OMG! ઉત્તેજનામાં પતિનો વિર્યકોષને જ ખાઈ ગઈ પત્ની, ડોક્ટર્સ હેરાન

kiran mehta | News18 Gujarati
Updated: December 29, 2017, 5:35 PM IST
OMG! ઉત્તેજનામાં પતિનો વિર્યકોષને જ ખાઈ ગઈ પત્ની, ડોક્ટર્સ હેરાન
એમ્બ્યુલન્સ ઘરે પહોંચી તો 51 વર્ષીય વાંગ પોતાનો અલગ થઈ ગયેલ ટેસ્ટિકલ કટોરીમાં લઈ ઉભો હતો...

એમ્બ્યુલન્સ ઘરે પહોંચી તો 51 વર્ષીય વાંગ પોતાનો અલગ થઈ ગયેલ ટેસ્ટિકલ કટોરીમાં લઈ ઉભો હતો...

  • Share this:
તાઈવાનમાં એક વ્યક્તિને પોતાની પત્ની સાથે શારીરિક સંબંધ બનાવ્યા બાદ તૂરંત હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. ઉલ્લેખનીય છે કે, પત્નીએ ઉત્તેજનામાં આવી ભૂલમાંથી પતિના એક ટેસ્ટિકલ (વીર્યકોષ) પર એવો ડુચો ભર્યો કે તે અલગ જ થઈ ગયો. જ્યારે એમ્બ્યુલન્સ ઘરે પહોંચી તો 51 વર્ષીય વાંગ પોતાનો અલગ થઈ ગયેલ ટેસ્ટિકલ કટોરીમાં લઈ ઉભો હતો.

તાઈવાનની ન્યૂઝ વેબસાઈટ 'એપલ ડેલી'ના સમાચાર મુજબ, વાંગની 49 વર્ષીય પત્ની શાયે પોતાના પતીનો જમણો વીર્યકોષને ડુચો ભરી અલગ જ કરી દીધો. શાયને 26 ડિસેમ્બર સવારે 2 વાગ્યે એમ્બ્યુલન્સ બોલાવી.

એપલ ડેલીના સમાચાર અનુસાર, વાંગ એક કાર રિપેરીંગ દુકાનમાં કામ કરે છે. ઘણા વર્ષ પહેલા તેના અને શાયના લગ્ન થયા હતા, અને તેમને બે બાળક પણ છે. સ્વાસ્થ્ય કર્મચારીઓએ જણાવ્યું કે, ગભરાઈ ગયેલ તે કપલ ઘરના દરવાજે જ આવીને ઉભું હતું.

વાંગને તુરંત હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. વાંગની સારવાર કરનાર ડોક્ટર લુ લી-હુઆએ જણાવ્યું કે, દર્દીનો ઘા હવે સુકાઈ ગયો છે, પરંતુ તેના વીર્યકોષને ઈન્ફેક્શનના કારણે ફરી જોડી નથી શકાયો. તેમણે કહ્યું કે, તમામ ડોક્ટર્સને તે ચિંતા હતી કે વાંગનો ટેસ્ટિકલ ફરી કામ કરશે કે નહીં. હાલમાં વાંગ હોસ્પિટલમાં જ દાખલ છે અને તે ટુંક સમયમાં સાજો થઈ જશે તેવી આશા છે.

કેટલાક રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું કે, વાંગની પત્નીની માનસિક સ્થિતી સામાન્ય નથી, જેથી તેમે ઉત્તેજનામાં આવી પતિનો વીર્યકોષ કાપી અલગ કરી દીધો.
First published: December 29, 2017
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading