવા માટે આ સૌથી અસરકારક રેસીપી બની શકે છે. આ માટે 1 ચમચી મુલતાની માટી અને 1 ચમચી ગુલાબજળ જાસૂદના ફ્લાવર પાવડરમાં ભેળવીને પેસ્ટ બનાવો. હવે તેને ચહેરા પર લગાવો અને 15 મિનિટ પછી સ્વચ્છ પાણીથી ધોઈ લો. તમારા ચહેરા પર તમને ફરક દેખાશે
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર