'જ્યારે કોઇ બાળક સગીર બનવા લાગે તો તેનાંમાં શું શું બદલાવ આવે છે?'

પ્રતિકાત્મક તસવીર

મોટાભાગે યુવકોમાં યુવાનીનાં લક્ષણ 12-14 વર્ષી ઉંમરમાં દેખાવા લાગે છે. યુવકોમાં તેનાં શરૂઆતી લક્ષણ કંઇક આ રીતનાં હોય છે.

  • Share this:
પ્રશ્ન: કોઇ બાળકીને જ્યારે માસિક શરૂ થાય છે તો શું થાય છે તે વિશે તો ઘણી માહિતી જાહેર છે. પણ કોઇ સગીર બાળક યુવાન થવા લાગે તો તેનાંમાં શું બદલાવ આવે છે?

જવાબ: પુરુષોમાં યુવાન થવા દરમિયાન તેમાં આવનારા શારીરિક અને અન્ય બદલાવ અંગે જાણકારી ઘણી ઓછી છે. લોકોને માલૂમ નથી હોતું કે, તેનાં લક્ષણ શું છે અને તેમની શું અસર થાય છે. યુવકોમાં બાળકથી જવાન થવાની પ્રક્રિયાની પ્યૂબર્ટી (Puberty) કહેવાય છે. આમ તો યુવકોમાં પણ શારીરિક બદલાવની પ્રક્રિયા તે જ છે જે યુવતીઓમાં હોય છે. પણ અલગ અલગ યુવકોમાં તેની તીવ્રતા અલગ અલગ હોઇ શકે છે.

મોટાભાગે યુવકોમાં યુવાનીનાં લક્ષણ 12-14 વર્ષી ઉંમરમાં દેખાવા લાગે છે. યુવકોમાં તેનાં શરૂઆતી લક્ષણ કંઇક આ રીતનાં હોય છે.
-ગુપ્તાંગોમાં વાળ આવવાં
-અંડકોશનો આકાર વધવો
-અંડકોશનું પાતળું અને લાલ થઇ જવું

આ બદલાવનાં લક્ષણને એક વર્ષ બાદ આગામી 4-5 વર્ષ સુધી યુવકોનાં શરીરમાં નીચે પ્રમાણે બદલાવ આવે છે.

- ગુપ્તાંગોમાં વધુ વાળ આવે છે જે કર્લી હોય છે.
-લિંગ અને અંડકોશનો આકાર વધવાં લાગે છે અને તેનો રંગ કાળો થતો જાય છે.
-બગલમાં વાળ આવે છે.
-અવાજ ભારે થવા લાગે છે. જોકે શરૂઆતમાં આ અસ્થિર બદલાવ છે.
-ચહેરા પર ખીલ આવવા લાગે છે.
-ચહેરા પર વાળ આવે છે.
-શરીરન વિકાસ થાય છે. યુવકોની હાઇટ 7-8 ઇંચ વધી જાય છે. તેમનું શરીર વધુ માંસલ થઇ જાય છે.
-તેમને રાત્રે ઉત્તેજક સપના આવવાં લાગે છે. ઉંગમાં વીર્ય (semen) નીકળવાંની ઘટના થાય છે.

ચારથી પાંચ વર્ષનાં પ્યૂબર્ટી બાદ મોટાભાગનાં યુવકોમાં 18 વર્ષનાં થતા થતા વયસ્ક થવાની પ્રક્રિયા પૂર્ણ થઇ જાય છે. તેમનાં જનનાંગ વયસ્કની જેમ જ થઇ જાય છે. અને તેમનાં ગુપ્તાંગોનાં વાળ તેમનાં જાંઘની અંદરનાં ભાગ સુધી ફેલાઇ જાય છે. ચહેરા પર ભારે દાઢી આવવા લાગે છે અને ચહેરાની નીચેનો ભાગ પણ વાળથી ઢંકાવા લાગે છે.

યુવકોમાં પ્યૂબર્ટીનાં આ બાહ્ય લક્ષણ છે. આ ઉપરાંત માતા-પિતા માટે ખુબજ જરૂરી છેકે, આ દિવસોમાં બાળોકમાં જે ભાવનાત્મક અને મનોવૈજ્ઞાનિક બદલાવ આવે છે. તેની જાણકારી રાખે. કિશોરોમાં આ બદલાવ અને આ પ્રકારનાં વિકાસનો અર્થ છે દુનિયામાં તેમની જગ્યા બનાવવી અને નવી ભૂમિકાઓ માટે પોતાને તૈયાર કરવાં. આ એક કઠિન પ્રક્રિયા છે. અને તે કારણે તેમનાંમાં ઘણાં ભાવનાત્મક અને માસિક સ્વાસ્થ્યનાં મુદ્દા જેવાં આત્મસન્માન, ડિપ્રેશન, ચિંતા,ગુસ્સો જેવાં મનોભાવ આવવાં લાગે છે. કિશોરાવસ્થાની આ સામાન્ય વાતો છે. જો તેને સંભાળવામાં સમસ્યા થતી હોય તો કૃપ્યા કોઇ થેરેપિસ્ટની સલાહ લેવી જોઇએ.
Published by:Margi Pandya
First published: