એક્સરસાઇઝ કરનારા લોકોમાં ડિપ્રેશન અને એન્ગ્ઝાયટીની સમસ્યા ઓછી જોવા મળે છે. (Image- Shutterstock)
Exercise improves mental health in depression: એક અભ્યાસ મુજબ, જે લોકોએ કોવિડ-19 મહામારી દરમ્યાન વધારે એક્સરસાઇઝ કરી, એ લોકોમાં એન્ગ્ઝાયટી અને ડિપ્રેશનની સમસ્યા બહુ ઓછી થઈ ગઈ, જ્યારે જે લોકોએ એક્સરસાઇઝ પર ઓછું ધ્યાન આપ્યું એ લોકોમાં આ સમસ્યા વધારે જોવા મળી.
Exercise improves mental health in depression: એક નવા અભ્યાસમાં આ વાત સામે આવી છે કે આરોગ્યપ્રદ જીવન માટે એક્સરસાઇઝ (Exercise) બહુ જરૂરી છે. એક્સરસાઇઝ ફક્ત શારીરિક નહીં, પણ માનસિક સ્વાસ્થ્ય (Mental Health) માટે પણ હોઈ શકે છે. અમેરિકાના કેઝર પર્માનેન્ટે રિસર્ચ (Kaiser Permanente Research) દ્વારા કરવામાં આવેલા નવા અભ્યાસ પરથી માલૂમ પડ્યું છે કે જે લોકોએ કોવિડ-19 મહામારી દરમ્યાન વધારે એક્સરસાઇઝ કરી, એ લોકોમાં એન્ગ્ઝાયટી (anxiety) અને ડિપ્રેશન (depression)ની સમસ્યા બહુ ઓછી થઈ ગઈ, જ્યારે જે લોકોએ એક્સરસાઇઝ પર ઓછું ધ્યાન આપ્યું એ લોકોમાં આ સમસ્યા વધારે જોવા મળી.
એએનઆઈ ન્યુઝના જણાવ્યા અનુસાર, આ અભ્યાસમાં એ પણ સામે આવ્યું છે કે મહામારી દરમ્યાન જે લોકોએ ઘરની બહાર વધુ સમય વિતાવ્યો, એ લોકોમાં પણ એન્ગ્ઝાયટી, ડિપ્રેશનનું સ્તર બહુ ઓછું હતું. આ સ્ટડીને પ્રિવેન્ટીવ મેડિસિન જર્નલ (Preventive Medicine Journal)માં પ્રકાશિત કરવામાં આવી છે.
વિપરીત પરિસ્થિતિમાં પણ એક્સરસાઇઝ કરો
આ અભ્યાસમાં અમેરિકાના છ અલગ-અલગ પ્રદેશોના લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. આ સ્ટડીની મુખ્ય લેખક ડેબરાહ રોમ યંગ (Deborah Rohm Young)ના જણાવ્યા મુજબ, ‘આ અભ્યાસમાં અમને એક્સરસાઇઝનું મહત્વ સમજાયું છે. જ્યારે મહામારી પોતાની ચરમસીમાએ હતી, ત્યારે પણ અમુક લોકોએ પોતાની ફિઝિકલ એક્ટિવિટીને જાળવી રાખી હતી. એનું પરિણામ એ પણ જોવા મળ્યું કે કોઇપણ પરિસ્થિતિ હોય, લોકોએ ફિઝિકલ એક્ટિવિટી કે એક્સરસાઇઝને ટાળવી ન જોઈએ. આપણે વિપરીત પરિસ્થિતિમાં પણ લોકોને એક્સરસાઇઝ માટે પ્રેરિત કરવા જોઈએ.
ડેબરાહ રોમ યંગએ જણાવ્યું કે આપણે બધા એક્સરસાઇઝના ફાયદાથી અવગત છીએ. એટલે જ જ્યારે પણ આ પ્રકારની ઇમરજન્સી આવે, તો આપણે પોતાના પાર્ક અને અન્ય પ્રાકૃતિક સ્થળોને ખુલ્લા જ રહેવા દેવા જોઈએ. તેનાથી લોકોની ફિઝિકલ એક્ટિવિટી પ્રભાવિત નહીં થાય. તેમણે જણાવ્યું કે, માર્ચ 2020માં જ્યારે મહામારીએ આખી દુનિયાને પોતાની ચપેટમાં લીધી હતી, ત્યારે બીમારીને ફેલાવાથી રોકવા માટે બધી વસ્તુઓને બંધ કરી નાખવામાં આવી હતી. બિઝનેસથી લઈને લોકોની આવનજાવન બંધ થઈ ગઈ હતી.
આવી સ્થિતિમાં લોકોને બહુ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. લોકોનું સામાજિક જીવન સંપૂર્ણપણે બંધ થઈ ગયું હતું. મોટાભાગના લોકોમાં ચિંતા, નિરાશા, બેચેની જેવી માનસિક મુશ્કેલીઓ જોવા મળી હતી. પરંતુ આવી વિપરીત પ્રીસ્થીમાં જેમણે પોતાની ફિઝિકલ એક્ટિવિટી જાળવી રાખી તેમનામાં આવી અસર બહુ ઓછી જોવા મળી.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર