Home /News /lifestyle /અભ્યાસમાં દાવો: સવાર અને સાંજની કસરતનો શરીર પર પડે છે અલગ અલગ પ્રભાવ

અભ્યાસમાં દાવો: સવાર અને સાંજની કસરતનો શરીર પર પડે છે અલગ અલગ પ્રભાવ

પ્રતીકાત્મક તસવીર

Exercise news: વૈજ્ઞાનિકોએ વિવિધ સમયે કસરતની અસર વિશે જાણવા માટે એક સંશોધન કર્યુ છે.

કસરત કરવાના અનેક ફાયદા (Benefits of Exercise) છે તે વાત તો સૌ કોઇ જાણે છે. પરંતુ શું તમે જાણો છો કે, એક્સરસાઇઝનો સમય (Timing of Exercise) એટલે કે, તમે સવારે-સાંજે કે બપોરે ક્યારે કસરત કરો છો તેનું પણ ઘણું મહત્વ છે. વૈજ્ઞાનિકોએ વિવિધ સમયે કસરતની અસર વિશે જાણવા માટે એક સંશોધન કર્યુ છે.

આ અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે, અલગ-અલગ સમયે કરવામાં આવતી કસરતને કારણે શરીરના અંગો કઈ રીતે ચોક્કસ રીતે હેલ્થી સિગ્નલ મોલેક્યુલ (healthy signal molecule) ઉત્પન્ન કરે છે. જેનો અર્થ છે કે, આ હેલ્થી સિગ્નલ મોલીક્યૂલનું નિર્માણ કસરતના સમયથી પ્રભાવિત થાય છે. આ સિગ્નલો મેટાબોલિક હોમિયોસ્ટેસિસ (Metabolic Homeostasis)ની સ્થિતિઓ સાથે કામ કરતી વખતે આરોગ્ય, ઊંઘ, મેમરી પાવર, વ્યાયામ પ્રદર્શન અને વ્યવસ્થા જાળવવા પર વ્યાપક અસરો કરે છે. આ અભ્યાસના તારણો સેલ મેટાબોલિઝમ (cell metabolism) જર્નલમાં પ્રકાશિત થયા હતા.

વિશેષકો શું કહે છે

કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યુટ અને યુનિવર્સિટી ઓફ કોપનહેગનના નોવો નોર્ડિક્સ ફાઉન્ડેશન સેન્ટર ફોર બેઝિક મેટાબોલિક રિસર્ચ (CBMR)ના પ્રોફેસર જુલિયન આર. જીરાથુ (જુલીન આર. ઝીરાથ) જણાવે છે કે, કસરતનો સમય કેવી રીતે વિવિધ અસરો પેદા કરે છે. તેને સારી રીતે સમજવાથી મેદસ્વિતા અને ટાઇપ-2 ડાયાબિટિસના દર્દીઓ સહિત અન્ય લોકોની મદદ કરી શકો છો, જેથી તેમને કસરતનો ફાયદો વધુ સારી રીતે મળે.

તેમણે વધુમાં કહ્યું કે, લગભગ તમામ કોષો તેમની જૈવિક પ્રક્રિયાને 24 કલાકમાં નિયંત્રિત કરે છે, આને સર્કેડિયન રિધમ કહેવામાં આવે છે. આનો અર્થ એ છે કે કસરતના સમયના આધારે વિવિધ પેશીઓની સંવેદનશીલતા અલગ-અલગ છે.

ઉંદરો પર કરાયો અભ્યાસ

સંશોધકોની ઇન્ટરનેશનલ ટીમે તેની વ્યાપક અસર જાણવાનો પ્રયાસ કર્યો અને આ માટે ઉંદરો પર એક અભ્યાસ કર્યો હતો. જેમની શારીરિક પ્રવૃત્તિ વહેલી સવારે અને મોડી સાંજે વધુ હોય છે. માસ સ્પેક્ટ્રોમેટ્રીની મદદથી તેમના મગજ, હૃદય, સ્નાયુ, લીવર અને ચરબીના પેશીના નમૂનાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તેનાથી વૈજ્ઞાનિકોને પેશીઓમાં સેંકડો વિવિધ પ્રકારના મેટાબોલાઇટ્સ અને હોર્મોન સિગ્નલિંગ મોલીક્યૂલ્સ વિશે જાણવાની તક મળી. જેની મદદથી અલગ-અલગ સમયે કસરતને કારણે થતા ફેરફારો પર નજર રાખી શક્યા.

આ પણ વાંચો - Winter Care: વાઢિયાની સમસ્યાનો 5 દિવસમાં આવશે અંત, અપનાવો આ આસાન ટિપ્સ

આ પ્રથમ અભ્યાસ છે જે વિવિધ પેશીઓમાં મેટાબોલિઝમ પર સમય અને કસરતની અસરને આવરી લેવાયું છે. પેશીઓ એકબીજા સાથે કેવી રીતે વાતચીત કરે છે તે સમજવાથી ચોક્કસ પેશીઓની સર્કન્ડિયન રીધમમાં સમસ્યાઓને સુધારવામાં મદદ મળી શકે છે. સર્કેડિયન રીધમમાં ગરબડ થવાથી સ્થૂળતા અને ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ વધે છે.

આ પણ વાંચો - લાઇફસ્ટાઇલને લગતા સમાચાર વાંચવા અહીં કરો ક્લિક

અભ્યાસની અમુક મર્યાદાઓ

આ અભ્યાસ સંપૂર્ણ નથી, તેની એમુક સીમાઓ પણ છે. આ પ્રયોગ ઉંદરો પર કરવામાં આવ્યો છે, જેઓ માનવીઓ સાથે ઘણી આનુવંશિક, શારીરિક અને વર્તણૂકીય સમાનતા ધરાવે છે, પરંતુ મહત્વપૂર્ણ તફાવતો પણ ધરાવે છે. ઉદાહરણ તરીકે, ઉંદર એક પ્રાણી પ્રજાતિ છે અને તેની કસરત ટ્રેડમિલ દોડ સુધી મર્યાદિત છે, જેના પરિણામો સખત કસરત કરતા અલગ હોઈ શકે છે. આ સિવાય આ અભ્યાસમાં લિંગ, ઉંમર અને રોગોને ધ્યાનમાં લેવામાં આવ્યા નથી. અભ્યાસની આ મર્યાદાઓ હોવા છતાં, તે મહત્વનું છે કારણ કે તેના આધારે, આગળના અભ્યાસો એ સમજવામાં મદદરૂપ થઈ શકે છે કે કસરતનો સમય, જો સુધારવામાં આવે તો, સ્વાસ્થ્યને સુધારવામાં કેવી મદદ મળી શકે છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Exercise, Lifestyle, સ્વાસ્થ્ય

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन