Home /News /lifestyle /ગર્લફ્રેન્ડ સાથે કરેલો પ્રયોગ પડ્યો ઉલટો, બોયફ્રેન્ડની સેક્સ લાઈફ થઈ ગઈ બરબાદ, સોશિયલ મીડિયા ઉપર વ્યક્ત કરી આપવીતી

ગર્લફ્રેન્ડ સાથે કરેલો પ્રયોગ પડ્યો ઉલટો, બોયફ્રેન્ડની સેક્સ લાઈફ થઈ ગઈ બરબાદ, સોશિયલ મીડિયા ઉપર વ્યક્ત કરી આપવીતી

પ્રેમી યુગલની પ્રતિકાત્મક તસવીરઃ Shutterstock

live in relationship: પુરૂષે લખ્યું હતું કે, પાર્ટનર સાથે પ્રયોગ કરવાના ચક્કરમાં તે 3 વર્ષથી ઈન્ટિમેટ નથી થઈ શક્યો. હકીકતે દર વખતે તે જ ફિઝિકલ રિલેશન માટે પહેલ કરતો હતો. એક દિવસ તેણે વિચાર્યું કે, તેણે પોતાની બાજુથી પ્રયત્નો બંધ કરીને જોવું જોઈએ કે, બેડરૂમમાં પાર્ટનરની શું પ્રતિક્રિયા આવે છે.

વધુ જુઓ ...
  lovers relastionship: અત્યારના સમયમાં સંબંધો ટકી રહે તે માટે પાર્ટનર્સ (strong relationship) વચ્ચે શારીરિક અને માનસિક (Physical and mental strong) એમ બંને પાસાઓ મજબૂર હોવા જરૂરી છે. જોકે, અત્યારના સમયમાં નાની નાની બાબતોમાં પતિ પત્ની વચ્ચે (husband wife fight) ઝઘડાઓ થાય છે અને સંબંધો તૂટતા હોય અથવા તૂટવાના આરે આવીને ઊભા રહી જતા હોય છે. પતિ પત્ની વચ્ચે વિશ્વાસની અછતના કારણે પણ સંબંધોમાં ત્રીરાડ પડી જતી હોય છે. પ્રેમી અને પ્રેમિકા (love couple relationship) વચ્ચે પણ કંઈક આવું જ બનતું હોય છે. જોકે એક પુરૂષના કહેવા પ્રમાણે એક પ્રયોગના (Experiment with girlfriend) ચક્કરમાં તેણે પોતાની સેક્સ લાઈફ (sex life) બરબાદ કરી નાખી છે.

  પુરૂષે લખ્યું હતું કે, પાર્ટનર સાથે પ્રયોગ કરવાના ચક્કરમાં તે 3 વર્ષથી ઈન્ટિમેટ નથી થઈ શક્યો. હકીકતે દર વખતે તે જ ફિઝિકલ રિલેશન માટે પહેલ કરતો હતો. એક દિવસ તેણે વિચાર્યું કે, તેણે પોતાની બાજુથી પ્રયત્નો બંધ કરીને જોવું જોઈએ કે, બેડરૂમમાં પાર્ટનરની શું પ્રતિક્રિયા આવે છે. તે જાણવા ઈચ્છતો હતો કે, જો તે પહેલ ન કરે તો તેની ગર્લફ્રેન્ડ રોમાન્સ માટે પોતે પહેલ કરે છે કે, નહીં.

  આ પ્રયોગની શરૂઆત કરે 3 વર્ષ થઈ ગયા છે અને હજુ તેમના વચ્ચે દૂરી કાયમ છે. તે ઈન્ટિમસી મિસ તો કરે છે પરંતુ પોતાની તરફથી કોઈ પહેલ કરવા નથી ઈચ્છતો. તે નથી ઈચ્છતો કે, ફક્ત તેનું માન રાખવા માટે તેની ગર્લફ્રેન્ડ કશું કરે. એવું લાગે છે જાણે તે વસ્તુની તેની પર કોઈ અસર જ નથી માટે તે હવે કોઈ ઉલ્લેખ પણ નથી કરતો.

  તેણે ટ્વીટર પર ફેશહોલ નામના એકાઉન્ટ દ્વારા આ દુવિધા વ્યક્ત કરી હતી. અનેક લોકોએ તેનું આ કન્ફેશન સ્વીકારવાની હિંમતને દાદ આપી હતી. તે સિવાય અનેક લોકોએ પોતે પણ આ પ્રકારની પરિસ્થિતિમાંથી પસાર થયા હોવાનું સ્વીકાર્યું હતું. તેની આ પોસ્ટ પર અનેક લોકોએ પોતાની વ્યથા રજૂ કરી છે.

  અનેક લોકોએ પોતે પણ 2 વર્ષ, 15 વર્ષ, 18 મહિના જેટલા સમયથી આવી સ્થિતિમાં છે અને સેક્સ લાઈફ ખતમ થઈ ગઈ હોવાનું દુખ વ્યક્ત કર્યું હતું. જોકે અનેક લોકો આવી સ્થિતિમાં પણ ખુશ જણાયા હતા.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ શું તમે ગજાનંદ પૌંવા હાઉસના પૌંવા ખાવા જાઓ છો? તો આ સમાચાર ચોક્કસ વાચવા જોઈએ

  એક વ્યક્તિએ લખ્યું હતું કે, પોતે નપુંસક છે અને તે વાતને લઈ શરમમાં રહેતો હોવાથી તેણે પહેલ કરવાનું બંધ કરી દીધું હતું. જોકે મહિલાઓને પણ ફરક પડે છે અને તમારે થોડો વધારે પ્રયત્ન કરવાની જરૂર છે.

  આ પણ વાંચોઃ-બાથરૂમમાં સ્નાન કરતી પત્નીએ જોયો ગુપ્ત કેમેરો, પતિની હરકતો જોઈને મહિલા થઈ ગઈ શરમથી 'પાણી-પાણી'

  આ પણ વાંચોઃ-મોરબીઃ બાઈક અથડાવા જેવી નજીવી બાબતમાં બે યુવકોએ ઈરાન ખોડની છરી વડે કરી હત્યા

  એક વ્યક્તિએ એવી સલાહ પણ આપી હતી કે, આવી જિંદગી વિતાવવા કરતા સારૂં છે કે, તમે તમારા પાર્ટનર સાથે આ અંગે ખુલીને વાત કરો. જ્યારે અન્ય એક યુઝરે તેમને પાર્ટનરને છોડીને આગળ વધી જવાની સલાહ આપી હતી અને પાર્ટનરને તેનામાં રસ ન હોઈ શકે તેવી શક્યતા જણાવી હતી.
  Published by:ankit patel
  First published:

  Tags: Live in relationship, Love story, Relationships

  विज्ञापन
  विज्ञापन