Home /News /lifestyle /આઇબ્રોના સફેદ વાળ શરમમાં મુકે છે? તો આ 3 રીતથી નેચરલી બ્લેક કરી દો, ફેસ મસ્ત લાગશે

આઇબ્રોના સફેદ વાળ શરમમાં મુકે છે? તો આ 3 રીતથી નેચરલી બ્લેક કરી દો, ફેસ મસ્ત લાગશે

સફેદ વાળ તમારી પર્સનાલિટી ખરાબ કરે છે.

Home remedies for eyebrows: આજનાં આ સમયમાં અનેક લોકોના આઇબ્રોના વાળ સફેદ થઇ જતા હોય છે. સમય કરતા પહેલા આઇબ્રોના વાળ સફેદ થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. આમ, આઇબ્રોના સફેદ વાળ તમારી પર્સનાલિટી ખરાબ કરવાનું કામ કરે છે. તો તમે પણ આ નુસખાઓથી આઇબ્રોના વાળ કાળા કરો.

વધુ જુઓ ...
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: અનેક લોકોના નાની ઉંમરમાં આઇબ્રોના વાળ સફેદ થઇ જતા હોય છે. આઇબ્રોના વાળ સફેદ થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. આમ, આઇબ્રોના સફેદ વાળ તમારા ફેસની ચાડી ખાય છે. આઇબ્રોના સફેદ વાળ તમારી પર્સનાલિટીને ખરાબ કરવાનું કામ કરે છે. આ સાથે જ ઘણાં લોકોની ઉંમર વઘતા પણ આઇબ્રોના વાળ સફેદ થઇ જતા હોય છે. અનેક લોકો આઇબ્રોના વાળ કાળા કરવા માટે જાતજાતની પ્રોડક્ટ્સનો યુઝ કરતા હોય છે. પરંતુ જો તમે આ ઘરેલુ નુસખાઓ અજમાવો છો તો આઇબ્રોના વાળ કાળા થાય છે અને સાથે તમારો ફેસ પણ મસ્ત લાગે છે.

આ પણ વાંચો:પાર્ટીમાં હોટ દેખાવા ફોલો કરો શેહનાજની આ સ્ટાઇલ

દિવેલ


આઇબ્રોના સફેદ વાળને કાળા કરવા માટે તમે દિવેલનો ઉપયોગ કરી શકો છો. દિવેલ તમારા વાળને કાળા કરીને સાથે-સાથે ગ્રોથ પણ વઘારે છે. દિવેલ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. આ માટે તમે રાત્રે ઊંઘતા પહેલા આઇબ્રો પર દિવેલ લગાવો અને 5 મિનિટ સુધી મસાજ કરો. ત્યારબાદ આખી રાત લગાવીને સુઇ જાવો અને સવારમાં ઉઠીને ફેસ વોશ કરી લો. આ એક નેચરલ નુસખો છે જેની મદદથી તમે સરળતાથી આઇબ્રોના વાળ કાળા કરી શકો છો.

કોફી


તમને જાણીને નવાઇ લાગશે પરંતુ વાત સાચી છે. કોફીની મદદથી પણ તમે તમારા આઇબ્રોના વાળ કાળા કરી શકો છો. ખાસ ધ્યાન એ રાખો કે કોફીની આ પેસ્ટ આંખમાં જતી ના રહે. આ માટે તમે એક બાઉલમાં કોફી લો અને એમાં થોડુ પાણી મિક્સ કરી લો. પછી આ બન્ને વસ્તુને બરાબર મિક્સ કરી લો.

આ પણ વાંચો:દૂધમાં આ વસ્તુ મિક્સ કરીને પીવાથી થાય છે આ ફાયદાઓ

તમે ઇચ્છો છો તો આમાં કોફીની સાથે બ્લક ટી પણ એડ કરી શકો છો. હવે આ પેસ્ટને આઇબ્રો પર લગાવો અને બે મિનિટ માટે મસાજ કરો. તમે રેગ્યુલર આ રીતે કોફીની પેસ્ટ લગાવો છો તો આઇબ્રોના વાળ કાળા થાય છે.


આમળા


આમળામાં કુદરતી રીતે વિટામીન સીનો સ્ત્રોત સારો હોય છે. આ સાથે જ આમળામાં મેલેનિનનો સ્ત્રોત સારો હોય છે જે આઇબ્રોના વાળ સફેદ થવા દેશે નહીં. આમળા વાળ કાળા કરવા માટે બેસ્ટ છે.
First published:

Tags: Face, Life Style News, Skin Care Tips

विज्ञापन