Home /News /lifestyle /Eye Care: આજે જ છોડી દો આ 7 ખરાબ આદતો, બનાવી શકે છે તમને હંમેશા માટે આંધળા

Eye Care: આજે જ છોડી દો આ 7 ખરાબ આદતો, બનાવી શકે છે તમને હંમેશા માટે આંધળા

આજે જ છોડી દો આ 7 ખરાબ આદતો, નહીં તો થઈ જશો આંધળા

લોકો પોતાની આંખની સંભાળ (Eyecare tips) માટે અન્ય જરૂરી પગલાં નથી લેતા. ખાસ કરીને આજની દુનિયામાં જ્યાં તમે સ્ક્રિનથી ઘેરાયેલા રહો છો, ત્યાં ખરાબ ટેવો બનાવવી સરળ છે, જે આંખની સમસ્યાઓનું (Eye Problems) કારણ બને છે. તમારી ઘણી અનહેલ્થી ટેવ (Unhealthy Habits) હોઈ શકે છે, જે ખરાબ દૃષ્ટિનું કારણ બની શકે છે.

વધુ જુઓ ...
  આંખની દૃષ્ટિનું નબળું (Weak Eyesight) હોવું આનુવંશિકતા, ઉંમર અને તમારા વાતાવરણ સહિતના ઘણા પરિબળો પર આધાર રાખે છે. જો કે ઘણા લોકો પોતાની આંખો દ્વારા યોગ્ય રીતે જોવા માટે લેન્સ જ લેતા હોય છે, જેમ કે ચશ્મા કે કોન્ટેક્ટ. પરંતુ લોકો પોતાની આંખની સંભાળ (Eyecare tips) માટે અન્ય જરૂરી પગલાં નથી લેતા. ખાસ કરીને આજની દુનિયામાં જ્યાં તમે સ્ક્રિનથી ઘેરાયેલા રહો છો, ત્યાં ખરાબ ટેવો બનાવવી સરળ છે, જે આંખની સમસ્યાઓનું (Eye Problems) કારણ બને છે. તમારી ઘણી અનહેલ્થી ટેવ (Unhealthy Habits) હોઈ શકે છે, જે ખરાબ દૃષ્ટિનું કારણ બની શકે છે. આ આદતો પર ધ્યાન આપો, તેને દૂર અને વર્ષો સુધી તમારી આંખની રોશની જાળવી રાખો. આંખો ખરાબ થવા માટે નીચેના કારણો જવાબદાર (Reasons for Weak Eyesight) હોઇ શકે છે.

  સ્માર્ટફોનનો વધારે ઉપયોગ


  તમારા સ્માર્ટફોન પર નાની અને સૂક્ષ્મ વસ્તુઓ વાંચવાનો પ્રયત્ન કરવાથી તમારી દ્રષ્ટિ પર દબાણ આવી શકે છે અને દ્રષ્ટિની સમસ્યાઓ થઈ શકે છે. ખાસ કરીને જો તમે દિવસમાં કલાકો સુધી કામ કરતા હોવ. તમારા સેલ ફોન પર વધુ સમય વિતાવવાથી આંખ શુષ્ક થઈ શકે છે, ચક્કર આવે છે, આંખોની રોશની ઝાંખી થઈ શકે છે અને ઉબકા આવે છે. દર 20 મિનિટે તમારી આંખોને વિરામ આપો.

  આ પણ વાંચો: Weight loss: વજન ઘટાડવા અપનાવો આ ભારતીય ફૂડ, આ રહ્યું ઇંડિયન ડિનર ડાયેટ

  આંખોને વારંવાર ઘસવી


  તમે વિચારતા હશો કે તેનાથી આંખોની કીકી ખરાબ નહીં થઈ શકે, કારણ કે બીજા બધા એવું જ કરે છે. પરંતુ આ તમારી ખોટી આદત છે. ભલે તમે આંખોને ગમે તેટલી ઘસવા માંગતા હો, પણ આમ કરવાથી બચો. તેનાથી તમારી પાંપણની નીચેની રક્ત વાહિનીઓને તૂટે છે.

  યોગ્ય આહારનો અભાવ


  તમે સાંભળ્યું જ હશે કે ગાજર આંખોની રોશની માટે સારા છે, પરંતુ તમારી આંખોની તંદુરસ્તી સુધારવા માટે તમે તમારા આહારમાં ઘણું બધું સામેલ કરી શકો છો. અમુક ફળો અને શાકભાજી તમારી આંખો માટે જરૂરી છે. તેમાં ઝિંક, ઓમેગા-3 ફેટી એસિડ અને વિટામિન સી અને ઇ હોય છે. પીળા અને નારંગી રંગના ફળો અને શાકભાજી, પાંદડાવાળા લીલોતરી, ઈંડા, બદામ અને સીફૂડ તમારી દૃષ્ટિ સુધારી શકે છે.

  પૂરતું પાણી ન પીવું


  આંસુ બનવા અને તમારી આંખોને લ્યુબ્રિકેટ રાખવા માટે હાઇડ્રેશન આવશ્યક છે. ડિહાઇડ્રેશન તમને ભેજ માટે જરૂરી આંસુ ઉત્પન્ન કરવાથી અટકાવશે. તમારી આંખો સૂકી, સોજો અને લાલ પણ થઈ શકે છે.

  ધૂમ્રપાન


  તમારે ધૂમ્રપાન શા માટે ન કરવું જોઇએ તેના અનેક કારણો છે. જેમાં ફેફસા અને ગળાનું કેન્સર પણ સામેલ છે. એટલું જ ધૂમ્રપાન આંખોની સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. સિગારેટ અને તમાકુના અન્ય સ્વરૂપોનું ધૂમ્રપાન મેક્યુલર ડીજનરેશન, મોતિયો, ડાયાબિટીક રેટિનોપથી અને અન્ય ખતરનાક રોગોનું કારણ બને છે. હકીકતમાં ધૂમ્રપાન ન કરનારાઓની તુલનામાં ધૂમ્રપાન કરનારાઓના અંધ હોવાની શક્યતા ચાર ગણી વધારે હોય છે.

  સનગ્લાસિસ ન પહેરવા


  જો તમે નિયમિતપણે બહાર સનગ્લાસ ન પહેરતા હોવ, તો તમે તમારી આંખોને હાનિકારક યુવી (UV) અને હાઈ-એનર્જી વિઝિબલ (એચઇવી) કિરણોના સંપર્કમાં લાવી રહ્યા છો. આ કિરણો અકાળે વૃદ્ધ બનાવે છે અને આંખની સમસ્યાઓનું કારણ બને છે. સનબર્ન (ફોટોકેરેટાઇટિસ), મેક્યુલર ડીજનરેશન અને કેન્સરનું કારણ બની શકે છે. એવા સનગ્લાસ પહેરો જે તમારી આંખોને યુવી કિરણોથી સુરક્ષિત રાખે છે.

  આ પણ વાંચો: Weakened Immune System: જાણો આ 5 સંકેતને જે બતાવે છે તમારી કમજોર રોગપ્રતિકારક શક્તિ

  અપર્યાપ્ત ઊંઘ


  પૂરતા આરામ વિના, તમારી આંખો લાલ થઈ શકે છે અને તમને ડાર્ક સર્કલ, શુષ્ક આંખોની સમસ્યા થઈ શકે છે. રાત્રે છથી આઠ કલાકની ઊંઘ લેવાથી તમારી આંખોનું સ્વાસ્થ્ય જળવાય છે.
  Published by:Rahul Vegda
  First published:

  Tags: Eye Care, Lifestyle, આરોગ્ય

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन