Home /News /lifestyle /

Expert's Advice દર વખતે લોકોને નથી થતી મદદરૂપ: નવા અભ્યાસમાં સામે આવ્યા રસપ્રદ તારણો

Expert's Advice દર વખતે લોકોને નથી થતી મદદરૂપ: નવા અભ્યાસમાં સામે આવ્યા રસપ્રદ તારણો

Expert's Advice દર વખતે નથી થતી મદદરૂપ

આ અભ્યાસના તારણો સાયકોલોજિકલ સાયન્સમાં પ્રકાશિત થયા હતા. ઘણા લોકોને કશુંક હાંસલ કરવા માટે સલાહની જરૂર હોય છે. ત્યારે મોટા ભાગના લોકો જે તે ક્ષેત્રના ટોચના પર્ફોર્મરની સલાહ પર અમલ કરવાનો નિર્ણય લે છે. જો કે, તે વ્યક્તિની સલાહ વધુ મદદરૂપ હોય શકે નહીં.

વધુ જુઓ ...
  ઘણા લોકો નિષ્ણાંતોની સલાહ (Expert advice) જરૂરી માને છે. આવી સલાહ તેમની સમસ્યાનો ઉકેલ (Solution) લાવશે તેવો વિશ્વાસ હોય છે. પણ તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં નિષ્ણાંતોની સલાહ દર વખતે લોકોને કામ ન આવતી હોવાનું સામે આવ્યું છે.

  તાજેતરના સંશોધન મુજબ, તજજ્ઞો દ્વારા આપવામાં આવતી સલાહ હંમેશાં લોકોને વધુ મદદ કરતી નથી. આ અભ્યાસના તારણો સાયકોલોજિકલ સાયન્સમાં પ્રકાશિત થયા હતા. ઘણા લોકોને કશુંક હાંસલ કરવા માટે સલાહની જરૂર હોય છે. ત્યારે મોટા ભાગના લોકો જે તે ક્ષેત્રના ટોચના પર્ફોર્મરની સલાહ પર અમલ કરવાનો નિર્ણય લે છે. જો કે, તે વ્યક્તિની સલાહ વધુ મદદરૂપ હોય શકે નહીં.

  આ બાબતે સાયકોલોજિકલ સાયન્સના લેખના મુખ્ય લેખક ડેવિડ લેવરી (હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ) એ જણાવ્યું હતું કે, પરફોર્મ કરવાની કુશળતા અને શીખવવામાં કુશળતા દરવખતે એક સમાન હોતી નથી. તેથી સૌથી સારું પ્રદર્શન કરનારા શ્રેષ્ઠ શિક્ષકો પણ હોય તેવી અપેક્ષા રાખવી જોઈએ નહીં.

  આ પણ વાંચો: Explained: ભારતના રાષ્ટ્રપતિને મળે છે આ સુવિધાઓ અને આટલો પગાર, જાણો કેવું હોય છે તેમનું જીવન

  આ વિષય પર ચાર અભ્યાસો કરવામાં આવ્યા છે. આ અભ્યાસમાં ડેવિડ લેવરી સાથે સહલેખકો એપીએસ ફેલો ડેનિયલ ટી. ગિલ્બર્ટ (હાર્વર્ડ યુનિવર્સિટી) અને ટિમોથી ડી. વિલ્સન (યુનિવર્સિટી ઓફ વર્જિનિયા) પણ જોડાયા હતા. જેમાં તેમની ટીમે શોધી કાઢ્યું હતું કે, મોટાભાગના ક્ષેત્રના ટોચના પરફોર્મર અન્ય પરફોર્મરની સરખામણીમાં વધુ સારી સલાહ આપતા નથી. સંશોધકોએ લખ્યું હતું કે, કેટલાક કિસ્સાઓમાં લોકો ટોચના પરફોર્મરની સલાહનું વધુ પડતું મૂલ્ય આંકતા હોય છે.

  કુલ ચાર પૈકીના પહેલા અભ્યાસમાં લેવરી અને તેમની ટીમના સભ્યોએ સલાહકારનું પ્રદર્શન તેમની સલાહની ગુણવત્તાનું મજબૂત સૂચક હોવા અંગે લોકોના અભિપ્રાય જાણ્યાં હતા. આ અભ્યાસમાં એમેઝોન મિકેનિકલ તુર્ક દ્વારા 1,100થી વધુ સહભાગીઓને સામેલ કરવામાં આવ્યા છે.

  તેમન વર્ડ સ્ક્રેમ્બલ નામની ગેમ રમાડવામાં આવી હતી અને પછી તેઓએ તેના વિશેના પ્રશ્નોના જવાબ આપવાના હતા. ત્યારબાદ વર્ડ બોર્ડ દેખાડી સહભાગીઓને શક્ય તેટલા વધુ શબ્દો બનાવવા માટે 60 સેકંડનો સમય આપવામાં આવ્યો હતો.

  અભ્યાસમાં ભાગ લેનારાઓ અલગ અલગ અક્ષરોના બોર્ડ સાથે ત્રણ રાઉન્ડ રમ્યા હતા. ત્યારબાદ સંશોધનકારોએ સહભાગીઓને ટાસ્કમાં વધુ સારા થવા માટે કયા સલાહકારોની સલાહ લેવાનું પસંદ કરશે? તે નક્કી કરવાનું કહ્યું હતું. જેથી સહભાગીઓએ શ્રેષ્ઠ દેખાવ કરનારાઓ પર પસંદગી ઉતારી હતી.

  બીજા અભ્યાસમાં સંશોધકોએ શ્રેષ્ઠ દેખાવ કરનારાઓએ ખરેખર શ્રેષ્ઠ સલાહ આપી હતી કે કેમ? તે શોધી કાઢ્યું હતું. તેમણે 100 સલાહકારોને વર્ડ સ્ક્રેમ્બલના છ રાઉન્ડ રમવા, ભવિષ્યના ખેલાડીઓ માટે સલાહ લખવા અને તેમની પોતાની સલાહની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવા જણાવ્યું હતું. શ્રેષ્ઠ પરફોર્મર પોતે શ્રેષ્ઠ સલાહ આપી હોવાનું માનતા હતા.

  આ જ અભ્યાસમાં અન્ય 2,085 સહભાગીઓમાંથી કેટલાકને સલાહની તક અને સલાહ વગરની તક અપાઈ હતી. વર્ડ સ્ક્રેમ્બલનો એક રાઉન્ડ રમ્યા પછી સલાહની તક લેનારાઓને રેન્ડમ સલાહકાર પાસેથી માર્ગદર્શન મળ્યું હતો અને ત્યારબાદ વધુ પાંચ રાઉન્ડ રમ્યા હતા.

  બીજી તરફ સલાહ ન લેનાર સહભાગીઓએ કોઈ પણ જાતના ફીડબેક વિના છ રાઉન્ડ રમ્યા હતા. આમ તો સલાહો મળ્યા પછી સલાહ લેનારાઓએ વધુ સારું પ્રદર્શન કર્યું હતું અને તેઓ પછીના દરેક રાઉન્ડમાં વધુ સારું પ્રદર્શન કરવાનું વલણ ધરાવતા હતા. પરંતુ તેમાં સૌથી સારો દેખાવ કરનારાઓની સલાહ અન્ય પર્ફોર્મરની સલાહ કરતાં વધુ મદદરૂપ થઈ ન હતી

  અહીં ઉલ્લેખનીય છે કે, સંશોધકોએ ડાર્ટ્સ સાથે પણ આવો જ અભ્યાસ હાથ ધર્યો હતો, જેમાં પરિણામોની સમાન પેટર્ન જોવા મળી હતી.

  આ બાબતે ડેવિડ લેવરીએ જણાવ્યું હતું કે, અમારા પ્રયોગોમાં લોકોને મદદ મળે તે માટે ટોચના પરફોર્મર દ્વારા સલાહ આપવામાં આવી હતી. પણ તેનાથી કોઈ ફરક પડ્યો નથી.

  આ પણ વાંચો: Raincoat Shopping Tips: રેઇન કોટ ખરીદતી વખતે આ બાબતોનું રાખશો ધ્યાન તો મેળવશો સ્માર્ટ લુક

  આ દરમિયાન લોકોને વધુ સારા પરફોર્મરની સલાહ શા માટે વધુ સારી લાગે છે તે સમજવા માટે સંશોધનકારોએ વધુ બે અભ્યાસ હાથ ધર્યા હતા. જેમાં પણ ટોચના પર્ફોર્મરે વધુ ઉપયોગી સલાહ આપી ન હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ તેઓએ સલાહ વધુ આપી હતી. આ પ્રયોગોમાં લોકોએ ગુણવત્તા કરતા સંખ્યાને વધુ મહત્વ આપ્યું હતું.

  સલાહ શા માટે મદદરૂપ ન થઈ?


  લેવરી અને તેમની ટીમના સભ્યોનું માનવું છે કે, સારું પ્રદર્શન કરનારાઓમાં કુદરતી પ્રતિભા અને સારો અભ્યાસ હોવાના કારણે તેઓ વ્યક્તિને ફંડામેન્ટલ સલાહ આપવા પર ધ્યાન નથી આપતાં. ઉદાહરણ તરીકે બેઝબોલનો તજજ્ઞ પ્લેયર શિખાઉ ખેલાડીને સંતુલન અને પકડ જેવી બાબતોની સલાહ આપવા વિશે વિચારી શકે નથી. કારણકે આ બાબતો તેના માટે સહજ છે.

  બીજી વાત એ છે કે, ટોચના પર્ફોર્મર્સ કુશળ કમ્યુનિકેટર ન પણ હોઈ શકે. સંશોધકોએ લખ્યું હતું કે, ઉત્તમ પર્ફોર્મન્સ કરનાર પાસે શેર કરવા માટે સારી માહિતી હોય પણ તેઓ તેને શેર કરવામાં ખાસ કુશળ ન પણ હોય.

  ડેવિડ લેવરીએ વધુમાં જણાવ્યું હતું કે, આપણે સારી સલાહ પાછળ ઘણો સમય અને પૈસા ખર્ચ કરીએ છીએ. હવે પછી જ્યારે તમને સલાહ મળે ત્યારે તે ઘણી સલાહ છે તે વિચાર્યા કરતા તેનો ખરેખર કેટલો ઉપયોગ કરી શકો તે વિશે વધુ વિચારવું જોઈએ.
  First published:

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन