Home /News /lifestyle /આંખો પરથી જાણી શકો છો તમે કેટલા દિવસ જીવશો! રિસર્ચમાં થયો મોટો ખુલાસો

આંખો પરથી જાણી શકો છો તમે કેટલા દિવસ જીવશો! રિસર્ચમાં થયો મોટો ખુલાસો

જાણો આંખો પરથી સ્વાસ્થ્ય વિશે

eyes may reveal risk of death: મનુષ્યના શરીરમાં આંખો બહુ સેન્સેટિવ હોય છે. આ માટે આંખોની સાથે કોઇ પણ રમત ક્યારે કરવી જોઇએ નહીં. તમને એક વાત જાણીને નવાઇ લાગશે કે આંખો પરથી તમે તમારા સ્વાસ્થ્ય વિશે જાણી શકો છો અને સાથે તમે હેલ્ધી રહો છો.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: તમારી આંખો, તમારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી હોય છે. તમે તમારી આંખો પરથી તમારા સ્વાસ્થ્યનું અંદાજ લગાવી શકો છો. આ અમે નહીં, પરંતુ British Journal of Ophthalmology માં પ્રકાશિત આ સંશોધનનું કહેવું છે. આ સંશોધનનું માનીએ તો આંખો આપણાં શરીરની બારી હોય છે જેના પરથી આપણને આપણાં સ્વાસ્થ્ય વિશે ખ્યાલ આવે છે. જેમ કે ડ્રાય આંખો રૂમેટાઇડ આર્થરાઇટિસનો સંકેત છે તો આંખોની આસપાસની સફેદી શરીરમાં વધતા કોલેસ્ટ્રોલનો સંકેત આપે છે. આ સિવાય તમારી રેટિના ગ્રે હોય તો મસ્તિષ્ક, લિવર અને બીજા અંગો સાથે જોડાયેલી સમસ્યાનો સંકેત આપે છે.

    આ પણ વાંચો: શું તમે પણ પિરીયડ્સમાં રેગ્યુલર થતા નથી?

    આ રીતે આંખોની સેલ્સના ડિજેનરેશન એ જણાવે છે કે તમારી સાચી ઉંમર કઇ છે અને કેટલી છે. આ સંશોધન આ વિશે અનેક ઘણું કહે છે. તો જાણો આ વિશે તમે પણ વિસ્તારથી અને પૂરી સમજણ પાડો. જો કે આ વિશે દરેક લોકોએ જાણવું ખાસ જરૂરી છે.

    જાણો આંખો સાથે જોડાયેલી તમારી ઉંમર વિશે


    આ સંશોધનમાં જાણવા મળ્યુ છે કે આંખો, તમારી ઉંમર વિશે અનેક ઘણું બતાવે છે. આ માટે ડોક્ટર બીમાર પડીએ ત્યારે ખાસ કરીને આંખોને ઊંડાણથી જુએ છે અને ચેક કરે છે. આ સાથે સંશોધનમાં જાણવા મળ્યુ છે કે ડોક્ટરનું કહેવું છે કે આંખોના પાછળ ભાગમાં ઊંડાઇ પૂર્વક જોવાથી વ્યક્તિના સ્વાસ્થ્ય વિશે અનેક ઘણી જાણ થાય છે.

    આ પણ વાંચો: ક્યારે પણ જીમમાં આ ભૂલો ના કરતા નહીં તો..

    મેલબોર્ન વિશ્વવિદ્યાલયમાં નેત્ર સંબંધીત મહામારી વિજ્ઞાનનના એક પ્રોફેસર, અધ્યયન લેખક ડો. મિંગગુઆંગ હે એ આ સંશોધન પત્રમાં લખ્યુ છે કે, રેટિના બ્લડ વેસેલ્સ અને ન્યૂરોલોજિકલ રોગોના વિન્ડોની જેમ છે જે મૃત્યુદરથી વધતા જોખમ સાથે જોડાયેલા છે. આ માટે તમારી આંખો તમને જણાવે છે કે તમે કઇ બીમારીઓથી પીડાઇ રહ્યા છો.

    હાર્ટ અને કિડની, બન્ને સાથે જોડાયેલી છે આંખો


    જો કે તમારી આંખો તમને જણાવે છે કે તમારી કિડનીના ફિલ્ટ્રેશનનું કામ કેવું છે. આ સાથે જ બ્લડ વેસેલ્સ વિશે પણ જણાવી શકે છે જેના પરથી હાર્ટ હેલ્થનો અંદાજ લગાવી શકાય છે.


    આ માટે વર્ષમાં ઓછામાં ઓછા બે વાર તમારી આંખોને ચેક અપ જરૂર કરાવો, જેથી કરીને તમે તમામ પ્રકારના રોગોથી બચી જાવો અને કોઇ પણ રોગ પહેલા એની સારવાર થઇ શકે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Eye, Eye health, Life style

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन