પાંપણોને ઘાટી અને સુંદર બનાવવા અજમાવો આ દમદાર ઉપાયો

પાંપણોને ઘાટી, કાળી અને સુંદર બનાવવા માટે શું કરવું જોઇએ, આવો જાણીએ.

પાંપણોને ઘાટી, કાળી અને સુંદર બનાવવા માટે શું કરવું જોઇએ, આવો જાણીએ.

  • Share this:
ચહેરાની સુંદરતાની વાત કરીએ ત્યારે આંખોની સુંદરતા (Eye Beauty) ખૂબ મહત્વની છે. તો સાથે આંખોની સુંદરતા વધારવામાં ખાસ રોલ (Important Role) નિભાવે છે ઘાટી અને કાળી પાંપણો (Eyelashes). તે જ કારણે પાંપણોને સુંદર દેખાડવા માટે મહિલાઓ આર્ટિફિશ્યલ આઇ-લેશેસ(Artificial eye lashes) અને મસ્કરાઓનો ઉપયોગ કરે છે. પરંતુ તે વિચારો કે જો તમારી પાંપણો પ્રાકૃતિક રીતે ઘાટી અને કાળી હોય તો તમારી સુંદરતા કેટલી વધી શકે છે. પાંપણોને ઘાટી, કાળી અને સુંદર બનાવવા માટે શું કરવું જોઇએ, આવો જાણીએ.

નારિયેલનું તેલ (Coconut Oil)

પાંપણોને ઘાટી અને કાળી બનાવવા માટે તમે નારિયેલના તેલ (Coconut Oil)નો ઉપયોગ કરી શકો છો. તેના માટે તમે સૌથી પહેલા તમારી પાંપણોને સારી રીતે સાફ કરી લો. ત્યાર બાદ નારિયેલના તેલમાં ઇયર બડ પલાળો અને તેલને તમારી પાંપણો પર લગાવી લો. તેને રાતભર તેમ જ રહેવા દો અને સવારે પાણીથી સાફ કરી લો. ધ્યાન રાખો કે પાંપણોમાં તેલ લગાવતી સમયે આંખોમાં ન જાય.

Vaginal infection: જાણો શા માટે થાય છે વજાઈનલ ઇન્ફેક્શન અને શું હોય છે તેના લક્ષણો

વિટામિન-ઇ કેપ્સ્યુલ (Vitamin E capsule)

વિટામિન-ઇ કેપ્સ્યુલ (Vitamin E capsule)નો ઉપયોગ તમે પાંપણોને ઘાટી અને સુંદર બનાવવા માટે કરી શકો છો. તેના માટે સૌથી પહેલા તમારા હાથ સાફ કરી લો. ત્યાર બાદ વિટામિન-ઇ કેપ્સ્યૂલની અંદર રહેલ જેલ (Gel)ને આંગળી પર લગાવી પાંપણો પર લગાવો. તેને રાતભર રહેવા દો અને સવારે સાફ કરી લો.

ગ્રીન ટી (Green tea)

પાંપણોને સુંદર અને ઘાટી બનાવવા માટે તમે ગ્રીન ટી(Green tea)નો ઉપયોગ પણ કરી શકો છો. તેના માટે એક ચમચી ગ્રીન ટી લઇને તેને અડધા કપ ગરમ પાણીમાં થોડી વાર ઉકાળો. ત્યાર બાદ આ પાણીને ઠંડુ થવા દો. જ્યારે ઠંડુ થઇ જાય તો રાત્રે સુતા પહેલા તેને કોટન બોલ (Cotton ball) વડે પાંપણો પર લગાવો અને રાતભર રહેવા દો. સવારે પાણીથી ચહેરો સાફ કરી લો.

આવી અન્ય લાઇફસ્ટાઇલને લગતું વાંચવા અહીંયા ક્લિક કરો

ઓલિવ અને એરંડાનું તેલ( Olive and Castor oil)

તમે બે-ત્રણ ટીપા ઓલિવ અને બે-ભણ ટીપા એરંડાનું તેલ મિક્સ કરી લો. રાત્રે સુતા પહેલા તેને ઇટર બડ દ્વારા પાંપણો પર લગાવો અને રાતભર રહેવા દો. સવારે ચહેરો સાફ પાણી વડે ધોઇ લો.

શિયા બટર (Shea butter)

સૌથી પહેલા તમારા હાથોને સાફ કરી લો. ત્યાર બાદ તમારી આંગળીઓ પર થોડું બટર લઇને તેને મસળીને ઓગાળી લો. હવે તેને તમારી પાંપણો પર લગાવીને થોડી વાર મસાજ કરો અને પછી તેને રાતભર રહેવા દો. સવારે પાણી વડે ચહેરો સાફ કરી લો.
First published: