કોરોનાના કારણે આત્મહત્યાના વિચાર, તણાવ, બેચેની થાય છે? નિષ્ણાંતોની આ સલાહ અનુસરો

પ્રતિકાત્મક તસવીર

દર્દી અને તેના પરિવારજનો માનસિક તાણ અનુભવતા હોય તેવું પણ સામે આવે છે. જેના પરિણામે તેઓના મનમાં આપઘાતના વિચાર ઉપજી રહ્યા હોવાના કિસ્સા પણ નોંધાયા છે.

  • Share this:
કોરોના મહામારીના (corona pandemic) કારણે લોકોના જીવન ઉપર અસર થઈ છે. મહામારીમાં જેટલી ગંભીર અસર શારીરિક રૂપે થઈ છે, તેનાથી વધુ માનસિક અસર જોવા મળી રહી છે. દર્દી અને તેના પરિવારજનો માનસિક (mental strees) તાણ અનુભવતા હોય તેવું પણ સામે આવે છે. જેના પરિણામે તેઓના મનમાં આપઘાતના (suicide) વિચાર ઉપજી રહ્યા હોવાના કિસ્સા પણ નોંધાયા છે.

વર્તમાન સ્થિતિ સ્ફોટક છે. ગયા વર્ષે પણ કોરોના સંબંધિત આત્મહત્યાના કેસમાં આશ્ચર્યજનક વધારો જોવા મળ્યો હતો. નિષ્ણાંતો અનુસાર સમયસર મદદ મળી રહે તો આત્મહત્યાના કેસ રોકી શકાય. કર્ણાટક સરકારના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગમાં માનસિક આરોગ્યના ડેપ્યુટી ડિરેક્ટર ડો.રાજાણી પીએ જણાવ્યું હતું કે, લોકોએ કોવિડ સંક્રમણથી એક ટકા મૃત્યુ દરને બદલે 99 ટકા રિકવરી કેસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ સમય દરેક માટે મુશ્કેલ છે.

પરંતુ માનવ મન પાસે મુશ્કેલીઓ દૂર કરવા રસ્તા હોય છે. આપણે બધાએ જીવનની ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. જો મહામારી ન હોત તો આપણે મિત્ર સાથે વાત કરતા હોત, પોતાની વ્યથા એકબીજા સાથે વ્યક્ત કરતા હોત. અત્યારે પણ આવું કરી શકીએ. આપણે તેમની રૂબરૂ મળી ન શકીએ તો કઈ નહીં, પરંતુ તેમનો કોલ જરૂર મદદ કરશે.

આ પણ વાંચોઃ-ગોધરાઃ લગ્ન પહેલા મંગેતરે જ યુવતીની કરી નાંખી હત્યા, આરોપીએ જણાવ્યું હત્યાનું ચોંકાવનારું કારણ

આ પણ વાંચોઃ-દેવભૂમિ દ્વારકાઃ આડા સંબંધોનો કરુણ અંજામ! માતા સાથે સંબંધ રાખનાર છગન દેવા વરુની ધારિયા વડે હત્યા

મોટાભાગના કેસમાં પોતાને સંક્રમણ લાગ્યા બાદ, આ સંક્રમણ પરિવારમાં ફેલાશે તેની બીક દર્દીને રહે છે. જો ઘરમાં બાળકો અથવા વૃદ્ધો હોય તો તેઓ ગભરાઈ જાય છે. આવો જ એક કિસ્સો કર્ણાટકના ચિકમગાલુર જિલ્લાના બેલાનાહલ્લીના 70 વર્ષીય સોમા નાઈકનો છે. તે નિવૃત્ત તહસિલદાર હતો. થોડા સમય પહેલા તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. ત્યાર બાદ તેના સમગ્ર પરિવારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આખો પરિવાર આઈસોલેટ થયો હતો. આ ઘટનાના કારણે તે પોતાની જાતને જવાબદાર માનવા લાગ્યો હતો. અંતે તેણે પોતાના ખેતરમાં જઈ આપઘાત કરી લીધો હતો.

આ પણ વાંચોઃ-આણંદઃ રોયલ ફાર્મ હાઉસમાં DJ અને ડાન્સ સાથે જામેલી દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી, 9 યુવક અને ચાર ડાન્સર યુવતીઓ ઝડપાઈ

આ પણ વાંચોઃ-પંચમહાલઃ 'ઓ માડી.., ઓ મા..', યુવક અને પરિણીતાને ઝાડ સાથે બાંધીને આપી તાલિબાની સજા, જુઓ નિર્દયતાનો video

જો તેણે આ પગલું ભરતા પહેલા મિત્રો અથવા પરિવારના સભ્યો સાથે ચર્ચા કરી હોત, તો તેનો જીવ બચી ગયો હોત, તેવું ડો. રાજાણીનું કહેવું છે. કોરોના વાયરસના દરરોજ વધતા કેસના આંકડા લોકોમાં ગભરાટનો માહોલ ફેલાવે છે. ડરના કારણે રોગપ્રતિકારક શક્તિ પર અસર પડે છે. જેથી મહામારી સામે લડવા માટે બહાદુર બનવું જરૂરી છે. જો સેલ્ફ આઇસોલેશનની સ્થિતિ ન હોય તો એકલા રહેવાનું ટાળવું જોઈએ. જો, આઈસોલેટ થયા હોવ તો પણ મિત્રો અથવા પરિવારજનો સાથે સંપર્કમાં રહેવું જોઈએ. વિડીયો કોલ, ચેટ, મેસેજ સહિતના માધ્યમથી મિત્રો સાથે કનેક્ટ રહેવું છે.

નિષ્ણાંતોના મત મુજબ આંતરિક તણાવમાંમાં છુટકારો પણ રાહત આપે છે. તેમણે બધાને તેમના આસપાસનાના લોકો પ્રત્યે જાગૃત અને સભાન બનવાની સલાહ આપી છે. કોઈની સ્થિતિમાં તેમાં ફેરફારની નોંધ લેવા તેમના વર્તનનું નિરીક્ષણ કરવાની સલાહ આપી. જેમ કોઈ વાચાળ વ્યક્તિ એકાએક બોલવાનું બંધ કરી દે, આજુબાજુની કોઈ પણ વસ્તુ પર ધ્યાન આપવાનું બંધ કરે તો તે માનસિક તાણના સંકેત હોઈ શકે છે. આવા લોકોએ મદદ લેવી જોઈએ અથવા નજીકના સગાઓ દ્વારા નિષ્ણાંતોનો મત લેવો જોઈએ.
First published: