વર્તમાન સમયમાં સોશ્યલ મીડિયા (Social Media)નો ઉપયોગ સતત વધ્યો છે. સોશિયલ મીડિયા મોટાભાગના લોકોના જીવનનો હિસ્સો બની ગયું છે. ઘણા માટે આ લત સમાન છે. આવી સ્થિતિમાં એક અભ્યાસ મુજબ જે લોકો પોતાનો મોટાભાગનો સમય સોશ્યલ મીડિયા ઉપર વિતાવે છે, તેમને દાંત કચડવા (Grind Teeth) અને રાત્રે સુવામાં તકલીફ (Struggle to Sleep) અનુભવે છે.
તેલ અવિવ યુનિવર્સિટીના સંશોધકોએ તાજેતરમાં એક અભ્યાસ કર્યો હતો, જેમાં ચોંકાવનારા તારણો બહાર આવ્યા છે. જેમાં સામાન્ય સ્માર્ટફોન (Smartphone) અને કોશર ફોન (Kosher phones)નો ઉપયોગ કરતા લોકો વચ્ચે તુલના કરવામાં આવી હતી. કોશર ફોન એટલે એવા ફોન જેનાથી ધાર્મિકતા જળવાઈ રહે, જેનો ઉપયોગ કટ્ટર એટલે ઓર્થોડોકસ સમાજ કરે છે.
બન્ને પ્રકારના ફોન વાપરતા લોકોના અભ્યાસ અને સુવાની આદતની સરખામણી થઈ હતી. જે મુજબ દરરોજ સ્માર્ટફોન વાપરતા હોય તેઓમાં દાંત કચડવાની આદત વધુ જણાઈ હતી. જોકે સાદા ફોન વાપરતા માત્ર 6 ટકા લોકોમાં આ આદત હતી. સંશોધકોનું કહેવું છે કે, લોકોએ સોશ્યલ મીડિયાના ઉપયોગને નિયંત્રિત કરવો જોઈએ.
જે લોકો સંશોધકોનું કહેવું છે. અભ્યાસમાં સોશ્યલ મીડિયાનો વધુ ઉપયોગ કરતા હોય તેવા 20 ટકા લોકોને સુવામાં તકલીફનો અનુભવ થતો હોવાનું તારણ સામે આવ્યું છે. 20 ટકા લોકો અડધી રાત્રે ગુમ થવાના ભય સાથે ઉઠી જતા હોવાનું અભ્યાસમાં જાણવા મળ્યું હતું.
ટાઈમ્સ ઓફ ઇઝરાયલ સાથેની વાતચીતમાં ડો. પેસીઆ ફ્રાઈડમેનએ જણાવ્યું હતું કે, લોકોને કંઈક છૂટી ગયું છે, તેવા ડરથી સ્માર્ટફોનને સતત ચેક કરવાની આદત પડી છે. વોટ્સએપ, ફેસબુક અને અન્ય એપ્સને વારંવાર ખોલે છે. કેટલાક લોકો જડબાના દુખાવાથી પીડાય છે, તો કેટલાકને દાંત કચડવાની આદત પડી છે. સ્માર્ટફોન ઉપર અવલંબન આવ્યું છે.
આ અભ્યાસ કવાઇન્ટ સેન્સ ઈન્ટરનેશનમાં પ્રકાશિત થયો હતો. જેમાં જણાવ્યા મુજબ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા 45 ટકા લોકોની સ્થિતિ ગંભીર છે. સ્માર્ટફોનનો વધુ ઉપયોગ કરતા અડધા લોકો માનસિક તાણનો અનુભવ કરતા હોવાનું અભ્યાસમાં સામે આવ્યું છે. જ્યારે કોશર ફોનનો ઉપયોગ કરતા લોકોમાં આ પ્રમાણ માત્ર 22 ટકા જોવા મળ્યું છે. ટેકનોલોજીના સારા પરિણામો સાથે કેટલાક ખરાબ પાસાઓ પણ હોવાનું અભ્યાસમાં ખુલ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર