Home /News /lifestyle /શિમલા મરચા ખાવાથી વધે છે આંખોની રોશની અને મોતિયાની અસર થઇ જાય છે ઓછી, જાણો બીજા ફાયદાઓ

શિમલા મરચા ખાવાથી વધે છે આંખોની રોશની અને મોતિયાની અસર થઇ જાય છે ઓછી, જાણો બીજા ફાયદાઓ

શિમલા મરચા ખાવાના ફાયદા

benefits of capsicum: શિમલા મરચા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. શિમલા મરચા તમે યોગ્ય રીતે ખાઓ છો તો શરીરની અનેક સમસ્યાઓ દૂર થાય છે. શિમલા મરચામાં રહેલા ગુણો જે લોકોને મોતિયાની અસર છે એ લોકો માટે સૌથી બેસ્ટ છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શિમલા મરચા તમે અનેક જગ્યાએ સરતાથી મળી રહે છે. શિમલા મરચા દેખાવામાં જાડા હોય છે અને સ્વાદમાં તીખા હોતા નથી. નાના છોકરાઓ પણ શિમલા મરચાને ઓળખતા હોય છે. આ સાથે જ ઘણાં લોકોના ઘરમાં શિમલા મરચાનું શાક પણ મળતુ હોય છે. પણ શું તમે જાણો શિમલા મરચા સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે ફાયદાકારક છે? જો આ વિશે અનેક લોકો અજાણ છે. તમને જણાવી દઇકે શિમલા મરચામાં અનેક ગુણો એવા છે જે તમારી મોટી બીમારીઓને પણ દૂર કરવાની તાકાત ધરાવે છે.

    આંખમાં થતો મોતિયો અને મેક્યુલર ડીજનરેશન જેવી સમસ્યાઓને રોકવા માટે શિમલા મરચામાં મોટો ગુણ રહેલો હોય છે. વૈજ્ઞાનિક અને હર્બલ મેડિસિન એક્સપર્ટ દીપક આચાર્યએ આ વિશે જણાવ્યું કે શિમલા મરચામાં લ્યૂટીન અને zeaxanthin આ બે નેચર કમ્પાઉન્ડ્સ હોય છે જે આંખોના સ્વાસ્થ માટે સૌથી મહત્વપૂર્ણ હોય છે.

    આ પણ વાંચો: દૂધની મલાઇ ફેસ પર લગાવો અને રહેવા દો આટલી મિનીટ

    આ બન્ને કમ્પાઉન્ડ્સ એન્ટી ઓક્સિડન્ટ્સ છે અને આંખોના સ્વાસ્થ્ય માટે બહુ મહત્વપૂર્ણ છે. જો તમને આંખમાં મોતિયો છે તો તમે ચોક્કસથી શિમલા મરચાનું સેવન કરવાનું શરૂ કરી દો. મોતિયાના દર્દીઓ માટે શિમલા મરચા સૌથી બેસ્ટ છે. આ મરચા ખાવાથી આંખોની રોશની પણ વધે છે.

    શિમલા મરચા સિવાય ઘણાં ફળોમાંથી પણ આપણને એન્ટી ઓક્સિડન્ટ્સ મળી રહે છે. શિમલા મરચાની ખાસિયત એ છે કે આની કેલરી પણ ઓછી હોય છે અને સાથે અનેક વિટામીન્સથી ભરપૂર હોય છે. જો કે આ બધામાં ખાસ વાત એ છે કે ડાયબિટીસના દર્દીઓ પણ પેટ ભરીને શિમલા મરચાનું શાક ખાઇ શકે છે.

    આ પણ વાંચો: નખ પર આ રીતે લગાવો મધ અને વધારો હાથની સુંદરતા

    શિમલા મરચાથી તમારું હિમોગ્લોબીન પણ સારું થાય છે. આમ દરેક લોકોએ અઠવાડિયામાં એક વાર શિમલા મરચાની કોઇને કોઇ પ્રકારની વાનગી ખાવી જોઇએ. આ સાથે જ તમે ઘણાં સૂપમાં નાંખીને પણ શિમલા મરચા ઉપયોગમાં લઇ શકો છો.









    તમે ઘરમાં અનેક પ્રકારની વાનગીઓમાં શિમલા મરચા નાંખીને ખાઇ શકો છો. જેમ કે પીઝા, સુપ, શાક વગેરે...જો તમારા ધ્યાનમાં કોઇ સારી વાનગી આવતી નથી તો તમે યુટ્યુબમાં જોઇને પણ શીખી શકો છો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Healthy lifestyle, Lifestyle

    विज्ञापन
    विज्ञापन