Home /News /lifestyle /N18 Health Special: આંખને લગતી આમાંથી એકપણ તકલીફ હોય તો ચેકઅપ કરાવી લો, ગંભીર રોગોથી બચી જશો

N18 Health Special: આંખને લગતી આમાંથી એકપણ તકલીફ હોય તો ચેકઅપ કરાવી લો, ગંભીર રોગોથી બચી જશો

આ સ્થિતિમાં તમારે તમારા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ જે તમને તમારી આંખોને લુબ્રિકેટ કરવા માટે સારા આઈડ્રોપ્સ સૂચવી શકે.

EYE HEALTH :આંખોમાં વારંવાર પાણી આવી જવું કે આંખ લાલ રહેવાના જુદા જુદા કારણો હોય છે. આવા તો અનેક લક્ષણો છે જેના કારણે ભયાનક રોગો પણ સામે આવી શકે છે. જાણી લો સ્વાસ્થ્યની સામાન્ય સમજણ

EYE HEALTH: આપણે જીવનનો આનંદ (Enjoying Life) માણવા, પરીવાર સાથે સમય વિતાવવા અને કામથી થોડું દૂર રહી મસ્તી કરવા માટે જે રીતે વર્ષમાં એક કે બે વેકેશન (Vacation) લઇએ છીએ, તે જ રીતે વર્ષમાં એક વખત આરોગ્ય તપાસ (Health Check Up) કરાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ કમનસીબે આપણામાંના મોટા ભાગના લોકો જ્યાં સુધી આપણને ગંભીર આરોગ્ય સમસ્યાઓ (Serious Health Problems)નો અનુભવ ન થાય ત્યાં સુધી આપણા આરોગ્યની ચકાસણી કરાવતા નથી. શું તમે જાણો છો તમારી ઉંમરને ધ્યાનમાં લીધા વિના આંખની નિયમિત તપાસ (Regular Eye Check Up) શા માટે તમારી પ્રાથમિકતા હોવી જોઈએ?

આંખના નિયમિત ટેસ્ટ તમારી દૃષ્ટિને સારી રાખવા ઉપરાંત તે આંખના રોગોને પણ શોધી કાઢે છે, જેના પર આપણું ધ્યાન રહેતું નથી. અહીં અમે તમને 5 સાઇન (signs you might need an eye check-up ) જણાવવા જઇ રહ્યા છીએ, જે સૂચવે છે કે શા માટે તમારે તાત્કાલિક આંખની તપાસ કરવાની જરૂર છે:

દ્રષ્ટિમાં ફેરફાર થવો

જો તમને પહેલાં કરતાં વધુ વખત ઝાંખુંપણું અનુભવાય છે, અથવા મેનુમાં દેખાતી વસ્તુઓ વાંચવા માટે વધારે મુશ્કેલી પડે છે અથવા તમને વાહન ચલાવતી વખતે વધુ સ્ટ્રેનની જરૂર પડે છે, તો સમય આવી ગયો છે કે તમારે આંખની સંપૂર્ણ તપાસ માટે ઓપ્થલમોલોજીસ્ટની મુલાકાત લેવાની જરૂર છે. ઝાંખી દૃષ્ટિ ગ્લુકોમા જેવી આંખની અન્ય જટિલ સ્થિતિનું પણ લક્ષણ હોઈ શકે છે.

નિયમિત દુ:ખાવો રહેવો

તમારી આંખોની દૃષ્ટિ સામાન્ય હોઈ શકે છે, પરંતુ જો તમે સમયાંતરે માથાનો દુખાવો અથવા આંખનો દુખાવો અનુભવતા હોવ અથવા સ્ટ્રેસ અનુભવતા હોવ, તો તે તમારી દ્રષ્ટિમાં ફેરફાર અથવા અન્ય સમસ્યાઓના સંકેતો છે જેના પર તમારે ધ્યાન આપવુ જોઇએ. વારંવાર માથાનો દુ:ખાવો એ સંકેત હોઈ શકે છે કે તમે તમારી દ્રષ્ટિને ખૂબ સ્ટ્રેસમાં લઈ રહ્યા છો અને તમારી આંખો પર અયોગ્ય રીતે દબાણ કરી રહ્યા છો.

Dr Mahesha S,Sankara Eye Hospital, Shimoga


ડાયાબિટીસ હોવું

ડાયાબિટીસ તમારી આંખોને અસર કરી શકે છે અને અંધત્વ જેવી અનેક મુશ્કેલીઓ તરફ દોરી શકે છે. ડાયાબિટીક રેટિનોપથી એ આંખની એક સ્થિતિ છે જે ડાયાબિટીઝ ધરાવતા લોકોમાં દ્રષ્ટિની ખામી અને અંધત્વનું કારણ બની શકે છે. તે રેટિનામાં રક્તવાહિનીઓને અસર કરે છે. જો તમને ડાયાબિટીસ હોય, તો વર્ષમાં ઓછામાં ઓછી એક વખત આંખની સંપૂર્ણ તપાસ કરાવવી જરૂરી છે.

આંખમાં પાણી આવવું/ આંખ લાલ રહેવી

આંખોમાં વારંવાર પાણી આવી જવું કે આંખ લાલ રહેવાના જુદા જુદા કારણો હોય છે. તે ઓવરએક્સપોઝરથી ધૂળ અથવા કન્ઝક્ટિવિટીઝ જેવા આંખના ચેપ સુધીની એલર્જીને કારણે હોઈ શકે છે. આ સમસ્યા કોર્નિયામાં ચેપને કારણે પણ હોઈ શકે છે.

આ પણ વાંચો: N18 Health Special: કાયમ યુવાન રહેવા માંગો છો? 30 વર્ષની ઉંમર પછી આટલા ટેસ્ટ તો કરાવી જ લો

પરીવારમાં કોઇને આંખની તકલીફની હિસ્ટ્રી

રેટિનોબ્લાસ્ટોમા અને ગ્લુકોમા જેવી આંખની ચોક્કસ સમસ્યાઓ વારસાગત હોઈ શકે છે. આ કારણે તમારા પરિવારના તબીબી ઇતિહાસ અને વારસામાં મળેલી આંખની સ્થિતિના ચિહ્નો અને લક્ષણોથી તમારે વાકેફ રહેવું જરૂરી છે.એ ધ્યાનમાં રાખવું ખૂબ જ અગત્યનું છે કે, જો તમે ઉપરના કોઈ પણ લક્ષણોનો અનુભવ ન કરી રહ્યા હોવ તો પણ તમારા સરેરાશ આરોગ્ય માટે ઉંમરને ધ્યાનમાં લીધા વિના નિયમિત પણે આંખની તપાસ કરાવો.

(નોંધ: આ લેખનું લખાણ શિમોગાની શંકર આંખની હોસ્પિટલના ડોક્ટર ડો. મહેશા દ્વારા સૂચિત છે)
First published:

Tags: Eye, Eye Care, Eye health, Health Benefits, Health care