Home /News /lifestyle /#કામની વાત: સ્તન પર ચુંબન કે વ્યાયામથી સેક્સ ઉપર અસર થાય?

#કામની વાત: સ્તન પર ચુંબન કે વ્યાયામથી સેક્સ ઉપર અસર થાય?

વ્યાયામથી સેક્સ ઉપર અસર થાય?

પ્રશ્ન- નમસ્કાર, હું તમારી કોલમ નિયમિત વાંચુ છું. તમારા આપેલ ઉકેલોમાંથી મને મારી અને મારા મિત્રોની મુંઝવણનો ઉકેલ મળી જાય છે. એટલે મારે મને મારા મિત્રો ‘લવગુરુ’ કહે છે પણ અત્યારે મારી મુઝવણનો ઉકેલ તમારા સિવાય અન્ય કોઇ સારી રીતે નહી આપી શકે
મારી ઉંમર 20 વર્ષની છે. અને મારી ભાવિ પત્નીની ઉંમર 18 વર્ષની છે લગ્નને હજી એકાદ વર્ષની વાર છે. મારી પહેલી મુઝંવણ એ છે કે પહેલા અમે ગાલે ને હોઠે ચુંબન કરતા હતા. પણ છેલ્લા ત્રણ-ચાર મહિનાથી હું સ્તન પર ચુંબન કરુ છું. આનાથી અમને કોઇ પ્રોબ્લેમ નથી થતી. પણ અમે ચિંતીત છીએ આમ કરવાથી ભવિષ્યમાં અમારા બાળકોને અમને કોઇ પ્રોબ્લેમ તો નહી થાય ને? મારી બીજી મુંઝવણ છે કે અમે અત્યાર સુધી સેક્સ નથી માણ્યું અને હું રોજ નિયમિત વ્યાયામ કરું છું. તો શું વ્યાયામની સાથે સેક્સ માણવાથી મારી બોડી ઉપર કોઇ આડઅસર થઈ શકે? કૃપા કરી યોગ્ય સલાહ આપવા વિનંતી.

ઉકેલ- નવપરિણાતો અને જેના ટુંક સમયમાં લગ્ન થવાના છએ તેવા યુવક-યુવતિઓ એ પણ આજના ઇન્ટરનેટ યુગમાં જાતીય શિક્ષણ વૈજ્ઞાનિક સાહિત્યમાંથી કે ક્વોલિફાઇડ સેક્સોલોજીસ્ટ પાસેથી મેળવવું આવશ્યક છે. કેટલીવાર જાતીય અજ્ઞાનને કારણે પતિ-પત્ની એકબીજા સાથે કોઇ ચોક્કસ ર્સ્પશ, ચુંબન કરવા માગતા હોવા છતાં તેમ કરવામાં ગભરાટ, શરમ-સંકોચ અનુભવતા હોય છે. જેમ કે ઇન્દ્રિય ને સ્પર્શ શકાય, સ્તન પર ચુંબન કરી શકાય અથવા ચુંબન કરવાથી ગર્ભ રહેશે? વગેરે સાહજિક અને સામાન્ય ગણાતી ક્રિયાઓ પણ અજ્ઞાનને કારણે કરતાં ડરતા હોય છે અથવા શરમ અનુભવતા હોય છે નવપરણીતોને મારીસલાહ છે કે તેઓ એકબીજા સાથે પોતાની જાતિય ઇચ્છાઓ, કલ્પનાઓ, ટેવ-કુટેવ વગેરેની મુક્ત મને ચર્ચા કરે. સાથીના ક્યાં અંગ જોવાથી કે સ્પર્શ કરવાથી કોમોતેજના અનુભવાય છે અને કેવી ચેષ્ટા કરે તો ઉતેજના અવુભવાય છે તેવી નિખાલસ ચર્ચાની આદત લગ્નજીવનની શરૂઆતથી પાડો એ ભવિષ્યના જાતિય જીવન માટે ઇચ્છનીય છે. બાકી શરીરના કોઇ પણ ભાગ ઉપર સ્પર્શ કરવાથી, ચુંબન કરવાથી આપને, આપના સાથીને કે આવનાર બાળકને આજે કે ભવિષ્યમાં ક્યારેય તકલીફ નહી થાય. વ્યાયામ શરીર માટે ખૂબ જ જરૂરી છે પછી તે બાળક હોય, જુવાન હોય, આઘેડ ઉંમરે પહોંચતી વ્યક્તિ હોય અથવા વૃધ્ધ માણસ હોય. વ્યાયામથી શરીર તંદુરસ્ત અને સ્ફુર્તિલું રહે છે. અને જે આખા શરીર માટે સારું તે સેક્સ માટે પણ હિતકારી જ છે. જો તમે દરરોજ 2 કિલોમિટર ચાલશો તો તમને ભવિષ્યમાં નપુંસકતા આવવાની શક્યતા ખૂબ જ ઓછી રહે છે. જે લોકો નિયમિત વ્યાયામ કરે છે તેઓ આળસુ વ્યક્તિ કરતા વધુ વખત, વધુ સારી રીતે જાતિય જીવન માણી શકતા હોય છે અને તેમના સાથીને પણ મોટે ભાગે પુરતો જાતીય સંતોષ આપી શકતા હોય છે.
First published:

Tags: Dr paras shah, Health care, HEALTH DIET, Health Tips, KAM NI VAT, Sex advice, Sex solution, Sexologist, કામની વાત